SearchBrowseAboutContactDonate
Page Preview
Page 88
Loading...
Download File
Download File
Page Text
________________ ******************* ******* સમભૂતલા પૃથ્વીથી) ઉપર છે અને અડધો ભાગ નીચે રહેલી સાતે નરકોના અન્તે છે. લોકમાં રહેલા આકાશ-અવકાશને લોકાકાશ કહેવાય છે અને તેથી લોકની બહારના આકાશ-અવકાશને અલોકાકાશથી ઓળખાવાય છે. લોકના આકારની લંબાઇ બધે એક સરખી છે નહિ, જે ચિત્ર ઉપરથી તમે સમજી શકો છો. ઉપરના ભાગે એક રાજ લંબાઇ પહોળાઇ જાણવી. બરાબર એક રાજ લાંબી પહોળી ચોરસ પોલી ભુંગળીની કલ્પના કરો અને એ ભુંગળીને પેરેલલ એટલે સીધી લાઇનથી શરૂ કરી એ લાઇનને સીધા સાતમા તળીયા સુધી લઇ જાવ. મનુષ્યલોક પાસે આ ભુંગળીના બે છેડા બરાબર લોકના કિનારે અડેલા દેખાશે. (જે પુસ્તકમાં ચિત્ર દ્વારા બતાવ્યું છે) ચોદરાજ લાંબી અને એક રાજ પહોળી જગ્યામાં એકેન્દ્રિયથી લઇ પંચેન્દ્રિય સુધીના-ટૂંકમાં કહીએ તો વિશ્વના તમામ જીવોનો વસવાટ તેમાં રહેલો છે. ચિત્ર સપાટ બનાવેલું છે પરન્તુ સાચી રીતે ચૌદરાજલોક સમચોરસ છે. આ લોકને ફરતું વિરાટ નહિ વિરાટથી અનેકગણું વિરાટ એવું આકાશ-અવકાશ રહેલું છે, જેને અફાટ, અપાર અને અનંત પણ કહી શકાય. લોકની બહાર રહેલા આ આદશને શાસ્ત્રકારોએ અલોક શબ્દથી ઓળખાવેલું છે. લોકથી ભિન્ન તે અલોક. જેની અંદર અસંખ્ય ચૌદરાજલોક સમાઈ જાય એવું આ અતિ વિરાટ આકાશ છે. આ આકાશ કેવળ પોલું-ખાલી છે ત્યાં એક પણ જીવ નથી એટલે ત્યાં જીવન નથી માત્ર શૂન્યાવકાશ છે. લોકના છેડા ઉપર ઊભો રહેલો કોઇ જીવ તદ્દન જોડાજોડ રહેલા એવા અલોકની અંદર આંગળી પણ લંબાવી શકતો નથી. ***************************** ********************** તેનું કારણ શું? તો જૈનધર્મમાં સંસારને ષડ્વવ્યરૂપ કહેલો છે. ૧. ધર્માસ્તિકાય ૨. અધર્માસ્તિકાય ૩. આકાશાસ્તિકાય ૪. પુદ્ગલાસ્તિકાય ૫. જીવ અને ૬. કાળ. આ છએ દ્રવ્યોથી આ ચોદરાજલોક ભરેલો છે. આ છએ દ્રવ્યો શાશ્વતા છે. આ છ પદાર્થોમાંથી કયારેય એક પણ ઘટતો નથી અને તેમાં નવો કોઇ ઉમેરાતો નથી. અનાદિ અનંતકાલ સુધી જેવા છે તેવા જ રહે છે, જડ ચેતન પદાર્થો માટે છ દ્રવ્યો પર્યાપ્ત છે. આ લોક અનાદિકાળથી જેવો છે તેવો જ અનંતકાળ સુધી રહેવાવાળો છે. માત્ર ત્રિકાલજ્ઞાનીઓ જ પોતાના જ્ઞાન ચક્ષુથી તેને જોઇ શકે છે. લોક સદાને માટે સ્થિર અને શાશ્વત છે. છ દ્રવ્ય પૈકીના પહેલા અને બીજા એટલે ધર્માસ્તિકાય અને અધર્માસ્તિકાય આ બે દ્રવ્યો સમગ્ર લોકમાં વ્યાપીને રહેલાં છે. શાશ્વતા એવા ધર્માસ્તિકાય અને અધર્માસ્તિકાય આ બંને અદૃશ્ય દ્રવ્યોની કોઇ ઉપયોગિતા ખરી? આ બંને દ્રવ્યોની ઉપયોગિતા અસાધારણ છે. સમગ્ર વિશ્વ-બ્રહ્માંડમાં રહેલા તમામ જડ અને ચેતન પદાર્થોને ગતિ આપનાર અને એ પદાર્થોને સ્થિતિ-સ્થિર રાખનાર આ બંને દ્રવ્યો હોવાથી તેની અસાધારણ ઉપયોગિતા છે. ******************************************* આ વિશ્વમાં જીવોના હલનચલનમાં, તમામ ઘરો, કારખાનાંઓ, જંગલો, વનોમાં, હલનચલનની તમામ પ્રકારની જે જે ક્રિયાઓ અવિરત થાય છે અને એથી વિશ્વના જે પદાર્થો * આ રહસ્યમય અકળ વૈજ્ઞાનિક બાબત છે. વૈજ્ઞાનિકોએ આ રહસ્ય ખાસ જાણવું જરૂરી છે. ************** [u] ******************
SR No.022874
Book TitlePrastavana Sangraha
Original Sutra AuthorN/A
AuthorYashodevsuri
PublisherMuktikamal Jain Mohanmala
Publication Year2006
Total Pages850
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy