SearchBrowseAboutContactDonate
Page Preview
Page 786
Loading...
Download File
Download File
Page Text
________________ છે ન હોય, એવાં અભૂતપૂર્વ અને અજોડ ભૂગોળ-ખગોળને લગતાં વિવિધરંગી વિવિધ ચિત્રો તથા 5 છે. કોટકો પણ હતાં. જૈન સમાજના ઇતિહાસમાં આવી સચિત્ર કૃતિ પહેલીવાર પ્રગટ થઈ તેની ? વિગતો આપી છે. આવી નાની-મોટી રસપ્રદ ઘણી વિગતોનો સંગ્રહ આ પુસ્તિકામાં વાંચવા મળશે, આ પહેલા ભાગમાં બહુ મોટી મોટી વિગતોનો સમાવેશ થયો છે, હજુ મુંબઇની સ્થિરતા દરમિયાન રાજકીય છે ક્ષેત્રે, સામાજિક ક્ષેત્રે ગુરુદેવોની નિશ્રામાં રહીને જે કાર્યો થવા પામ્યાં, તે ઉપરાંત અનેક દેશની છે સામાજિક અગ્રણી વ્યક્તિઓ સાથેના પ્રસંગો બન્યા તથા નાનાં-મોટાં સર્જનાત્મક જે કાર્યો થયાં. [ અને બીજા અનુપમ, અજોડ અને ઐતિહાસિક પ્રસંગો જે ઉજવાયા તેની સામગ્રી એટલી બધી હું વિશાળ છે કે એક સારું દળદાર પુસ્તક થવા પામે, પણ ચિંતા અને ખેદની વાત એ છે કે તાજેતરમાં જ (વિ. સં. ૨૦૫૦માં) મારી આખરી માંદગી ઊભી થઈ. છેલ્લી માંદગીએ ભૂતકાળની ઘટનાઓની છે વિસ્મૃતિ ઠીક ઠીક ઊભી કરી તેમાં છેલ્લા ચાર મહિનાથી તબિયતમાં થોડો સુધારો થયો છે, જે યાદશક્તિ ઘણી સુધરી છે એટલે ભૂતકાળના ઘણાં ઐતિહાસિક સંસ્મરણો, દેશના અગ્રણી નેતાઓ છે સાથેના વાર્તાલાપો, કોંગ્રેસ વગેરે સંસ્થાઓની અગ્રણી વ્યક્તિઓ સાથેનો વિચાર-વિનિમય, ધાર્મિક 3 ક્ષેત્રોની રક્ષા માટેના પ્રસંગો, આ બધી નાની-મોટી અનેક ઘટનાઓ પૈકી જેટલી યાદ આવશે ! તેટલી ગ્રંથસ્થ થશે. આ બધી રસપ્રદ ઘટના પાંચ વરસ પહેલાં જો લખાઈ હોત તો પ્રેરણા લેવા માટે ખૂબ જ ઉપયોગી બની જાત. ભાવિભાવ! સામાન્ય રીતે જ્ઞાનીની દૃષ્ટિએ જેટલું સર્જિત હોય છે છે તેટલું જ બને છે. આ પુસ્તિકાની હિન્દી આવૃત્તિ પણ પ્રગટ થશે. આ પુસ્તિકાના લખાણમાં ભૂલચૂક હોય તેની ક્ષમા. આ પુસ્તિકાના પ્રકાશનમાં સહાયક છે અમારા સાધુ-સાધ્વીજીઓ તથા સોનગઢ પ્રેસના માલિક ભક્તિવંત શ્રી જ્ઞાનચંદજીએ ખૂબ છે લાગણીથી મુદ્રણ કામ કર્યું તેમને પણ ધન્યવાદ! વિ. સં. ૨૦૫ર, કા. સુદ-૧૫ યશોદેવસૂરિ વાલકેશ્વર-મુંબઈ MMMMMMMMMM ૪ SSSSSSSSSSS પૂર્ય ઉપાધ્યાયશ્રી યશોવિજયજી મહારાજ જ્ઞાનસાર નામના ગ્રંથમાં જણાવે છે કે તારા ગુણોનું આલંબન લઈને બીજાઓ તો તરી જશે પણ તારા એ ગુણો બદલ તું પોતે જ જો અહંગ્રસ્ત બની ગયો તો તારો એ અહં તને તો ડુબાડીને જ રહેશે. ** [ ૭૫૭] »
SR No.022874
Book TitlePrastavana Sangraha
Original Sutra AuthorN/A
AuthorYashodevsuri
PublisherMuktikamal Jain Mohanmala
Publication Year2006
Total Pages850
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy