SearchBrowseAboutContactDonate
Page Preview
Page 769
Loading...
Download File
Download File
Page Text
________________ 8સમ્યગુચારિત્ર, આ ત્રણેયની ઉપાસના-સાધના જો સમજણ અને ભાવપૂર્વક થતી જાય તો એ આત્મા છે જે વહેલો મોડો કોઈને કોઈ ભવમાં સંસારનાં બંધનોને તોડીને મુક્તિસુખનો અધિકારી બની શકે છે. હું જ એ ત્રણ કારણમાં જ્ઞાનને પણ કારણ માન્યું છે, અને એને મોક્ષનું અનન્ય-પ્રધાન કારણ તરીકે છે # સ્વીકાર્યું છે. જ્ઞાન એ આત્માનો પોતાનો શાશ્વત ગુણ છે. જ્યાં જ્ઞાન છે ત્યાં ચેતના છે અને જયાં છે & ચેતના છે ત્યાં જ્ઞાન છે. આ “જીવ” છે એને જો કોઈ ઓળખાવનાર હોય તો જ્ઞાનચેતના જ 9 છે છે. એ ચેતના સૂક્ષ્મ રીતે પણ જીવમાત્રમાં બેઠી છે. આ જ્ઞાનચેતનાનો અંતરાત્મામાં ઉત્તરોત્તર છું વિકાસ થતો જાય તેમ તેમ જ્ઞાનમાં પ્રકાશ ઉપર રહેલો પડદો (આવરણ) ખસતો જાય અને પ્રકાશ ) © વધતો વધતો કોઈને કોઈ જન્મમાં પ્રકાશ આડો પડદો સંપૂર્ણ ખસી જતાં આત્મામાં રહેલો સંપૂર્ણ Q જ્ઞાનપ્રકાશ પ્રગટ થઈ જાય, જેને જૈન પરિભાષામાં “કેવળજ્ઞાન” કહેવામાં આવે છે. વ્યવહારમાં છે તેને “ત્રિકાલજ્ઞાન” કહેવાય છે. આ જ્ઞાનનો પ્રકાશ પ્રાપ્ત કરવો તે બહુ સહેલી વાત નથી. શું @ મોટાભાગના જીવોને અનંત જન્મને અત્તે થતો હોય છે, પણ એ માટેના પ્રયત્નો અનેક જન્મ પહેલાં 9 @ શરૂ કરવા પડે છે. એ માટે નવું નવું સમ્યગુજ્ઞાન શીખવું, બીજાને જ્ઞાનદાન કરતાં રહેવું જોઈએ. સાથે સાથે જ્ઞાન પ્રાપ્ત કરાવનાર જ્ઞાનીનો, ગુરુનો કે શિક્ષકનો વિનય, વિવેક અને બહુમાન તેમજ આદર કરવો જોઈએ. તે ઉપરાંત જ્ઞાનપ્રાપ્તિમાં કારણભૂત બાબત પુસ્તકોમાં રહેલું “અક્ષરજ્ઞાન” છે, તેથી સૌથી પ્રથમ એ જ્ઞાન અક્ષરોનું બહુમાન-આદર કરતાં રહેવું જોઈએ જેથી જ્ઞાનની ઉપલબ્ધિ પણ બધી રીતે આશીર્વાદરૂપ થઈ પડે. પરિણામે કોઈ જન્મના અન્ને પૂર્ણ જ્ઞાનપ્રકાશ પ્રાપ્ત થાય. મોક્ષ પ્રાપ્ત કરવાનો અધિકાર અજૈનોને પણ છે 898989898989898989898989898989898989898989898969491049895955 ઉપર જે વાત કહી તે કેવલ જૈનો માટે નથી, માત્ર જૈન સંપ્રદાયની વાત નથી, તે વાત ગમે તે દેશના, ગમે તે ધર્મના માણસને લાગુ પડે છે. સંપૂર્ણ જ્ઞાન પ્રાપ્ત કરવાનો અને મોક્ષ પ્રાપ્ત કરવાનો અધિકાર સહુ માટે છે. મોક્ષ એટલે કર્મથી સદાને માટે મુક્તિ અને સર્વ દુઃખોનો અને જે જ જન્મ-મરણના ફેરાનો અન્ત થવો તે. અક્ષરજ્ઞાન એ પાયો છે અને કેવળજ્ઞાન એ શિખર છે કેટલાકે મને પૂછ્યું કે જ્ઞાનને પવિત્ર કેમ માનવું? એનો જવાબ આપવામાં લેખ લાંબો થઈ છે 8 જાય પણ ટૂંકમાં આજે લેખમાં જણાવું છું કે અજ્ઞર એ પાયો છે અને તેનું શિખર-ટોચ કેવળજ્ઞાન & છે (ત્રિકાળજ્ઞાન) નો મહાપ્રકાશ છે. એક અક્ષરનું જ્ઞાન ભાવિ જન્મોમાં કોઈ ભવમાં અનંતાનંત & 8 અક્ષરોરૂપ મહાપ્રકાશને પ્રાપ્ત કરાવનાર છે અને વહેવારમાં હેયોપાદેય એટલે છોડવા લાયક શું છે હૈં 8 અને મેળવવા લાયક શું છે? તેનું વિશાળ જ્ઞાન આપનાર છે, અહીં આટલો જવાબ જ કાફી છે. જે $$ લેખ સારી રીતે સમજાય તે માટે લેખની ભૂમિકા લખીને રોજેરોજ હજારો ઘરોમાં થઈ રહેલી છે # જ્ઞાનની આશાતના પ્રત્યે પ્રજાનું ખાસ ધ્યાન ખેંચવા માગું છું. કેમકે તે પ્રાથમિક અનિવાર્ય અગત્યની છૂ @ બાબત છે. એ માટે જ આ લેખ લખ્યો છે ત્યારે તે ઉપર સહુ કોઈ ધ્યાન આપે, તેમાંય વિશેષ . શું કરીને જૈનો ચુસ્ત રીતે ધ્યાન આપે.
SR No.022874
Book TitlePrastavana Sangraha
Original Sutra AuthorN/A
AuthorYashodevsuri
PublisherMuktikamal Jain Mohanmala
Publication Year2006
Total Pages850
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy