SearchBrowseAboutContactDonate
Page Preview
Page 830
Loading...
Download File
Download File
Page Text
________________ ચાંપસી :– હોય છે. માટે મારી આ ધન સંપત્તિ કે જે પરિણામે ચંચળ ને નાશવંત ગણાય છે છે. એનો ઉપયોગ, આવા મહાન પુણ્યના કાર્યમાં નહીં થાય ત્યારે ક્યારે થશે? અમારા વિમળશાહ, જગડુશાહ, વસ્તુપાળ, તેજપાળ, જેવા મંત્રીશ્વરો અને ભામાશા મંત્રી જેવા ધર્મવીર પૂર્વજોએ પણ દુષ્કાળના વખતમાં દેશ માટે જ પોતાની અઢળક સંપત્તિનો ઉપયોગ કરી ઠેર ઠેર દાનશાળાઓ અને !'. અનશાળાઓ ખોલી જાત જાતના ભેદભાવ વિના સમસ્ત પ્રજાને જીવાડીને, મહાન પુન્ય બાંધ્યું હતું. તે સાથે સાથે દેશની મહાન સેવાઓ પણ કરી હતી, તો તેના વારસદાર તરીકે હું પણ જનસેવા કેમ ન કરૂં? જનસેવા એજ પ્રભુ છે. સેવા કારણ કે પ્રજા જીવતી હશે તો પ્રભુ ભજીને પોતાનું કલ્યાણ કરશે. તો , જોઈએ તેટલું આ બધું જ ધન ઉઠાવો. વાપરો કોઈપણ વાતે ગભરાવાની જરૂરત છે નથી, આતો “શાહ” અટક કાયમ રાખવાનો સવાલ છે! તે સર્વને જમાડો અને , જીવાડો, આપણે શું અમસ્તા “શાહ” કહેવાતા હોઈશું? (હસે છે) ; બરાબર છે, બરાબર, ભાઈઓ, હવે પ્રવાસે આગળ વધવાની કંઈ જ જરૂર છે નથી, આવતીકાલથી જ ગામે ગામ, નગરે નગર અને શહેરે શહેરોમાં લોકોને !'. જોઈતી અનાજની વ્યવસ્થિત રીતે. ન્યાત, જાત, કે કોઈપણ જાતના ભેદભાવ છે સિવાય દરેકને મળતી રહે એ રીતની કાર્ય પ્રણાલી શરૂ કરવી જોઈએ. તે સાથે બીજો પ્રશ્ન, ગુજરાતનું પશુધન, કે જેના પર દેશની આબાદીનું ભાવિ સંકળાયેલું છે. પશુ સાથે પશુ તુલ્ય મહેનત કરી ધરતીને ધ્રુજાવતો ખેડૂત, કે જે વર્ષોથી અવિવેક, નિરક્ષરતા, અને ખોટા રીત રિવાજોના ચીલે ચાલી.. બંધને બંધાઈ, જે લાચાર પોતે છે બન્યો, ઉત્પન્ન કરી અમૂલ્ય દ્રવ્યો, જે સદા રડતો રહ્યો, સંતોષ-સતુપુરુષાર્થ-કીમત કલાની ચૂકવાય ના, એ વસુધાનો વ્હાલસોયો, દીકરો ભૂલાય ના. બારોટજી! કોઈને પણ અસંતોષ નહીં રહે. વીતરાગ ભગવાનની સત્કૃપાથી સહુ સારા વાનાં થશે હોં? જરૂર...જરૂર, ખીમચંદ શેઠ! મારી તમને એક વિનંતિ છે, અને તે એ જ કે તમારે અમારી સાથે અમદાવાદ આવવું પડશે. મારે? મારું ત્યાં વળી શું કામ છે? એ જવાબ હું આપું. અમારે શાહને બતાવી આપવું છે કે, ગુજરાતમાં એક “શાહ” વાણિયો છે. જ્યારે બીજો શાહ-બાદશાહ છે. તમને વાંધો શું છે? સાથો સાથ રસ્તામાં આનંદ આવશે. સોભાગ :– પાનાચંદ :– ચાંપસી :– ખીમચંદ – છે. બંબ :- કે ચાંપસી :- ૧૦૧
SR No.022874
Book TitlePrastavana Sangraha
Original Sutra AuthorN/A
AuthorYashodevsuri
PublisherMuktikamal Jain Mohanmala
Publication Year2006
Total Pages850
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy