SearchBrowseAboutContactDonate
Page Preview
Page 842
Loading...
Download File
Download File
Page Text
________________ e તારાઓ વડે જૈમ ચંદ્ર વીટાએલો છે, તેવી રીતે ભટો, છાત્રો, વાદીઓ અને પંડિતજનો વડે તેઓશ્રી પરિવર્યા હતા. અર્થાત્ તેમના સ્વાગતમાં તેઓ સાથે હતા. શ્રીયશોવિજયજી ભવ્ય જીવો રૂપી ચકોરોને આનંદ કરાવવામાં ચંદ્ર સરખા અને વાદી રૂપ ગરુડોને વશ કરવામાં વિષ્ણુ સરખા હતા. (૩) ગ્રહણ કરતા યાચકો ને ચારણોના સમુદાયથી સ્તુતિ-પ્રશંસા કરાતા, ઉત્તમ અર્ધ (પૂજન) સકળ સંઘ-સમુદાયથી વીંટાએલા [ અમદાવાદની રતનપોળનાં નાકે આવેલી ] નાગપુરીય સરાહ (હાલમાં નાગોરી સરાઈ છે.) માં પધાર્યા. (૪) આથી આ અજોડ પંડિતની ઉજ્વલ કીર્તિ પ્રત્યેક દિશામાં ફેલાઈ ગઈ અને (અમદાવાદની) રાજસભામાં તેમની થતી પ્રશંસાને મહોબતખાને સાંભળી તેથી ગૂર્જરપતિ (સૂબા) મહોબતખાનને પંડિતવર્ય શ્રી યશોવિજયજીને જોવાની તીવ્ર હોંશ જાગી અને સૂબાખાનની વિનંતિથી (બુદ્ધિની મહત્તાનાં સૂચક) તેમણે ‘અઢાર અવધાન’ સાધી બતાવ્યાં. (૫-૬) નવાબ-ખાન જ્ઞાની ગુરુની જ્ઞાન-શક્તિથી ખુશી થયો, તેઓશ્રીની બુદ્ધિનાં વખાણ કર્યાં, અને મહા આડંબરથી વાજતે-ગાજતે સ્વ સ્થાનકે પધાર્યા. (૭) આથી જૈનશાસનની ઉન્નતિ થઈ અને તપાગચ્છની શોભા ખૂબ વધી. આ પંડિત ચોરાસી ગચ્છના સાધુઓમાં અક્ષોભ-કોઈથી ક્ષોભ ન પામે તેવા છે, એમ સર્વ લોકો કહેવા લાગ્યા. (૮) અમદાવાદના શ્રી સંઘે શ્રી વિજયદેવસૂરિ ગચ્છનાયકને હાથ જોડી અરજ કરી કે ‘બહુશ્રુત’ શ્રી યશોવિજયજી કે જેમની હોડ કોઈ કરી શકે તેવું નથી. તેથી તેઓ (પંચપરમેષ્ઠી) ના ચોથા (ઉપાધ્યાય) પદે સ્થાપન કરવા યોગ્ય છે. (૯) તપગચ્છાધિપતિ શ્રીવિજયદેવસૂરિજીએ પોતે, એ વાત જાણીને મનમાં ધારી લીધી. ત્યારબાદ પંડિત શ્રીયશોવિજયજીએ સંસારના સંતાપોનું ઉચ્છેદન કરવા માટે ‘સ્થાનક’ (વીશ સ્થાનક નામનું) તપ વિધિ-પૂર્વક આદર્યું. મોક્ષની સાધનાના ધ્યેયથી શુદ્ધ માર્ગથી ભીંજાએલા આ મુનિશ્રી સંયમની નિર્મળતામાં ચઢ્યા હતા. તે વખતે જયસોમ આદિ પંડિત-મંડલી તેમનાં નિર્મળ ચરણોની સેવા કરતા હતા. (૧૦-૧૧) વિધિ-પૂર્વક વીશ સ્થાનકનું તપ આરાધ્યા પછી તેનાં પ્રત્યક્ષ ફલરૂપે તેમને વાચક-ઉપાધ્યાયપદવી સંવત ૧૭૧૮ માં (ગચ્છપતિ) શ્રીવિજયપ્રભસૂરિજીએ આપી. (૧૨) આ વાચક-ઉપાધ્યાય શ્રીયશોવિજય જગતમાં જયવંતા યશનામી થયા. તેઓ ખરેખર બૃહસ્પતિના અવતાર સમા હતા. શ્રીકાંતિવિજયજી કહે છે કે આ સુજસવેલીને સાંભળતાં હંમેશા જય જયકાર થાય છે. (૧૩) ઢાલ ચોથી કર્તા શ્રીકાંતિવિજયજી કહે છે કે હું શ્રીયશોવિજયવાચકના ગુણના વિસ્તારોને પામી શકું eneocene [293] CARO *;
SR No.022874
Book TitlePrastavana Sangraha
Original Sutra AuthorN/A
AuthorYashodevsuri
PublisherMuktikamal Jain Mohanmala
Publication Year2006
Total Pages850
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy