SearchBrowseAboutContactDonate
Page Preview
Page 800
Loading...
Download File
Download File
Page Text
________________ II I II I II I II ZZ હજુ આપણે ત્યાં લખવાની એક જ પદ્ધતિથી પ્રતિ તૈયાર થાય છે. પણ મારી ઇચ્છા વિવિધ ઢબથી બનાવીને એમાં અક્ષર લખવા અને એ રીતે આખી પ્રત તૈયાર કરાવવી અને એમાં સૂક્ષ્મ ચિત્રો અને ડિઝાઈન વગેરે મૂકવું એ રીતે હતી, પણ મારી તબીયત અને વિવિધ કાર્યભારના લીધે મારાથી થઈ શક્યું નથી. * શ્વેત અક્ષરમાં (પ્રાયઃ) પહેલી જ વાર છપાયેલી પ્રતિ આ સુવર્ણાક્ષરી પ્રતિ તૈયાર કરવાની સાથે સાથે આ પ્રોસેસની ખૂબીને કારણે સફેદ અક્ષરમાં પણ કલ્પસૂત્ર તૈયાર થઈ શક્યું છે. એ આપના માટે એક આનંદનો વિષય છે. આ કામ થઈ શક્યું તે જયેશભાઈની સુસમજને આભારી છે. જોનારાઓને આ એક નવી આકર્ષક પ્રિન્ટ લાગશે. મને વિશ્વાસ છે કે પહેલી જ વાર છપાતી શ્વેત અક્ષરોની પ્રતિ સહુને ગમશે. આ એક જોઈને આનંદ થાય તેવું કામ છે. પ્રોસેસ પદ્ધતિમાં પણ લાખો રૂપિયાનો ખર્ચ થવા પામ્યો છે. પણ કામ જોતાં લાગે છે કે એમ થવું તે સ્વાભાવિક છે. સુવર્ણાક્ષરી પ્રોસેસ કામની સોનેરી ચમક કેટલાં વર્ષો ટકશે? એના જવાબમાં કરાવનાર અનુમાનથી કહે છે કે જલદી ઝાંખી નહીં ” પડે, પણ હકીકતમાં જેનો મેં અનુભવ કર્યો ન હોય તેના માટે મારાથી શું કહી શકાય? 我 મારી ઉમ્મર ૮૪ વર્ષની થઈ છે, હવે મારી ધારણાનાં, મારા રસનાં, કલ્પનાનાં થોડાં ઘણાં શક્ય કાર્યો થઈ જાય તો મને આત્મસંતોષ રહે. તેથી આ સુવર્ણાક્ષરી પ્રતિની પ્રવૃત્તિ કરવા મન લલચાયું. છાપકામમાં કંઈ ક્ષતિઓ રહી ગઈ હોય તો સુધારી લેશો. વળી કહેવત છે કે “ગોળ નાંખો એટલું ગળ્યું થાય પણ આ પ્રતને વધુ કલાત્મક બનાવવી જરૂરી ન લાગવાથી તેમ કર્યું નથી. નોંધ : કલ્પસૂત્ર અને તેની પ્રતિઓ અને તેનાં ચિત્રો અંગે વિશેષ જાણપણું થાય એટલા માટે અહીં આ પ્રતને લગતી કેટલીક જાણકારી જણાવુંપરમપવિત્ર શ્રી કલ્પસૂત્ર-બારસાસૂત્ર અંગેની મારી કથા અને નવા કરાવેલાં કલ્પસૂત્રનો ઇતિહાસ શ્વેતામ્બર મૂર્તિપૂજક જૈનસમાજમાં સેંકડો વરસોથી કલ્પસૂત્ર-બારસાસૂત્ર પ્રત્યે અસાધારણ શ્રદ્ધા, આદર, બહુમાન અને ભક્તિ પ્રવર્તે છે. કલ્પસૂત્ર મૂલવાચના-સૂત્ર શ્રવણ, ભારતમાં શ્વેતામ્બર મૂર્તિપૂજક સંપ્રદાયમાં ચાતુર્માસમાં ઉજવાતા પર્યુષણપર્વના આઠ દિવસના તહેવારોમાં છેલ્લા સંવચ્છરીના દિવસે (લગભગ ૧૨૩૫ શ્લોક પ્રમાણનું) ચતુર્વિધ સંઘ વચ્ચે સંભળાવવામાં આવે છે. આ પ્રથા સેંકડો વરસોથી ચાલી આવે છે. * હવે મૂલ વાત શરૂ કરૂં આજથી ૫૦-૬૦ વરસ પહેલાં કલ્પસૂત્રની છૂટી છવાઈ પ્રતિઓ જોવા મળેલી. એ પ્રતિઓ હું જાડા-પાતળા કાગળ ઉપરની હતી. લાલ અને કાળી સ્યાહી બંનેનો સ્વતંત્ર કે મિશ્ર ઉપયોગ કરીને = = = = = = = = [૭૭૧] -
SR No.022874
Book TitlePrastavana Sangraha
Original Sutra AuthorN/A
AuthorYashodevsuri
PublisherMuktikamal Jain Mohanmala
Publication Year2006
Total Pages850
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy