SearchBrowseAboutContactDonate
Page Preview
Page 268
Loading...
Download File
Download File
Page Text
________________ . લેખ સંગ્રહ [૨૩૭] કરે જોઈએ. તેને બદલે આપણે કેવળ રોકકળ કરી, નકામો ખેદ-શેક કરીએ છીએ તેથી કંઈને કશે ફાયદ તો થવાને જ નથી, પણ પ્રબળ મેહ-વિકળતાથી નુકશાન તે અવશ્ય થવાનું છે. ધારો કે લૈકિક સ્વાર્થને લઈ કોઈ અજ્ઞાની જીવને મેહવશ ખેદ-શેક થાય તો તે વખતે તેને ખેદ-શેક ઓછો થાય તેવું ડડાપણભર્યું વર્તન બીજા સહુએ રાખવું જોઈએ, તેમાં ઊલટો વધારો થાય એવું તો નહિ જ રાખવું જોઈએ. આજકાલ ઘણે ભાગે એથી ઊલટી રીતિ જ નજરે પડે છે. બહારનો દેખાવ, ઢગ-દંભ ઘણે જ વધી ગયેલ છે. જે કેઈ સુજ્ઞ ભાઈબહેને એવો ઢંગ કરવાથી દૂર રહેતા હોય તેમની પ્રશંસા કરવાને બદલે ઊલટી નિંદા-બદબાઈ કરવામાં આવે છે. જો કે ખરા-દઢ મનના ભાઇબહેને તેવી નિંદા કે ટીકાની ઓછી જ દરકાર કરે છે, પરંતુ તેવી બેટી ટીકા-નિંદા કરનારા તો મહાપાપને જ બંધ કરે છે અને તેના કટુક ફળ તેમને ભવ ભેગવવા પડે છે. કદાચ કઈ વહાલ કમનસીબે માઠી લેફ્સામાં મરીને દુર્ગતિમાં જાય તે તેથી પણ આપણે અધિક જાગ્રત રહી, માઠી કરણી તજી સારી કરણીમાં જ આપણું મન પરોવવું જોઈએ કે જેથી છેવટે આપણે દુર્ગતિમાં જવું પડે નહિ અને સદ્ગતિમાં જ આપણે જઈ શકીએ. આ શરીરરૂપી કોટડીમાં ડહાપણથી વસી, સુકૃત ઉપાર્જન કરી લઈ, તેનું ફળ ભોગવવા જ્યારે આ શરીરનો માલીક બીજું દિવ્ય શરીર દેવગતિમાં ધારણ કરી તેમાં વાસ કરે ત્યારે તેવા માંગલિક પ્રસંગે તેના સગાસંબંધીઓએ હર્ષ–પ્રદ ધરે ઉચિત લેખાય કે મેહ-અજ્ઞાન
SR No.022875
Book TitleLekh Sangraha Part 01
Original Sutra AuthorN/A
AuthorKarpurvijay Smarak Samiti
PublisherKarpurvijay Smarak Samiti
Publication Year1939
Total Pages358
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy