SearchBrowseAboutContactDonate
Page Preview
Page 9
Loading...
Download File
Download File
Page Text
________________ મનમાં આવતી કોઈપણ શંકાનું સમાધાન મેળવવા અથવા તે વિષયોને ઉંડાણથી સમજવા અથવા તેના વિષે વિશેષ જાણકારી મેળવવા આ પ્રસ્તાવના સંગ્રહ પુસ્તકને પોતાની રોજીંદી ઉપયોગી ચીજોની જેમ હંમેશા સાથે જ રાખવા જેવું છે. આ પુસ્તક હંમેશા ઉપયોગી બની રહેશે. નવકાર મંત્ર, સિદ્ધચક્ર, ઋષિમંડલ, પાર્શ્વનાથ ભગવાન, પદ્માવતી માતાજી તથા સાધુસાધ્વીની દિનચર્યા ઉપર વગેરે વગેરે અનેકવિધ વિષયોની જાણકારી આ પુસ્તકમાંથી જ મળી શકશે. પંડિત શ્રી ધીરજલાલ ટોકરશી શાહના નમસ્કાર મંત્રસિદ્ધિ પુસ્તકની પ્રસ્તાવના લખી આપવા માટે શ્રી ધીરુભાઈએ પૂજ્યશ્રીને વિનંતિ કરી. પૂજ્યશ્રીએ પોતાનાં કાર્યોની વ્યસ્તતા જણાવી ત્યારે પંડિતજીએ આગ્રહભરી વિનંતિ કરતાં કહ્યું કે આપની પ્રસ્તાવના મળશે તો મને ઘણો આનંદ થશે. પૂજ્યશ્રીએ ધીરુભાઈની વિનંતિ સ્વીકારી પ્રસ્તાવના લખી આપવાનું સ્વીકાર્યું. કાર્યોની વ્યસ્તતા તથા સમયના અભાવે પ્રસ્તાવના લખી શકાતી ન હતી. છેવટે ગોડીજીનાં ઉપાશ્રયમાં પોતાની રૂમને ચાર બાજુથી બંધ કરાવી કોઈને ખબર ન પડે તેમ અંદર બેસી પાંચ દિવસે એ પ્રસ્તાવના પૂરી કરી. પ્રસ્તાવના એટલી સુંદર લખાઈ હતી કે જ્યારે પ્રસ્તાવના પંડિતજીના હાથમાં સોપવામાં આવી ત્યારે પ્રસ્તાવના વાંચી પંડિતજી હર્ષથી નાચી ઉઠ્યા. આવી સુંદર પ્રસ્તાવના પોતાના પુસ્તકમાં તો મૂકી પરંતુ તેની બે હજાર નકલ વધારાની કઢાવી સૌને આપી. તેનાથી સમજી શકાય છે કે પ્રસ્તાવના કેટલી સુંદર લખાઈ હશે. તે આ પુસ્તકમાં છે. એક વખત અમદાવાદના વિદ્યાશાળાના ઉપાશ્રયમાં બિરાજમાન પ. પૂ. વયોવૃદ્ધ આચાર્ય શ્રી | સિદ્ધિસૂરિ બાપજીએ પૂજ્યશ્રીને કહ્યું કે યશોવિજય! હું આ ઋષિમંડસ સ્તોત્ર વરસોથી ગણું છું. મને આમાં આ શબ્દ સમાયુક્તો માટે શંકા છે, તો તું તપાસીને મને કહેજે ને કે ખરેખર શબ્દ કળ્યો છે. પૂજયશ્રીએ પણ એ વડીલ પૂજ્યશ્રીની વાતનો આદર કરી નવ મહિનામાં જુદા જુદા ભંડારોમાંથી ઋષિમંડલની સેંકડો પોથીઓ મંગાવી તેના ઉપર વિચારણા ચિંતન કરી અને જે સાચું લાગ્યું તે જણાવ્યું. આ રીતે ઋષિમંડલ સ્તોત્ર અને યત્ર શુદ્ધ થઈ જૈન સમાજને પ્રાપ્ત થયા. શ્રી સિદ્ધચક્રમાં પણ સંશોધન દરમિયાન સર્કરાલિંગ શબ્દ ઉપર શંકા હતી. ત્યાં આગળ તેનો અર્થ સાકર અને લવિંગ કરી અનાહતનાં પૂજન વખતે વિધિવાળાઓ અનાહતનું સાકર અને લવિંગથી પૂજન કરાવતા. આ વાત પૂજ્યશ્રીને ખટકતી કે પ્રાય: કોઈપણ એક પદનું પૂજન કોઈ આ પણ એક વસ્તુથી થતું. જ્યારે અહીંયા એક પદ માટે બે વસ્તુ? આનાં ઉપર વિચારણા કરતાં અને તે માટે નજર રાખતા અમદાવાદ પાંચકુવા પાસે રેકડીમાં અનાયાસે એક વસ્તુ ઉપર પૂજ્યશ્રીની નજર ગઈ અને તે વસ્તુ અંગે પૂછપરછ કરતાં જે પદ માટે જે વસ્તુનું નિર્દેશન કરાતું તેનો ખ્યાલ આવી ગયો કે અનાહત પદ માટે સર્કરાલિંગમ્ એટલે સાકર અને લવિંગ નહીં પરંતુ લિંગના આકારની સાકર. આ જ વસ્તુ અમદાવાદનાં એક બજારમાં પૂજ્યશ્રીને રેકડીમાં જોવામાં ન આવી અને આ વાત જ્યારે પૂજ્ય વડીલોને સમજાવવામાં આવી ત્યારે આ વિષયને સમજનાર છે છે એ વડીલ પૂજ્યશ્રી પૂજ્યશ્રીને અહોભાવથી જોતાં રહ્યા. એવી જ મહત્વની ત્રીજી વાત સવળાં ત્રણ છત્રની છે. હજારો વરસોથી ચાલી આવતી ગેરસમજ પૂજયશ્રીનાં ઉંડાણપૂર્વકના અને ભૂતકાળનાં હજારો વરસોનાં આલંબનો દ્વારા અને
SR No.022874
Book TitlePrastavana Sangraha
Original Sutra AuthorN/A
AuthorYashodevsuri
PublisherMuktikamal Jain Mohanmala
Publication Year2006
Total Pages850
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy