SearchBrowseAboutContactDonate
Page Preview
Page 160
Loading...
Download File
Download File
Page Text
________________ લેખ સંગ્રહ [ ૧૨૯ ] ધ્યાનની ધારાથી એ દુઃખનાં મૂળ કાપી શકાય છે, એ પુરુષાર્થ જ પ્રશંસનીય છે. ૮૨ ઉત્તમ પુરુષાથી જન ધન્ય-કૃતપુન્ય છે. તેમને અમારો નમસ્કાર હો ! ૮૩ રાગ-દ્વેષ, મેહ-મમતાને સર્વથા જીતે તે “જિન” તેમનો ઉપદેશેલે ધર્મ તે “જૈન ધર્મ ” જે અહિંસા, સંયમ, અને તપ લક્ષણવાળ કહે છે. ૮૪ આવા પવિત્ર ધર્મને યથાર્થ ભાવે સેવી-આરાધી, જે મહાનુભાવો રાગ-દ્વેષ અને મેહનું અતુલ બળ ગાળે છે, તેમને દેવતાઓ પણ નમસ્કાર કરે છે. ઈતિશમ. [ જે. ધ. પ્ર. પુ. ૩૪, પૃ. ૭. ] ધર્મપ્રાપ્તિ સુલભ્ય કેમ થઈ શકે? જેમના અંત:કરણમાં મિત્રી, પ્રમેહ, કરુણા અને માધ્યસ્થતા એ ચાર સભાવના સદાદિત રહે છે તેમને ચિંતામણિ રત્ન સમાન સમ્યકત્વ, જ્ઞાન અને ચારિત્રરૂપ પવિત્ર ધર્મની પ્રાપ્તિ સુલભ્ય છે. મિથ્યાત્વ, અજ્ઞાન અને મેહ-મમતાને વશ થયેલા જ ઉક્ત ભાવનાથી વેગળા રહે છે અને રાગદ્વેષરૂપ કષાયને વારંવાર સેવીને જન્મમરણનાં બંધનથી જકડાઈ ભારે દુ:ખી થયા કરે છે. તેવાં ભયંકર બંધનોથી મુક્ત થવા ભગીરથ પ્રયત્ન કરવાની જરૂર છે. અનાદિ મલિન સંસ્કારોને ભેંસી નાખી સારા-ઉજજવલ સંસ્કારે મન ઉપર મજબૂતીથી
SR No.022875
Book TitleLekh Sangraha Part 01
Original Sutra AuthorN/A
AuthorKarpurvijay Smarak Samiti
PublisherKarpurvijay Smarak Samiti
Publication Year1939
Total Pages358
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy