SearchBrowseAboutContactDonate
Page Preview
Page 153
Loading...
Download File
Download File
Page Text
________________ [ ૧૨૨ ] શ્રી કપૂરવિજયજી ગાંડા ગામડીઆની પેરે જેમ આવે તેમ નહિ, પણ ડહાપણભરેલાં વચન જ ઉચરે. બહલા-બકવાદી–બોલકણાની પેઠે નહિ પણ જરૂર પડતા મિતવચન જ ઉચ્ચરે. મનમોજી યા ભાટ-ચારણની પેઠે પ્રસંગ વગર નહિ પણ કાર્યપ્રસંગ પૂરતાં જ વચન ઉચ્ચરે. એવાં હિત, મિત પ્રસંગોપાત વચન મગરૂબીથી નહિ પણ ગર્વ રહિત નમ્રભાવે ઉચરે. તે પણ તુંકાર હુંકાર જેવા તુચ્છ વચનથી નહિ પણ સામાને પ્રિય લાગે એવાં ભાઈ, બહેન, મહાનુભાવ, દેવાનુપ્રિય પ્રમુખ સારા સંબંધનવાળાં વચનથી ઉચ્ચરે. વળી પિતાને જે કંઈ વચન ઉચ્ચરવું હોય તેનાં ભાવી પરિણામ (ફળ) સંબંધી સ્વમતિથી જેટલે વિચાર કરી શકાય તેટલે વિચાર કરીને વિવેકથી ઉચ્ચરે. તેમ જ તેવાં વચન ઉચ્ચરતાં કંઈ પણ ધર્મવિરુદ્ધ બોલાઈ ન જવાય તેને માટે પૂરતી સાવચેતી રાખી, પૂર્વાપર વિચાર કરી મર્યાદાસર હિત વચન જ ઉચચરે. આ રીતે સક્ષેપથી શ્રી મહાવીર સ્વામીના ઉત્તમ આશય અનુસારે તેમના અંતેવાસી શિષ્ય શ્રી ધર્મદાસ ગણિ મહારાજ કર્થ છે કે –સંત-સાધુજનના મુખમાં મૂળગાથામાં જણાવ્યા મુજબ સમયેચિત, પ્રિય, પથ્ય અને તથ્ય એવું સત્ય વચન શેભે, વૈરાગ્યરસથી ભીના મહાશયે વગર જરૂરનાં વચન તે ઉચ્ચરે જ નહિ. મનવૃત્તિ જ ધારણ કરી મુખ્યપણે તે
SR No.022875
Book TitleLekh Sangraha Part 01
Original Sutra AuthorN/A
AuthorKarpurvijay Smarak Samiti
PublisherKarpurvijay Smarak Samiti
Publication Year1939
Total Pages358
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy