SearchBrowseAboutContactDonate
Page Preview
Page 86
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રશ્ન :–જૈન શાસ્ત્રોમાં વર્તમાન ભૂગોળ માટે કોઇપણ જાતનો ઉલ્લેખ છે ખરો? ઉત્તર :–આ માટેનો ઇસારા પૂરતો એક ઉલ્લેખ આચારાંગ નામના આગમસૂત્રની શીલાંકાચાર્ય કૃત ટીકા, પ્રકાશક આગમોદય સમિતિ, પૃષ્ઠ ૨૬૫-૨૬૬, સૂત્ર ૧૯૯, ત્યાં મતાંતર છે દ આપતાં ટીકાકારે લખ્યું છે કે-“ભૂગોતઃ પાંવત્ મતન-નિત્યં વનનેવાડતે, હિતુ વ્યવસ્થિત કે ” ભૂગોળ-પૃથ્વી હંમેશા ફરતી છે અને આદિત્ય-સૂર્ય વ્યવસ્થિત-સ્થિર છે. આટલી જ નોંધ : E મળે છે, પણ પૃથ્વી સ્થિર છે એ વાત સાચી છે કે પૃથ્વી ફરે છે તે વાત સાચી છે? એ અંગે કશો નિર્ણય તો આપ્યો નથી પણ કંઇપણ ચર્ચા કરી નથી. ભૂગોળ વિષયમાં આ એક જ ઉલ્લેખ હું અત્યન્ત મહત્ત્વનો છે. સાતિશય જ્ઞાનીઓ થઈ ગયા, દેવતા પ્રસન્ન એવા આચાર્યો પણ થઈ ગયા 2. પરંતુ આ બાબતમાં જવાબ કેમ મેળવ્યો નહિ હોય? પરિણામે સેંકડો વરસોથી આપણી મુંઝવણ રોડ ઊભી રહી છે, અને ઉગતી યુવાન પેઢીની શ્રદ્ધાને નબળી પાડી રહી છે. કે નવાઇની વાત એ છે કે શીલાંકાચાર્યજીએ પૃથ્વીને અન્ય મતે ગોળ જણાવી અટકી ગયા, 3. જરાપણ નુકતેચીની ન કરી. શું એમની સામે પણ એવાં કારણો હશે કે સ્પષ્ટ કંઈ લખી તે શકયા નહીં. પ્રસ્તાવનાના ૫૧માં પેઇજ ઉપર ખુલાસો આ નામના મથાળા નીચે નિરંજનભાઇએ | એક અંગ્રેજીમાં પુસ્તિકા બહાર પાડી એવી જે વાત લખી છે તે પુસ્તકનું નામ SUPER BLACK HOLE છે, અને ગુજરાતીમાં જે અનુવાદ બહાર પડયો છે તેનું નામ શ્યામ-ગર્ત અવકાશી તમસ્કાય પ્રદેશ રાખ્યું છે. તેના કવર પેઇજ ઉપર ભારતીય જૈનધર્મની પ્રાર્ ઐતિહાસિક શોધ એમ છાપ્યું છે. બંને આવૃત્તિઓમાં સંગ્રહણી ગ્રન્થમાં છાપેલાં મારાં કેટલાંક ચિત્રો પણ તેમાં છાપીને મૂક્યાં છે. જે કાર્યની પાછળ કારણનો ખ્યાલ આવે તો સમાધિ ટકી જાય પણ જે કાર્યની પાછળ પરિણામનો ખ્યાલ ન આવે તો તેની સમાધિ ટકતી નથી. જીભ તો જન્મના પહેલા દિવસે જ મળી જાય છે પણ એના સદુપયોગની કળા આખો જન્મારો વીતવા છતાં કેટલાંયને પ્રાપ્ત થતી નથી. = ============sease: [૫૭] cecastesselsec========
SR No.022874
Book TitlePrastavana Sangraha
Original Sutra AuthorN/A
AuthorYashodevsuri
PublisherMuktikamal Jain Mohanmala
Publication Year2006
Total Pages850
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy