SearchBrowseAboutContactDonate
Page Preview
Page 809
Loading...
Download File
Download File
Page Text
________________ ZZZZ IZ ઉપર પહોંચી શકાય છે. સ્કૂલમાં પણ ૧૪ કલાસ હોય છે એ કલાસ દ્વારા અંતિમ સોપાને પહોંચવાનું હોય છે તેમ આ ગુણસ્થાનકોનું શું છે. તેનો ટૂંકો જવાબ એટલો છે કે આત્મા ઉત્તરોત્તર કેટલો આગળ વધ્યો છે એને માપવાની પારાશીશી થર્મોમીટર છે કે સાધન છે. આ ચૌદ ગુણસ્થાનકોમાં આત્માની ત્રણ અવસ્થા બતાવી છે. તે અત્યારે વિગતવાર સમજાવવાનો સમય નથી. ત્રણ ભૂમિકા પૈકીની પહેલી બહિરાત્માવસ્થા એ પ્રારંભના ત્રણ ગુણસ્થાનક સાથે સંકળાયેલી અવસ્થા છે અને આ અવસ્થામાં જીવ સંસારના બાહ્યભાવોમાં ખૂબ રંગાઈ જતો હોવાથી એકથી ત્રણ ગુણસ્થાનકો તો જીવના બહિરાત્મભાવને જણાવનારા છે અને ચારથી બાર સુધીના ગુણસ્થાનકો જીવની અંતરાત્મદશાને જણાવનારા છે. એટલે કે એ જીવો સંસારમાં રાચીમાચીને કે રાજીખુશીથી રહેતા નથી. બધાનો ઉપભોગ કરવા છતાં પણ અંતરથી જળકમળવત્ ન્યારા રહે છે. આના માટે એ પ્રસિદ્ધ દૂહો છે કે સમકિતવંત જીવડો, કરે કુટુંબ પ્રતિપાલ, અંતર્ગત ન્યારો રહે, જીમ ધાવ ખેલાવત બાલ. એટલે કે સમ્યગ્દષ્ટિને એટલે કે સાચી દૃષ્ટિને વરેલો જીવ સંસારમાં રહે ખરો પણ સંસારમાં રમે નહી એટલે આ દૂહો કહે છે કે બીજી દશાને પ્રાપ્ત કરેલો જીવ છે તે પોતાની જાતને જાળવશે અને પોતાના કુટુંબને પણ જાળવશે પણ કુટુંબને જાળવતી વખતે ધાવમાતા જેમ બીજાના પુત્રને પોતાનો પુત્ર ન માનતા પરાયો પુત્ર સમજીને પાલન કરે છે તેની માફક પરિવારનું પાલન કરે છે. આ બાળક મારૂં નથી એમ સમજીને. અને છેલ્લા તેર અને ચૌદ આ બે ગુણસ્થાનક પરમાત્મદશાને જણાવનારા છે. આના ઉપરથી વાચકોએ બોધ-સાર એ લેવાનો છે કે અનાદિકાળથી સમગ્ર સંસારી જગત બહિરાભાવમાં રહીને સંસારસમુદ્રમાં ગોથા ખાઈ રહ્યું છે અને દીર્ઘસંસારી બની રહ્યું છે. જે જીવો ચોથા ગુણસ્થાનકથી આગળ વધતા રહ્યા છે એ જીવોનો બહિરાત્મભાવ ઉત્તરોત્તર એવો પતલો થતો રહે છે એટલે તેઓ બીજી ભૂમિકાને ઝડપથી પસાર કરી જાય છે અને તેરમા ગુણસ્થાનકમાં પરમાત્મા સ્વરૂપને પામે છે અને પરમાત્મસ્વરૂપમાં રહીને છેલ્લે ચૌદમા ગુણસ્થાનકનો કિંચિત્ સ્પર્શ કરી સિદ્ધ પરમાત્મા બની જાય છે. આ પ્રમાણે સંસારી આત્મામાંથી જીવ સિદ્ધ-પરમાત્મા કેમ બને છે તે બતાવ્યું છે એટલે જ કહેવાય છે કે આખરે તો આત્મા એ જ પરમાત્મા છે. ઘણીવાર તમને કોઈ પૂછે કે તમે કોના અનુયાયી છો. તે વખતે કોઈ કહેશે હું મહાવીરનો અનુયાયી છું. કોઈ કહેશે હું આદીશ્વરનો અનુયાયી છું. કોઈ કહેશે કે હું પાર્શ્વનાથ ભગવાનનો અનુયાયી છું. આ બધાયે તીર્થંકરો તમને એમ જણાવે છે કે તારે કોઈના અનુયાયી થવાનું શું કામ છે. તું જાતે ભગવાન જ બની જા, એટલે બીજા તારા અનુયાયી ભલે થાય તારે અનુયાયી થવાનું --> - [ ૭૮૦] ==>
SR No.022874
Book TitlePrastavana Sangraha
Original Sutra AuthorN/A
AuthorYashodevsuri
PublisherMuktikamal Jain Mohanmala
Publication Year2006
Total Pages850
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy