SearchBrowseAboutContactDonate
Page Preview
Page 156
Loading...
Download File
Download File
Page Text
________________ લેખ સંગ્રહ : ૨ : [ ૧૧૭ ] દાખલા લૈકિક શાસ્ત્રોમાંથી જાણીને કહેલા છે. તે તેમાંથી બેધ લેવાના ઉદ્દેશથી ઉપયોગી જાણ ગ્રંથકારે લીધા છે. ગૃહસ્થાશ્રમ સારી રીતે ચલાવવા ઈચ્છનારા ગૃહસ્થને લક્ષમી-ધનની ડગલે ને પગલે જરૂર પડે છે. કહે કે તેના જ આધારે તેને સઘળે સંસારવ્યવહાર ચાલી શકે છે. પુરુષાર્થ ફેરવી, ન્યાય–નીતિ–પ્રમાણિકતા સાચવી, યથાયોગ્ય વ્યવસાય કરનારની ઉપર લહમીદેવી પ્રસન્ન થાય છેતેને લક્ષ્મી સ્વયમેવ વરે છે, કહો કે તેની ડોકમાં પોતે જ વરમાળ નાંખે છે. સમર્થ શાસ્ત્રકારોએ લમી-ધનને પેદા કરવા તેમ જ તેને સ્થિર કરી ટકાવી રાખવાનો અક્સીર ઉપાય, ન્યાય-નીતિ કે પ્રમાણિકતાથી સાવધપણે વ્યવસાય કરવારૂપ જ વખાણેલે છે. તેમ છતાં કઈક અજ્ઞાની અને લોભીજન તે લક્ષ્મીને અનીતિઅન્યાયથી જ પેદા કરી લેવા મથે છે, પણ પુન્ય વગર તે પ્રાપ્ત થતી જ નથી અને કદાચ પ્રાપ્ત થઈ હોય તો તે અનીતિ-અન્યાયનું ઉપાસના કરનાર પાસે વધારે વખત ટકતી નથી. વળી જે સારાં સુકૃત્ય કરે છે તેમને લક્ષ્મીની ઈચ્છા ન હોય તે પણ તે ગમે ત્યાંથી સહેજે આવી મળે છે. અત્યારે જેમને લક્ષ્મી પ્રાપ્ત થઈ હોય તે પૂર્વે કરેલાં સુકૃત્યના પ્રભાવથી જ થઈ હોય છે પરંતુ લક્ષમીને પામ્યા છતાં જે મદમસ્ત બની સુકૃત્ય કરતાં નથી તેમને પ્રથમ કરેલું પુન્ય ખલાસ થતાં દુર્દશા જ ભેગવવી પડે છે, તેથી સુજ્ઞ જનેએ ન્યાય-નીતિથી બને તેટલી લક્ષ્મીનું ઉપાર્જન કરી તેને સદુપયોગ જ કરે ઘટે છે.
SR No.022876
Book TitleLekh Sangraha Part 02
Original Sutra AuthorN/A
AuthorKarpurvijay Smarak Samiti
PublisherKarpurvijay Smarak Samiti
Publication Year1940
Total Pages376
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy