SearchBrowseAboutContactDonate
Page Preview
Page 239
Loading...
Download File
Download File
Page Text
________________ [ ૨૦૦ ] શ્રી કરવિજયજી ગ્રહણ કરી દેષને તજી શકે છે, તેનું નામ જ યથાર્થ વિવેક છે. અંતરમાં જ્યારે સત્ય જ્ઞાનનો પ્રકાશ થાય છે અને ખરી તત્વશ્રદ્ધા જાગે છે ત્યારે જ યથાર્થ વિવેક પ્રગટે છે–ઉદય પામે છે. એનું મહામ્ય અપૂર્વ અને અચિંત્ય છે, તે અંતરમાં પ્રકાશ કરતો બીજે (અપૂર્વ) સૂર્ય અને ત્રીજું (અપૂર્વ) લોચન છે. શાસ્ત્રકારો કહે છે કે બીજી બધી ધાંધલ કરવી મૂકી દઈ એક વિવેકને જ ખરી ખંતથી અભ્યાસ–આદર કરે જેથી મેહ–અંધકાર–રાગદ્વેષાદિ વિકાર નષ્ટ પામે. જેમ જેમ વિવેક અને વિજ્ઞાન કળા વધતી–ખીલતી જશે તેમ તેમ સ્વ–પર જીવઅછવાદિ જડ–ચેતનનું યથાર્થ સ્વરૂપ ઓળખાશે, તેમાં યથાર્થ પ્રતીત શ્રદ્ધા-આસ્થા બેસશે અને પ્રથમ જે મેહાદિક ગે મુંઝવણ થતી હશે તે વિલય પામશે અથવા ઓછી થઈ જશે, રાગદ્વેષાદિક કર્મબંધને તૂટી જશે, અથવા ઢીલા-પાતળાં પડશે અને આત્માની ઉપર આવેલાં કર્મના આવરણે દૂર થતાં નષ્ટ થઈ જતો આત્મા સ્ફટિક રત્ન જે ઊજળા-કર્મકલંક વગરનો-નિર્મળ થયેલો કે થતો સાક્ષાત્ અનુભવમાં આવશે. આ કંઈ જેવો તે લાભ નથી. અપૂર્વ અને અચિંત્ય મહાલાભ છે. બાળપણમાં જ સંયમ યોગે, વર્ષાકાળ આવતાં રમતમાં કાચલી પાણી ઉપર તરતી મૂકનાર બાળ આયમરા મુનિ ઈરિયાવહી પડિક્કમતાં–પાપની આલોચના કરતાં કેવળજ્ઞાન પામ્યા-કર્મબંધનથી મુક્ત થયા તે સવિવેકના જ પ્રભાવે જાણી સહુ કેઈએ વિવેક અવશ્ય આદરે.
SR No.022876
Book TitleLekh Sangraha Part 02
Original Sutra AuthorN/A
AuthorKarpurvijay Smarak Samiti
PublisherKarpurvijay Smarak Samiti
Publication Year1940
Total Pages376
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy