SearchBrowseAboutContactDonate
Page Preview
Page 11
Loading...
Download File
Download File
Page Text
________________ (૮) કરે છે? તારી માતુશ્રીના અવસાન પછી નાના ભાંડરડા ઉછેરવા–વેપાર કરે-ખર્ચો ચલાવવો–એમાં મારા લેહીનું કેવું પાણી થાય છે અને તે વિચાર કર. તરંગી વિચારો છોડી દે અને કંઈ કામે વળગ.” કુંવરજીએ સામે ઉત્તર ન વા છતાં અંતરમાં જે લગની લાગી હતી એમાં ઊણપ ન આવવા દીધી. સંસાર પર જેને સાચે નિર્વેદ પ્રગટેલે તેને વ્યવસાયના કાર્યોમાં કયાંથી રસ પડે! એના કામમાં બરકત પણ ક્યાંથી આવે! પિતાજીને આ દશા જબરે પરિતાપ ઉપજાવતી. વાત ઠપકાના કડવા વેણથી વધીને લાકડી ઉછળવા સુધી પહોંચી. હીરૂમા કે જેના હાથમાં ઘરની વ્યવસ્થા હતી તેમને આ ન રુચ્યું. ઠાકરશીભાઈને પણ મોટાભાઈની પદ્ધતિ યંગ્ય ન જણાઈ. તે આવી કુંવરજીને પિતાના ઘેર તેડી ગયા. પરિતાપનું કારણ ટળવાથી ને જોઈતી અનુકૂળતા મળવાથી દીક્ષાના આ ઉમેદવાર પોતાના દયેય પ્રતિ વધુ આગળ વધ્યા. પરિગ્રહ નહિંવત્ કરી નાંખી વારંવાર એકાસણા કરવા લાગ્યા. લગભગ મહિના ઉપરાંતનો સમય આ રીતે વીત્યા. કાકાએ ભત્રીજાના હૃદયને માપી લીધું. મોટાભાઈના કાને સાચી પરિસ્થિતિ પહોંચાડી છતાં પિતાનું હૃદય ન પલટાયું. ભાવનગરમાં-સમવસરણની રચનાના ઉત્સવમાં કુટુંબના નાનામોટા સા જેવા ગયા છતાં ઈરાદાપૂર્વક કુંવરજીને ન લઈ ગયા. કાકીની દેખરેખમાં કુંવરજીને રાખી ગયા. આ તકનો લાભ લેવાની વૃત્તિ કુંવરજીને થઈ આવી. કાકીને આજીજી કરી રજા મેળવી, આવા પવિત્ર પ્રસંગના દર્શન સારુ માત્ર ઉકાળેલા પાણીના કળશીયા સાથે બપોરના ત્રણ વાગે વળાથી પગે ચાલતાં ઉપડયા. નવ ગાઉન પંથ કાપી રાત વરતેજ
SR No.022876
Book TitleLekh Sangraha Part 02
Original Sutra AuthorN/A
AuthorKarpurvijay Smarak Samiti
PublisherKarpurvijay Smarak Samiti
Publication Year1940
Total Pages376
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy