SearchBrowseAboutContactDonate
Page Preview
Page 825
Loading...
Download File
Download File
Page Text
________________ બંબ :– કાશી : એ બાપલા? જો આવા વિચાર અમે કરવા બેસીએ, તો લોક સહુ ભેગું મળે, તો જરા આઘા રહેજો બાપલા! અમારે તો જેમ પાણીમાં કમળને મોઢામાં જીભ રહે એ રીતે જ રહેવું જોઈએ. (નસાસો નાંખી) હશે ભાઈ, પણ ભવિષ્ય એક યુગ એવો જરૂર આવશે કે ભૂતકાળને ભૂલી, વર્તમાનને બાજુ પર મૂકી, માનવતાનો કોઈ પ્રખર ઉપાસક, તમારા પ્રત્યે માનવતાભર્યો વરતાવ કેળવવા જરૂર પ્રયત્ન કરશે. એ વખત આવશે ત્યારની વાત ત્યારે, બાકી અત્યારે તો બાપલા અમારી હાલત ઘણી જ ખરાબ છે. દિવસ આખો મહેનત મજૂરી કરીએ છતાં, સાંજ ન પડે પેટ પૂરતો રોટલોય અમને મળતો નથી, વળી શાહુકારો, અમારા છે, પડછાયાથી પણ અભડાઈ જાય છે, એટલે પૂરતી મજૂરી પણ અમને ક્યાંથી ) મળે? એ તો બાપલા.....આ દુષ્કાળનો વખત છે, કંઈ નહીં તો રોજના i દસથી પંદર માણસ ભૂખમરાથી મરે છે. એટલે અમારૂં શાસન ચાલે છે, વળી એક તરફ ગાયો ભેસો પણ બિચારી પૂરતા ખોરાક વગર ટળવળી જીવ ખોવે છે. આ બધું બાપલા....ભગવાન રૂલ્યો નથી તો બીજું શું છે? ભાઈ, એનું જ નામ કર્મની લીલા. જે જ્ઞાની જનને બાંધતી, નિજ પ્રભાવે માયા, ત્યાં મૂર્ખ માનવ શું કરે છે બદલતી માયા, (બેઉનું પોત પોતાને માર્ગે જવું) છે હવે પછીનો પ્રસંગ, મહાજનો પાટણ આવી ગયેલ છે તેમજ કેટલાક દિવસ રોકાઈ, પોતાનું કાર્ય પૂરું કરી ચૂક્યા છે, હવે પાટણથી ધોળકા ધંધુકા તરફ જવાના નિર્ણય પર છે, બબ : નોંધ : (પ્રવેશ-૬) સ્થળ-પાટણ, નગરશેઠ કાન્તિચંદનું મકાન ચાં. મહેતા – (વાતો કરતા કરતા પ્રવેશોભાઈ કાન્તિ? તું આવો વિવેકી અને પર બહુ હોય, એમાં કાંઈ નવાઈ નથી, તારા પિતાનો અને મારો સંબંધ તો બહુ જ મિત્રતાભર્યો હતો, ભાઈ? એ સંબંધને સાચવવાની દરેક આવડત છે, તારામાં જોઈ મને ખરેખર બહુ જ આનંદ થાય છે. સોભાગ:- હા જ તો શેઠ! આનું જ નામ ખાનદાની!
SR No.022874
Book TitlePrastavana Sangraha
Original Sutra AuthorN/A
AuthorYashodevsuri
PublisherMuktikamal Jain Mohanmala
Publication Year2006
Total Pages850
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy