SearchBrowseAboutContactDonate
Page Preview
Page 104
Loading...
Download File
Download File
Page Text
________________ લેખ સંગ્રહ : ૨ : [ પ ] જિન સુમતિ પુરેધા, ભૂમિગેહે વસંતે, યુગતિ જુગતિ કીધી, તે વિવેકે ઊગત. ૩૦ જે હૃદયરૂપી ઘરમાં વિવેકરૂપી રત્નદીપક જગાવવામાં આવે તો ભવભ્રમણ કરાવનાર–સંસારઅટવીમાં આમતેમ ભટકાવનાર મોહ અંધકાર ટકી શકે નહિ અને જે કંઈ અલખ તથા અગોચર તત્ત્વ-વસ્તુ નરી આંખે જોઈ શકાતી નથી તે પરમતત્વ પ્રત્યક્ષ જોઈ શકાય, તેમ જ સમસ્ત કર્મ સમૂહ સમૂળગો નષ્ટ થઈ જવા પામે. સવિવેકકળા વગર ગમે તેવા અને ગમે તેટલા ગુણવાળો જીવ વિકળ કહેવાય છે, અને જેનામાં સવિવેકકળા ખીલી રહી છે તે સંપૂર્ણ ગુણવાનું લેખાય છે. શાસ્ત્રકાર કહે છે કે – “રવિ દૂજે ત્રીજે નયન, અંતર ભાવી પ્રકાશ કરે ધધ સબ પરિહરી, એક વિવેક અભ્યાસ.” આ પદ્યનો એવો ભાવાર્થ છે કે સવિવેક એ એક બીજે અપૂર્વ સૂર્ય અને ત્રીજું લોચન છે, કેમ કે એથી શુદ્ધ પ્રકાશ મેળવી તે વડે અંતર–ઘટમાં જે જે દિવ્ય વસ્તુઓ-સગુણ રત્નો વિદ્યમાન છે તેનું યથાર્ય ભાન થાય છે તેમજ તેની દઢ પ્રતીતિ આવે છે. પછી અજ્ઞાન ને મિથ્યાત્વરૂપ અંધકારજનિત બ્રાન્તિ ટળી જાય છે અને નિર્મળ જ્ઞાન અને શ્રદ્ધારૂપ દિવ્ય નયનયુગલ પ્રગટ થાય છે. એ અપૂર્વ લાભ સદ્વિવેક જાગવાથી મળે છે, માટે શાસ્ત્રકાર કહે છે કે-હે ભવ્ય જને ! તમે અન્ય દિશામાં તમારા પુરુષાર્થને જે ગેરઉપયોગ ૧ પુરોહિત. ૨ ભોંયરામાં.
SR No.022876
Book TitleLekh Sangraha Part 02
Original Sutra AuthorN/A
AuthorKarpurvijay Smarak Samiti
PublisherKarpurvijay Smarak Samiti
Publication Year1940
Total Pages376
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy