________________
[ ૨૩૨ ]
શ્રી કપૂરવિજયજી
પેાતપાતાની જવાબદારી સમજીને સદાચરણપરાયણ થઇ રહેવા સદા ય સમુદ્ધિ સ્ફુરે !
ઇતિશમૂ.
[ જૈ. ધ. પ્ર. પુ. ૩૭, પૃ. ૧૩૪. ]
આપણી ખરી જરૂરિયાતા પાર પાડવા અને તેના ખરા ઉપાયા ચાજવા સહુ ત્યાગી મુમુક્ષુઓએ ખરૂ દિલ દેવાની જરૂર.
કુશળ ખેતીકાર જેમ વખતસર ક્ષેત્ર-ભૂમિને સારી રીતે ખેડી, તેને સરસ બીજ વાવવા યાગ્ય બનાવી, તેમાં યથાવિધિ વાવણી કરી, જરૂર પૂરતા જળસિંચનાદિક યેાગે તેમાંથી સારે પાક મેળવી શકે છે, પણ જો તે આળસુ બની વખતસર ખેડ જ કરે નહિં, અથવા કદાચ ખેડેલા ક્ષેત્રમાં જોઇએ એવી કેળવણીથી સરસ ખીજ જ વાવે નહિં, અથવા સરસ ખીજ વાવેલા ક્ષેત્રને જરૂર પૂરતું જળસિંચનાદિક મળે એવી યેાજના તૈયાર કરી રાખે નહિં અને તેવું જળસિંચનાદિક મળ્યા છતાં એ ક્ષેત્રમાં જે જાળાં-ઝાંખરાં સહેજે ઊગી નીકળ્યાં હાય તેમને નિંદી ન કાઢતાં વધવા જ દે તા તેનું કેવું અનિષ્ટ પરિણામ આવે? પેાતાના દુષ્ટ પ્રમાદને લીધે તેને કેટલુ શાસવું પડે ? તેમ જ સીટ્ઠાવું ( દુ:ખ સહન કરવું) પડે? તેના પૂરા ખ્યાલ તેને જ અથવા કોઈ સહૃદય જનાને જ આવે છે. તેમ આપણી આંતરસ્થિતિને યથાર્થ ખ્યાલ કેાને આવી શકે ?
સમાજની આંતરસ્થિતિ બગડતી સુધારવા કુશળ ત્યાગી સાધુજનાની ભારે જ લેખાય. તેમનાથી જ ઠીક સમયેાચિત