SearchBrowseAboutContactDonate
Page Preview
Page 767
Loading...
Download File
Download File
Page Text
________________ SISISIS જ્ઞાનનો લેખ વિસ્તૃત ન લખતાં મર્યાદા જાળવીને લખ્યો છે. જ્યાં જ્ઞાનની આશાતનાનું આભ ફાટ્યું હોય તેવા કાળમાં જ્ઞાનની આશાતનાથી બચવાની વાત કરવી એ હાસ્યાસ્પદ, હાંસીપાત્ર લાગવાની છતાં સાચી વાત પ્રજાના કલ્યાણ માટે કહેવી જ જોઈએ. જૈન સમાજના જાણીતા વિદ્વાન અને સતત જ્ઞાનાભ્યાસી સુશ્રાવક શ્રી ભંવરલાલાજી નાહટાએ ‘જ્ઞાનની આશાતનાથી બચો' એ ગુજરાતી પુસ્તિકા વાંચી અને એમને તે એટલી બધી ઉપયોગી લાગી કે અનેક કાર્યોમાં વ્યસ્ત હોવા છતાં પણ તેમને હિન્દી અનુવાદ કર્યો અને તે હિન્દી અનુવાદ અમને મોકલી આપ્યો. તેમણે હિન્દી ભાષામાં જે બે બોલ લખ્યા હતા તેનું ગુજરાતી કરીને અમોએ ગુજરાતી પુસ્તિકામાં બે બોલ છાપ્યા છે. શ્રીયુત્ નાહટાજીએ લીધેલા પરિશ્રમ બદલ ખૂબ ખૂબ ધન્યવાદ આપીએ છીએ. નાહટાજી અંગે વિશેષ વિગત પ્રગટ થનારી હિન્દી પુસ્તિકામાં વાંચવા મળશે. મારી તીવ્ર ઇચ્છા જ્ઞાનની આશાતનાના ૧૫-૨૦ પ્રકારોને અપીલ કરે તેવી ડિઝાઈનો બનાવરાવીને પુસ્તિકામાં છપાવવાની હતી પણ ચિત્રકારના અભાવે આ પુસ્તિકાને સચિત્ર બનાવી શકાણી નથી. પ્રસ્તુત પુસ્તિકામાં જાણે-અજાણે ક્ષતિ રહી ગઈ હોય તો મિચ્છામિ દુક્કડમ્! —લેખક બાળકથી લઈને મોટાંઓ સુધીના સહુ નીચેની જરૂરી શિક્ષા–સૂચના બરાબર ધ્યાનમાં લે! ૧. ઘરોમાં, બંગલામાં કે ધાર્મિક વગેરે સ્થળોમાં અક્ષરો, વાક્યો, કહેવતો તથા વેલકમ, સુસ્વાગતમ્ વગેરે લખેલાં કે ડિઝાઈનવાળાં પગલૂછણાં રાખવાં નહિ, તેના ઉપર પગ મૂકીને જવું–આવવું નહીં. ૨. ખમ્મીશ, પાટલુન, ચડ્ડી, બુશર્ટ, સાડી, ફ્રોક, પેન્ટ વગેરે કપડાં અક્ષરોવાળાં પહેરશો નહિ અને તમારાં બાળકોને પહેરાવશો નહિ. ૩. શરીર લૂછવા માટેના ટુવાલો, મોં લૂછવા માટેના રૂમાલો કે નેપકીનો વગેરે અક્ષરોવાળાં વાપરશો નહિ. ૪. અક્ષરોવાળી કે પશુ-પ્રાણીની ડિઝાઈનોવાળી પાથરવાની ચાદરો, ઓઢવાની શાલો તથા ઓશીકાનાં કવરોનો ઉપયોગ કરશો નહિ. ૫. પુસ્તકોને પગ અડાડશો નહિ. ભૂલથી અડી જાય તો ક્ષમા માગી લેજો. પુસ્તકો, છાપાંઓ, લખેલા કાગલ કે તેનાં ટૂકડા ઉપર પગ મૂકશો નહિ. આ વાત તમે ઘરમાં હો કે બહાર રોડ ઉપર ચાલતા હોય તો પણ બરાબર ધ્યાનમાં રાખજો.
SR No.022874
Book TitlePrastavana Sangraha
Original Sutra AuthorN/A
AuthorYashodevsuri
PublisherMuktikamal Jain Mohanmala
Publication Year2006
Total Pages850
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy