SearchBrowseAboutContactDonate
Page Preview
Page 183
Loading...
Download File
Download File
Page Text
________________ [ ૧૪૪ ] શ્રી કર્પરવિજયજી વર્તન ઊંચા પ્રકારનું રાખવું જ જોઈએ, વળી તે પોતાના સ્વામી-રાજા-મહારાજાદિક ઉપર આદર–બહુમાન રાખે, જેથી બીજી બધી પ્રજા પણ તેમના તરફ તેવા આદર-બહુમાનની નજરથી જ જુએ. વળી ઉત્તમ પ્રધાન સ્વપરહિતમાં વધારો થાય એવું લક્ષ રાખ્યા કરે, તેમ જ રાજ્યના કામમાં પણ ખલેલ આવવા દે નહિ, રાજ્યકામ પણ બરાબર વ્યવસ્થાપૂર્વક કર્યા કરે, ન્યાયઅન્યાયનો બરાબર નિજબુદ્ધિથી તોલ કરી અદલ ઈન્સાફ કરે, ઉતાવળા થઈ કોઈને ગેરઇન્સાફ થાય તેમ ન કરે. વળી ઈન્સાફ આપતાં દયાનું તત્ત્વ જરૂર પૂરતું આમેજ કરે-ઉમેરે. શુદ્રતા-નિર્દયતા-કઠોરતા-તુચ્છતા-વાપરે નહિ, પણ ગંભીરતા અને સ હદયતાનો સાથે સાથે ઉપયોગ કરી રાજ્યલક્ષ્મીને વધારે કરે. તથા પ્રજાની આબાદી સચવાય અને વૃદ્ધિ પામે તેવી પણ પૂરતી કાળજી અભયકુમાર મંત્રીની પિઠે રાખે. જેમ અભયકુમાર મંત્રી રાજા અને પ્રજા ઉભયનું હિત વખતોવખત સાચવી છેવટે પોતાનું આત્મહિત કરી લેવા ભાગ્યશાળી બને તેમ અન્ય અધિકારી જનોએ પણ ચીવટ રાખી સ્વપરહિતકાર્યમાં સાવધાનતા રાખવી. બુદ્ધિબળથી જ મંત્રીપણું શેભે છે. તેમ તવાતત્વનો વિચાર કરવો તથા સારતત્વ આદરી સ્વમાનવભવની સફળતા કરવી એ જ સદુબુદ્ધિ પામ્યાનું શુભ ફળ છે.
SR No.022876
Book TitleLekh Sangraha Part 02
Original Sutra AuthorN/A
AuthorKarpurvijay Smarak Samiti
PublisherKarpurvijay Smarak Samiti
Publication Year1940
Total Pages376
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy