SearchBrowseAboutContactDonate
Page Preview
Page 840
Loading...
Download File
Download File
Page Text
________________ સં. ૧૬૯૯ માં રાજનગર—અમદાવાદમાં સંઘ સમક્ષ સુજ્ઞાની શ્રીયશોવિજયે આઠ ‘મહા અવધાન’કર્યાં. (૧૫) વખતે શ્રીસંઘના એક અગ્રણી શાહ ‘ધનજી સૂરા' હતા તેણે ગુરૂ શ્રીનયવિજયજીને આ પ્રમાણે વિનંતિ કરી કે “આ [શ્રીયશોવિજયજી મહારાજ] વિદ્યા-જ્ઞાન મેળવવાને યોગ્ય પાત્ર છે એમને ભણાવવામાં આવે તો) આ બીજા હેમાચાર્ય થાય તેમ છે.” (૧૬) જો કાશી જઈ છએ દર્શનના ગ્રંથોનો અભ્યાસ કરે તો કામ પડ્યે શ્રીજિનમાર્ગને ઉજ્વલ કરી દેખાડે તેવા છે. (૧૭) શાહ ધનજીભાઈનાં વચનો સાંભળીને સદ્ગુરૂદેવે જણાવ્યું કે ‘કાશી જઈને ભણવાનું કાર્ય ધન-લક્ષ્મીને આધીન છે, કારણ કે વિના સ્વાર્થે અન્ય મતિઓ પોતાનાં શાસ્ત્રોનું જ્ઞાન આપતા નથી.' (૧૮) આ ‘સુજસવેલી’ કાવ્યના રચયિતા શ્રીકાન્તિવિજયજી કહે છે કે જ્ઞાની પુરુષોના ગુણોનું કથન કરતાં મારી જિહ્વા નિર્મલ થઈ, અને આ સુજસવેલી કાવ્યને સાંભળતાં સઘળા ગુણોની પુષ્ટિ થાય છે. (૧૯) ઢાલ બીજી ગુરુજીનું વચન સાંભળીને ગુણી શ્રાવક શાહ ધનજી સૂરાએ મનના ઉત્સાહ પૂર્વક કહ્યું કે રૂપા નાણાંની બે હજાર દીનારનો હું ખર્ચ આપીશ અને પંડિતનો તથાવિધિ-યથાયોગ્ય રીતે વારંવાર સત્કાર પણ કરીશ. (૧) માટે મારી એવી ઇચ્છા છે કે તે તરફ જઈને તમે ભણાવો. આ સાંભળી સૂર્ય જેવા તેજસ્વી ગુરુએ કાશી તરફ વિહાર કર્યો, અને તે શ્રાવકે હુંડી કરી (લખી). તેથી ગુરૂરાજે તે શ્રાવકનો ભક્તિગુણ કળી લીધો, અને પાછળથી સહાય અર્થે (નાણાં મળી શકે માટે) તે હુંડીને કાશી મોકલી આપી. (૨) કાશી દેશની વારાણસી નગરી છે, જે ક્ષેત્રના ગુણ-મહિમાને લક્ષ્યમાં લઈને જ્યાં સરસ્વતીદેવીએ પોતાનો વાસ કર્યો છે. ત્યાં તાર્કિક-કુલમાં સૂર્ય સરખા ષટ્કર્શનના અખંડ રહસ્યને જાણનાર એક ભટ્ટાચાર્ય હતા કે જેની પાસે સાતસો શિષ્યો મીમાંસા આદિ દર્શનોનો અભ્યાસ વિદ્યાના રસપૂર્વક કરતા હતા. તેમની જ પાસે શ્રીયશોવિજયજી પોતે ઘણાં પ્રકરણો ભણવા લાગ્યાં. ન્યાય, મીમાંસાવાદ, સુગત (બૌદ્ધ), જૈમિની, વૈશેષિક આદિના સિદ્ધાન્તો સાથે ચિંતામણિ જેવા ઉત્કટ ન્યાય ગ્રન્થોનો પણ અભ્યાસ કર્યો. જેથી વાદીઓના સમૂહથી ન જીતી શકાય તેવા અને પંડિતોમાં શિરોમણિ થયા. તેમણે સાંખ્ય અને પ્રભાકર ભટ્ટ [પૂર્વમીમાંસા] નાં મહાદુર્ગમ (સૂત્રનાં) મત-મતાંતરોની રચનાનો અભ્યાસ કરી જિનાગમ-સિદ્ધાંતો સાથેનો સમન્વય પણ કરી લીધો. (૩-૪-૫), QQQ[૮૧૧] QQQ ૧૦૩
SR No.022874
Book TitlePrastavana Sangraha
Original Sutra AuthorN/A
AuthorYashodevsuri
PublisherMuktikamal Jain Mohanmala
Publication Year2006
Total Pages850
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy