SearchBrowseAboutContactDonate
Page Preview
Page 284
Loading...
Download File
Download File
Page Text
________________ લેખ સંગ્રહ [ ૨૫૩ ] ( ૧ ) ટીકા અને વિશ્વવ્યાપી પ્રેમ. ( “સ્વામી રામતીર્થ” ઉપરથી ઉષ્કૃત ) બીજાના વર્તનમાંથી દાષા કાઢવામાં આપણે આપણી શક્તિના જેટલે વ્યર્થ વ્યય કરીએ છીએ, તેટલી જ શક્તિ આપણું વર્તન ઉચ્ચ બનાવવાને ( વાપરીએ તે ) પૂરતી થાય તેમ છે. ર કાંટા હાય છે તેથી ગુલાબનું ફૂલ કેાઈ ફેંકી દેતું નથી. ૩ ચિતારા જાતે કદરૂપા હાય તેથી શું તેના સુંદર ચિત્રને પણ આપણે ન લેવું ? ૪ કેાઇ એક ગંદા તળાવમાં ઊગેલા સુંદર કમળને શું આપણે ફેકી દઇશું ? પ ગંદા ખાતરમાંથી ઉત્તમ ફૂલવાળા મગીચા તૈયાર નથી થતા શું ? ૬ ક્રીન અને પતિત લેાકેાને ખરી લાગણીથી અને પૂરતા પ્રેમથી જે જુએ છે તે જ ખરા ઉદાર મહાત્મા છે. ૭ સર્વ આત્માઓનું ઐકય વિસરવાથી જ જગતમાં સર્વ અનર્થ થાય છે–થવા પામે છે. ૮ યાંસુધી આપણે એક બીજાના દોષ જ શોધ્યા કરશું ત્યાં સુધી દેશમાં પ્રેમ અને એકયની વૃદ્ધિ કદી પણ થઇ શકશે નહિં. ૯ નાના મેાટા સર્વ બાળકેા ઉપર સમાન પ્રેમ રાખનારી માતાના જેવું અંત:કરણ બનાવવુ એ જ જીવનસાફલ્યના સાર છે. ખરી કેળવણી જ તે છે કે જેથી અખિલ વિશ્વ પ્રત્યે ઉદાર દૃષ્ટિથી જોઇ શકાય-વતી શકાય. ૧૦ ઉન્નતિ ક્રમે ક્રમે જ થાય છે.
SR No.022875
Book TitleLekh Sangraha Part 01
Original Sutra AuthorN/A
AuthorKarpurvijay Smarak Samiti
PublisherKarpurvijay Smarak Samiti
Publication Year1939
Total Pages358
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy