SearchBrowseAboutContactDonate
Page Preview
Page 805
Loading...
Download File
Download File
Page Text
________________ 永乐部 == રવિશંકરભાઈએ મારો ઉત્સાહ ઓસરી જાય એવી વાત મને કરી. એમણે કહ્યું કે કનૈયાલાલ મુન્શીનો જોરદાર કાગળ આવ્યો છે. અને પોતાની પરશુરામ કથાના લાંબા વખતથી અટકી પડેલાં ચિત્રો શરૂ કરી જલદી પૂરા કરવા માટે મને આગ્રહ કર્યો છે. મેં એમને થોડા વખત લંબાવવા પણ કહ્યું, પરન્તુ હવે તેઓ ધીરજ રાખે તેમ નથી, એટલે મારી આગળ રવિભાઈએ ખૂબ જ દિલગીરી સાથે નમ્રભાવે લાચારી વ્યક્ત કરી. એટલે બીજો મારા માટે કોઈ રસ્તો જ ન હતો, એટલે છેવટે એ કાર્ય ઉપર દુ:ખદ પૂર્ણવિરામ મૂકાઈ ગયું. આ પ્રતના ચિત્રો અને બોર્ડરો બંનેમાં નવીનતા અને વિશિષ્ટતા દર્શાવવાની ઈચ્છા મારી ખૂબ જ હતી. એ અંગેની બધી કલ્પનાઓ પણ મારા બ્રેન અને મગજના ફળક ઉપર આલેખાઈ ગઈ હતી. એની નોંધો પણ કરવા માંડી હતી એટલું જ નહિ પણ એ પ્રત ત્રણેક વર્ષમાં તૈયાર થઈ જશે એવી ધારણા પણ હતી. ૪૦ વરસ પહેલાં લાખેક રૂા. ના ખર્ચની અંદાજેલી આ યોજના હતી. આવી બહુમૂલ્ય પ્રત તૈયાર થઈ જાય એને કોઈપણ સ્થળમાં કે જાહેર સ્થળમાં રાખવી કે સહુ જોઈ શકે. એમ કરવામાં ન આવે અને જો ભંડારમાં કે તાળા કુંચીમાં જ રાખવામાં આવે ૐ તો આટલી બધી જહેમત ઉઠાવ્યાનો કોઈ અર્થ ન સરે. બીજી બાજુ જાહેર સ્થળમાં મ્યુઝીયમની જેમ શોકેશમાં મૂકવામાં આવે તો ચોરાઈ જવાનો પણ ભય એટલો જ ઝઝુમતો હતો. એને માટે મેં જડબેસલાક આયોજન એવું કરવાનું વિચારેલું હતું કે એ પ્રતની પોથી સહુ જોઈ શકે છતાં તે કોઈ ઉપાડી જઈ ન શકે. તેમજ એને રાખવાની મંજૂષા (પેટી) તોડી પણ ન શકે. પણ કમનસીબે ઉપર જણાવ્યું તે કારણે મારૂં આખું સ્વપ્ન ભાંગી ગયું અને મારા જીવનમાં કલાની એક સર્વોત્તમ અને ઐતિહાસિક કૃતિ સર્જવાના સદ્ભાગ્ય ઉપર પૂર્ણવિરામ મૂકાઈ ગયું. ચાલીસેક વર્ષ પહેલાં બનેલી એક નાનકડી છતાં વાચકો માટેની કંઈક જ્ઞાતવ્ય ઘટના અહીં પૂર્ણ કરૂં છું. ઘરમાં કલ્પસૂત્રની પ્રતિ રાખવા બાબત વાચકોને સૂચના લે. આચાર્ય યશોદેવસૂરિજી–મુંબઇ આ પ્રતિ વાચકો અને ખરીદ કરનારાઓને વિનંતી કે આવું ખરચાળ અને આંટીઘૂંટીવાળું પ્રકાશન જલદી તૈયાર થતું નથી માટે જૈનાચાર્યો, જૈન સાધુઓએ આ નવી છાપેલી પ્રતિ અનુકૂળતા હોય તેઓએ એકથી વધુ પ્રતિ ખરીદવાનું ચૂકવું નહીં. સંસારી સદ્ગૃહસ્થોને આ પ્રતિ વાંચવાની હોતી નથી, પણ આવું મહાન કલ્પસૂત્ર આખા ભારતમાં સર્વ રીતે આદરણીય હોવાથી આ કલ્પસૂત્ર દર્શન કરવા માટે, પૂજન કરવા માટે, ધૂપદીપ કરવા માટે તથા જ્ઞાનની ભક્તિ આરાધના વગેરે કરવા માટે ઘરમાં જરૂર વસાવી પધરાવી શકાય છે, દીવો-ધૂપ પણ રાખી શકાય છે. ફૂલ પણ ચઢાવી શકાય, અગર તેની આગળ પણ મૂકી શકાય અને તેનાથી વધાવી પણ શકાય છે. રોજ પાટલા ઉપર સ્વસ્તિક, ફળ, નૈવેદ્ય, સોનારૂપા નાણું ચઢાવી આનું વિશિષ્ટ રીતે બહુમાન ભક્તિ પણ કરી શકાય છે, zz z [ ૭૭૬ ] zzzzz s
SR No.022874
Book TitlePrastavana Sangraha
Original Sutra AuthorN/A
AuthorYashodevsuri
PublisherMuktikamal Jain Mohanmala
Publication Year2006
Total Pages850
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy