SearchBrowseAboutContactDonate
Page Preview
Page 148
Loading...
Download File
Download File
Page Text
________________ લેખ સંગ્રહ [૧૧૭] ૨૧ તેવી સ્ત્રીના ફંદમાં કઈ રીતે ન ફસે તેને જ ખરો ચતુર સમજે. ૨૨ ગમે તેટલી ઋદ્ધિ ધરાવતો હોય પણ જે સંતોષ ન હોય તો તેને દરિદ્ર જ સમજે, કેમકે તેને પણ ચિંતા અને હાયવરાળ પારવગરની હોવાથી ખરી સુખશાંતિ ભાગ્યે જ હોઈ શકે. ૨૩ યાચના કે દીનતા કરવી એ જ લઘુતાનું મૂળ સમજે. ૨૪ કોઈને કંઈ પણ ઉપતા ઉપજાવ્યા વગર શાન્તરસમાં ઝીલાય અને બની શકે તેટલે પરોપકાર નિષ્કામપણે કરાય તે જ નિર્દોષ જીવન જાણો. શાંત અને સદાચરણવાળું જીવન જ ખરું જીવન સમજે. ૨૫ છતી બુદ્ધિએ ડેબ જેવા રહેવું એને જ ખરી જડતા સમજે. રદ જેમના વિવેજ્યુચન ઉઘડ્યાં છે તેને જ ખરા જાગ્રત સમજે. ૨૭ જેમના વિવેચન મચાયેલા હોય તેને જ ખરા ઊંઘતા સમજે. ૨૮ ચોવન, લક્ષ્મી અને આયુષ્ય ક્ષણિક છે એમ સમજી તેનાથી બની શકે તેટલે લાભ લઈ લેવા પ્રમાદ તજી, ચીવટથી પ્રયત્ન કરે. ૨૯ ખરી શાન્ત–શીતળતા મેળવવા ઈચ્છતા જ હો તો કપવૃક્ષ સમાન સંત-મહાત્માઓની સેવા-ઉપાસના કરો.
SR No.022875
Book TitleLekh Sangraha Part 01
Original Sutra AuthorN/A
AuthorKarpurvijay Smarak Samiti
PublisherKarpurvijay Smarak Samiti
Publication Year1939
Total Pages358
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy