SearchBrowseAboutContactDonate
Page Preview
Page 84
Loading...
Download File
Download File
Page Text
________________ જંબૂદ્વીપના ભરતક્ષેત્રમાં દરિયો છે એવું કદી જાણ્યું કે વાંચ્યું નહિ હોય અને દરિયો છે કે નહિ ને તેની કદાચ શંકા પણ થઈ નહીં હોય. વિદ્યાર્થીને પ્રશ્ન પૂછશું તો એમ જ કહેશે કે અમે કઈ તે જાણતા નથી, તો આપણી ધરતી ઉપર અનાદિકાળથી દરિયો નહોતો. જો એ વાત સર્વથા સાચી જ હોય તો તે આવ્યો કયાંથી? ત્યારે આ અંગેનો ઉલ્લેખ માત્ર એક “શત્રુંજય મહાભ્ય' ગ્રન્થમાં માં નોંધાયેલો જોવા મળે છે. શ્રી ઋષભદેવ ભગવાનના વખતમાં નિયમ મુજબ જંબુદ્વીપને ફરતો લવણસમુદ્રનો દરિયો હતો જ પણ જંબૂદ્વીપના કિલ્લાના તોતીંગ દરવાજાને તોડીને લવણસમુદ્રનો પ્રવાહ જંબૂદ્વીપમાં પ્રવેશ કરી શકે તેમ ન હોવાથી દરિયાનું અસ્તિત્ત્વ જંબુદ્વીપમાં હોય જ કયાંથી? પણ બીજા શ્રી અજીતનાથજી તીર્થકરના સમયમાં સગરચક્રવર્તી થયા. સૌરાષ્ટ્રમાં આવેલા શત્રુંજય તીર્થનું રક્ષણ કરવા માટે સમુદ્રદેવનું આરાધન કરી પ્રત્યક્ષ કર્યા અને દેવને આજ્ઞા કરી, એક એ દેવે લવણસમુદ્રની એક નહેરને જંબૂની જગતી-કિલ્લા નીચેથી જંબુદ્વીપમાં દાખલ કરી ત્યારે નહેરના પાણીનો જબરજસ્ત પ્રવાહ ભરતક્ષેત્રમાં એવો ફરી વળ્યો કે ભરતક્ષેત્રની ભૂગોળ : વ્યવસ્થાને ઘણી જ હાનિ પહોંચી. બીજી બાજુ ભારતની ઉત્તરમાં તે વખતના તીર્થરૂપ અષ્ટાપદ પર્વત પાસે પણ દરિયો હતો એ વાત ત્રિષષ્ટિશલાકા ગ્રન્થમાં આવે છે. હિમાલયની જગ્યાએ જ દરિયો હતો એમ વૈજ્ઞાનિકો કહે છે, આથી ભૌગોલિક પરાવર્તનો કેવાં થતાં હોય છે તેનો ખ્યાલ આવશે. ત્રિષષ્ટિ બારમી સદીનો ગ્રન્થ છે. આજના વૈજ્ઞાનિકોની બીજી વાત જણાવું અહીં કહેવાતી વાત પણ ૯૯ ટકા લોકો જાણતા નથી હોતા. જાણવાની જરૂરિયાત પણ શું ? હોય? દુનિયામાં હોય એટલું બધું જ જાણવું જરૂરી છે એવું થોડું છે. ભૂગોળના રસિકો હોય છે તેને રસ હોય, બીજાને શું રસ હોય? વૈજ્ઞાનિકોએ આ ધરતી ઉપરના બધા ખંડોનો ખૂબ ઊંડો છે અભ્યાસ કર્યો. પહાડો, ખડકો, નદીઓ, જંગલો તેમજ બીજા અનેક સ્થળે જાતજાતના પ્રયોગો પર ૯ કરીને માહિતીઓના ઢગલા ભેગા કર્યા, પછી તેની તારવણી કરી અને એક નકશો બહાર પાડયો. તે નકશામાં એમને એશિયા, આફ્રિકા, યુરોપ ખંડને જોડેલા બતાવ્યા. એ નકશાને તેમને ગૌડવાના* પ્રદેશ” એવું નામ આપ્યું. આ નકશો જોઇએ તો હિન્દુસ્તાનમાંથી પગપાળા તમે લંડન, યુરોપ, રશિયા બધે જઈ શકો, એનો અર્થ એ થયો કે આ બધા ખંડો વચ્ચે દરિયો હતો કે નહિ. ભારતના નકશામાં જે સૌરાષ્ટ્ર છે, એનો ભાગ જે બહાર નીકળેલો છે, એટલો જ ભાગ * દક્ષિણ ધ્રુવ વિસ્તારમાં બરફના જંગી પહાડો નીચે અને બીજો શોધ કરતાં વૈજ્ઞાનિકોએ જાહેર કર્યું કે બે કરોડ વર્ષ પહેલાં ભારત, દક્ષિણ આફ્રિકા, ઓસ્ટ્રેલિયા, દક્ષિણ અમેરિકા વગેરે પ્રદેશો વિશાળ ભૂભાગથી જડાએલા હતા અને તે પ્રદેશને વૈજ્ઞાનિકોએ “ગોડવાના મહાખંડ' નામ આપ્યું હતું. essessessessesselsee [ પપ ] = = === ====== s
SR No.022874
Book TitlePrastavana Sangraha
Original Sutra AuthorN/A
AuthorYashodevsuri
PublisherMuktikamal Jain Mohanmala
Publication Year2006
Total Pages850
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy