SearchBrowseAboutContactDonate
Page Preview
Page 760
Loading...
Download File
Download File
Page Text
________________ અરસપરસના પત્રો એ જીવનના ઊંડાણમાં ડોકિયું કરી શકાય એવી એક બારી છે. આમાં કોઈપણ જાતની દિવાલ ન હોવાથી બંનેના અન્તસ્તલનો પૂરો પરિચય પામી શકાય છે. –એથી આ શ્રદ્ધાંજલિ વિશેષાંક ગ્રન્થમાં પત્રવિભાગ રજૂ કરવાની ભાવનાને સફળ કરવા છે. પ્રકાશકે મુંબઈના શિક્ષણસંઘની પત્રિકામાં જાહેરાત આપી જણાવ્યું કે પૂ. યુગદિવાકર આચાર્ય ! મહારાજે લખેલા પત્રો જો કોઈની પાસે હોય તો અમને મોકલી આપે. આવી ટહેલ નાંખી પણ કશો પ્રતિસાદ ન મલ્યો. પૂજય યશોદેવસૂરિજીને અમે આગ્રહ કર્યો કે પૂ. યુગદિવાકરે પોતાના દે ગુરુઓ ઉપર લખેલા પત્રો અથવા આપની ઉપર લખેલા પત્રો જો સમય કાઢીને તપાસ કરશો | તો કદાચ મળી આવે. પછી ઊંડી ખોજ કરતાં સદ્ભાગ્યે થોડા પત્રો મળ્યા પણ છતાં તે એવા મળ્યા કે જે પૂજ્યશ્રીને જુદી જુદી રીતે સમજવા માટે ઘણાં જ ઉપયોગી હતા. આ તમામ પત્રો . પૂજય યુગદિવાકરશીજીએ પોતાના જ હાથે લખેલા છે. ચતુર્વિધ શ્રીસંઘનું સદ્ભાગ્ય છે કે હૈયાનાં 5 અતલ ઊંડાણમાંથી લખાયેલા, ઐતિહાસિક ગણી શકાય તેવા અને બીજાઓ માટે દીવાદાંડીની ગરજ સારે તેવાં પત્રો મળી આવ્યાં. –આજે અમને એ વાતનો આનંદ છે કે પૂજ્યશ્રીએ એ પત્રો કે પત્રના જરૂરી ભાગો પ્રસ્તુત અંકમાં પ્રકાશિત કરવાની સંમતિ આપી છે. એથી શ્રદ્ધાંજલિ ગ્રંથના મહત્ત્વના શણગાર રૂપે આ નં પત્રોની પ્રસિદ્ધિ શોભી ઉઠશે, એ એક ચોક્કસ વાત છે. મહાપુરુષોની મહાપુરુષતાનો જેટલો ભાગ જગત સમક્ષ જાહેર હોય છે, એથી કંઈ ગુણો વધુ ભાગ જગત માટે અદશ્ય-અપ્રગટ હોય છે અને એનું થોડુંક દર્શન, પત્રોમાં પ્રતિબિંબિત એવું એમનું વ્યક્તિત્વ કરાવી જતું હોય છે. તે –પૂ. આ.શ્રી ધર્મસૂરીશ્વરજી મહારાજનું બાહ્ય જીવન જગતથી જેટલું જાણીતું હતું એટલું s! જ ભીતરી જીવન અજાણ્યું હતું. એ અજાણ ભીતરની ઓળખાણ આ પત્રો કરાવી જશે, એઓશ્રી દે મહાન અને સર્વેસર્વા હોવા છતાં પોતાના શિષ્યની સમક્ષ પણ કેવો વ્યવહાર રાખતા હતા, કેવી (S નમ્રતા–લઘુતા દાખવવાની વિશાળતા એમનામાં હતી તેમજ શિષ્યના હૈયામાં ગુરુ-બહુમાનનું કેવું ઊંચું સ્થાન-માન હતું, આ વાતની પૂરી પ્રતીતિ કરાવતી આ પત્ર-ધારામાંથી મુખ્ય મુખ્ય એ છે બાબતો જાણવા મળે છે કે -પોતાના અદના શિષ્યને પણ કેવા વાત્સલ્યથી એઓ આવકારતા હતા. પત્રારંભમાં હું વારંવાર જોવા મળતું “સદ્ગુણ સંપન્ન ભાઈશ્રી’ સદ્ગણશાલી ભાઈશ્રી’ નું સંબોધન આ વાત્સલ્યનો છે. માપદંડ બને એવું છે. જાણીને આશ્ચર્ય થશે કે પૂ. આ. શ્રી યશોદેવસૂરિજી મહારાજે પોતાને આવું છે સંબોધન ન કરવા વિનમ્રભાવે કરેલી અનેકવાર વિનંતી છતાં પણ પૂ. યુગદિવાકરશ્રીજી પત્રમાં તે એમણે “સગુણ સંપન્ન ભાઈશ્રી' આ શબ્દોથી જ સંબોધતા. એકવાર પોતાના વહાલસોવા શિષ્યને ૧૮ લખ્યું કે તમારામાંના અનેક સદ્ગુણોથી પુલકિત મને મારાં હૈયાને સહજ રીતે લખવાની ફરજ છે. પાડી દે છે ત્યાં હું શું કરું!' અને પોતે કહેતા કે શું ગુરુ થઈ ગયા એટલે શિષ્યની આટલીય ગુણાનુમોદના ન થાય! ” ses?s= = = = [ ૭૩૧ | જે ૮:૩૦ કડડડડ
SR No.022874
Book TitlePrastavana Sangraha
Original Sutra AuthorN/A
AuthorYashodevsuri
PublisherMuktikamal Jain Mohanmala
Publication Year2006
Total Pages850
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy