SearchBrowseAboutContactDonate
Page Preview
Page 81
Loading...
Download File
Download File
Page Text
________________ ********************************************* * * * * * * * * *********** જ્ઞાનભંડારોમાં સંગ્રહણીની સચિત્ર પ્રતો ૧૦૦-૧૨૫થી વધુ નહિ હોય અને ચિત્ર વિનાની પ્રતોનું પ્રમાણ અંદાજે ૨૫૦-૩૦૦ હશે ખરૂં. મેં સંગ્રહણીની સચિત્ર ત્રીસેક પ્રતિઓ જોઇ હશે. ચિત્રોનું પ્રમાણ પચીસેકથી લઇને ૪૦-૪૫ આસપાસનું હોય છે. સંગ્રહણીની ઉત્તમ સારા ચિત્રોવાળી ૮-૧૦ પ્રતિઓને છોડીને બાકીની સચિત્ર બધી પ્રતિઓનાં ચિત્રો સામાન્ય ચિત્રકારોએ દોર્યા હોય એવાં ગ્રામીણકલાનાં હતાં. આ ચિત્રો લગભગ આંખને ન ગમે એવાં, વળી પ્રમાણભાન વિનાનાં, ગાથાનો અર્થ કંઇ હોય અને ચિત્ર જુદી રીતે જ બનાવ્યું હોય, કેટલાંક ચિત્રો મોં માથા વિનાનાં, વિચિત્ર રીતે ચીતરેલાં જોઇને કયારેક અત્યન્ત ખેદ થાય, અને કહેવાનું મન થાય કે શું કામ આવાં ચિત્રો ચીતરાવ્યાં હશે, એમ કેમ બન્યું હશે? જૂના વખતમાં આપણે ત્યાં ચિત્રકલાના મહત્ત્વના પ્રસ્પેકટીવ કે પ્રપોશન વગેરે સિદ્ધાન્તોનું જ્ઞાન લગભગ ન હતું. લાઇટ-શેડનું જ્ઞાન ઓછું હતું એટલે જે વસ્તુ જેવી બતાવવી હોય તેવી બતાવી શકતા ન હતા. *************** કહેવાની વાત એ કે ચિત્રો બનાવવા માટે પ્રાચીન ચિત્રોનો આધાર લેવાની વાત હતી જ નહિ. મેં મારા ચિત્રો મારી ચિંતનાત્મક બુદ્ધિનો ઊંડો ઉપયોગ કરી બનાવ્યાં હતાં. હા, જ્યાં જરૂર પડી ત્યાં મારા ગુરુદેવ કે મારા વિદ્યાગુરુ ચંદુલાલ માસ્તરની સલાહ લેતો. બાકી પ્રતોમાંથી તો અનુકરણ કરવા જેવું કે લેવા જેવું લગભગ કશું જ નથી. આ બીજી આવૃત્તિમાં મૂકેલાં મારાં ચિત્રો મેં મારી કલ્પનાશક્તિ, બુદ્ધિ અને બીજા ઘણા અનુભવોથી કરાવ્યાં છે. આ બીજી આવૃત્તિમાં જે ચિત્રો મૂકવામાં આવ્યાં છે તે સં. ૨૦૦૩માં જાણીતા ડભોઇના કુશળ ચિત્રકાર રમણલાલને વડોદરા કોઠીપોળના જૈન જ્ઞાનમંદિરમાં રાખીને મારા ક્ષયોપશમ પ્રમાણે ખૂબ ખૂબ ચિંતન, મનન અને મંથન કરીને સેંકડો વરસના ઇતિહાસમાં થવા ન પામ્યાં હોય એવાં ચિત્રો તૈયાર કરાવ્યાં હતાં. એ વખતે સંગ્રહણીની પહેલી આવૃત્તિની બુકો ખપી જવા આવી હતી. સં. ૧૯૯૫માં પ્રસિદ્ધ થયેલી સંગ્રહણી સં. ૨૦૦૫ આસપાસમાં વેચાઇ ગઇ. બીજી છપાવ્યા વિના ચાલે તેવું ન હતું. હંમેશા ચિત્રો કરવાનું કામ ઘણો સમય માંગી લે તેવું અને કપરું હોવાથી એ કામ મેં મુદ્રણ પહેલાં જ કરાવી લીધું. ******************************************************* આ ચિત્રોની ડિઝાઇનના બ્લોકો મુંબઇમાં સં. ૨૦૧૫માં કરાવી લીધા હતા. કેમકે એ જ સાલમાં પુસ્તક બહાર પાડી શકશું એવી પૂરી ધારણા હતી પરંતુ ભાવનગરનો મહોદય પ્રેસ એકાએક વેચાઇ જતાં ફર્મા ગોડાઉનમાંથી પાછા મેળવવામાં ખૂબ સમય ગયો. પછી ઘણાં ઘણાં અંતરાયો નડતા રહ્યા. મુંબઇમાં મારાં નવાં ચિત્રો જોવા માટે તેરાપંથી સમાજના ઘણા સંતો આવી ગયા. પાલીતાણામાં તપાગચ્છના વિવિધ સમુદાયના કેટલાક સાધુઓ પણ જોઇ ગયા. તેરાપંથીના સાધુઓ તો મારા ચિત્રોની ડિઝાઇન જોઇને ભારે મુગ્ધ બની ગયા, તેઓએ કહ્યું કે આવું કામ અમોએ કદી જોયું નથી. હજારો વરસના ઇતિહાસમાં ભૂગોળ ખગોળને લગતાં આવાં ચિત્રો પ્રથમ જ જોઇએ છીએ. અમે તો સાંભળીએ છીએ કે આપ જાહેર જીવનમાં ખૂબ વ્યસ્ત રહો છો. બીજાં ઘણાં કામોમાં રોકાણ હોય ત્યારે આપ કયારે આ કામ કરી શક્યા હશો. ત્યારે મેં કહ્યું કે આ કામ તો સં. ૨૦૦૬ની આસપાસમાં પંદર વર્ષ પહેલાં થયેલું, ત્યારે તો તેઓને પાર વિનાની નવાઇ લાગી. **************** [ 42 ] *****************
SR No.022874
Book TitlePrastavana Sangraha
Original Sutra AuthorN/A
AuthorYashodevsuri
PublisherMuktikamal Jain Mohanmala
Publication Year2006
Total Pages850
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy