SearchBrowseAboutContactDonate
Page Preview
Page 269
Loading...
Download File
Download File
Page Text
________________ [ ૨૩૦ ] શ્રી કપૂરવિજયજી ૧૭. સમ્યગ્દર્શન ( સમ્યક્ત્વ), સમ્યગ્ જ્ઞાન અને સમ્યક્ ચારિત્રરૂપ આત્મકલ્યાણુના ખરા ઉપાય જીવને હાથ આવવા બહુ દુષ્કર છે; પરંતુ સારા ભાગ્યે સુગુરુકૃપાએ તે જેને પ્રાપ્ત થયેલ હાય અને જે તેનું યથા પાલન કરે તેને એડા પાર થવાના સમજવે. [ જૈ. ધ. પ્ર. પુ. ૪૪, પૃ. ૩૯૩ ] સૂક્ત-વચને " ૧. ગમે તેની પાસેથી પણ હિતવચન ગ્રહણ કરવું; તેને અનાદર ન જ કરવા યત:- વાહાવિ હિતં પ્રાદ્યમ્ । ૨. હિતસ્વી જનેનાં હિતવચના અવશ્ય હૈયે ધરવાં, ૩. જેમ બને તેમ ખંત રાખીને વ્યવહારશુદ્ધિ સાચવવી. ૪. આપઆપણી જવાબદારી બરાબર લક્ષ્યમાં રાખવી. ૫. થયેલી ભૂલ સમજાતાં તેને તરત સુધારી લેવી. ૬. સત્સંગ સેવીને સારા સદ્ગુણે! આપણામાં પ્રગટાવવા. ૭. નમળી સાબત અત્યન્ત હાનિકારક જાણી તજી દેવી. ૮. સદ્ધર્મને લાયક બનવા યેાગ્ય ગુણેાના અભ્યાસ કરવા. ૯. ક્ષુદ્રતા—ઉછાંછળી વૃત્તિ તજીને ગંભીરતા આદરવી. ૧૦. શરીરનુ આરોગ્ય સાચવવા પૂરતુ લક્ષ્ય રાખવું. ૧૧. શાન્ત ને મીલનસાર પ્રકૃતિ રાખવી. ૧૨. લેાકપ્રિય થવાય તેવા ઉદારદિલના સ્વાત્યાગી થવું. ૧૩. કષાયના ત્યાગવડે અકલુષિત-પ્રસન્ન ચિત્તવૃત્તિ રાખવી. ૧૪. પાપથી ડરતા રહેવું, લેાકનિન્દા થાય તેવું કાર્ય ન કરવું.
SR No.022876
Book TitleLekh Sangraha Part 02
Original Sutra AuthorN/A
AuthorKarpurvijay Smarak Samiti
PublisherKarpurvijay Smarak Samiti
Publication Year1940
Total Pages376
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy