SearchBrowseAboutContactDonate
Page Preview
Page 145
Loading...
Download File
Download File
Page Text
________________ [ ૧૧૪ ] શ્રી કપૂરવિજયજી સંપૂર્ણ લક્ષપૂર્વક વાંચી કે સાંભળી, તેનું મનન કરી, સતુ સત્વને આદરી અને ત્યાગ કરે, ત્યાગ કરતાં શીખો, જેથી સર્વ દુઃખને સર્વથા અંત થવા પામે. ” ૧ અહિંસા, સત્ય, અસ્તેય, બ્રહ્મચર્ય અને અસંગતારૂપ મહાવ્રતને પાળતા અને અન્ય જીવોનો પણ ઉદ્ધાર કરવા નિઃપૃહપણે પ્રવર્તતા એવા સદગુરુના હિતવચનને તમે સાદર હૈયે ધરે. ૨ હિંસા, અસત્ય, ચેરી, વિષય-તૃષ્ણાદિક પાપસ્થાનકેથી જેમ બને તેમ સમજીને દૂર રહેવા પ્રયત્ન કરે. ૩ જેમ કંચનને કસી લેવામાં આવે છે અને નાણું પરખી પરખીને લેવાય છે, તેમ શિષ્ય થવા ઈચ્છનારે ગુરુની તેમ જ ગુરુએ શિષ્યની ભલી રીતે પરીક્ષા કરી ગ્યતા આથી ખાત્રી કરી લેવી જોઈએ, કે જેથી ઉભયને લાભ જ થવા પામે ગ્ય અયોગ્યની પરીક્ષા કર્યા વગર આંધળુકિયા કરવાથી બધા અનિષ્ટ પરિણામ ઉભયને આવે છે, તેમ નહિ થતાં શુભ જ પરિણામ આવે તેવી રીતે વિવેક ચક્ષુથી બરાબર તપાસ કરી ઉચિત પ્રવૃત્તિ કરવી જોઈએ. ૪ સંસારના મૂળભૂત અને સંસાર પરિભ્રમણને વધારનારા રાગદ્વેષરૂપ કષાયોનો ઉચ્છેદ કરવા અને દઢ મનથી વિષય-આસક્તિ તજી સમતારસમાં ઝીલવા સાવધાનપણે પ્રયત્ન કરો. ૫ યથાર્થ સમજ વગરની એકલી દ્રવ્યક્રિયા કરવાથી તેમ જ યથાર્થ ક્રિયા વગરના એકલા પાંગળા જ્ઞાનથી સિદ્ધિ થઈ શકશે નહિ. યથાર્થ જ્ઞાન અને ક્રિયા એ ઉભયના સંગથી જ મુક્તિ મળી શકશે.
SR No.022875
Book TitleLekh Sangraha Part 01
Original Sutra AuthorN/A
AuthorKarpurvijay Smarak Samiti
PublisherKarpurvijay Smarak Samiti
Publication Year1939
Total Pages358
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy