SearchBrowseAboutContactDonate
Page Preview
Page 312
Loading...
Download File
Download File
Page Text
________________ લેખ સંગ્રહ [ ૨૮૧ ] તે પણ દગ્ધદેષ (અન્ય અન્ય બાબતમાં લક્ષ), શૂન્યદેષ (ઉપગ રાખ્યા વગર), અવિધિદેષ (અસ્તવ્યસ્ત-ન્યૂનાધિક) અને અતિપ્રવૃત્તિદોષ ( હદ-મર્યાદા મૂકી ગજા ઉપરાંત કરવું તે) તજીને જ કરવા યોગ્ય છે. દેષ રહિત-નિદોષ કરણ ત્યારે જ બની શકે છે. દેવગુરુના કે તીર્થરાજના દર્શનાદિ પ્રસંગે જતાં આવતાં કોઈપણ પ્રકારની વિકથાઓ (કુથલીએ) કરવી કેવળ અનુચિત જ છે. વિકથા કરવાથી સ્વપરને પોતાને તથા સામાને ) લાભને બદલે નુકશાન જ થાય છે. એમ કરવાથી લેવાને બદલે દેવું થાય એ વિચારવાનું છે. ઈચ્છિત કાર્યમાં જ પોતાનું મન પરોવી દેવું જોઈએ. - જે કાંઈ કરવું તે બીજાને કલામણ ઉપજાવ્યા વગર જ કરવાનું શાસ્ત્ર ફરમાન લક્ષમાં રાખીને જ દેવ, ગુરુ કે તીર્થ ભક્તિને લાભ લેવાનો છે. તેથી તેવા દરેક પ્રસંગે નીચે જણાવેલી હકીકત જરૂર લક્ષમાં રાખવી. ૧ ભાવ-ઉલ્લાસની વૃદ્ધિ થવા માટે દેવ, ગુરુ કે તીર્થનાં દર્શનાદિ કરવા જતાં વાટમાં જયણ સચવાય, જીવવિરાધના ન થાય અને શાસ્ત્રાસ્નાય પળે તેવી રીતે ઠીક સૂર્ય–પ્રકાશ થયે છતે, નીચે દષ્ટિ રાખીને જ ચાલવું. ખાસ કારણ વગર ગાડીમાં કે ડેળીમાં બેસવું નહિ. ૨ ઉપર જણાવ્યા મુજબ શરીરની અને વસ્ત્રની શુદ્ધિ સાચવી મનને એકાગ્ર કરવું. મનને જ્યાં ત્યાં દોરાવા દેવું નહિ. તેને શુભ ધ્યાનમાં જ જોડી રાખવું.
SR No.022875
Book TitleLekh Sangraha Part 01
Original Sutra AuthorN/A
AuthorKarpurvijay Smarak Samiti
PublisherKarpurvijay Smarak Samiti
Publication Year1939
Total Pages358
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy