SearchBrowseAboutContactDonate
Page Preview
Page 757
Loading...
Download File
Download File
Page Text
________________ શા આચાર્યશ્રીજી સાથે મારે પત્રવ્યવહારનો પ્રસંગ પણ બહુ જ ઓછો હતો. કારણ કે સાથે રહેવાનું છેવધુ હતું એટલે ઘણી ખરી ચર્ચાઓ, વાર્તાલાપો રૂબરૂમાં જ થઈ જતાં એટલે પત્ર લખવાનો ખાસ sy પ્રસંગ બનતો જ નહીં, એમ છતાં ક્યારેક ક્યારેક ચોમાસામાં અને શેષકાળમાં પણ જુદા રહેવાનું છે બનતું ખરું! પરાઓમાં પણ સાથે જવાનું જ્વલ્લે જ બનતું એટલે ખાસ જરૂરી કારણોસર પત્ર | એ લખવાના પ્રસંગો બનતા હતા. દરેક પત્રો રાખી મૂકવાની અગત્ય હતી નહીં એટલે એ વખતે આ આ લખાએલાં કેટલાક પત્રો તો ભૂમિશરણ પણ થઈ ગયા, પણ જે કંઈ બચી ગયા તથા તપાસ કરતાં , છે જે હસ્તગત થયા અને એમાં પણ જે પ્રગટ કરવા જેવા હતા તેટલા જ પત્રોનું અહીં પ્રકાશન થઈ રહ્યું છે. આ શ્રમણ સંઘના ઈતિહાસની જ નહીં પણ જૈનસંઘના ઈતિહાસની એક નોંધપાત્ર, » વિરલ અને અભૂતપૂર્વ ઘટના છે. ? આ પત્રો પ્રગટ કરવાનું ઉચિત થશે કે કેમ! આના પ્રતિભાવો-પ્રત્યાઘાતો કેવાં પડશે! આ છે આ અંગેની ચિંતા ખૂબ હતી એટલે વિચારશીલ વિદ્વાનો અને મુનિરાજોનું પાલીતાણામાં મળવાનું થતાં એ અંગે પૂછપરછ પણ કરેલી ત્યારે તે સહુએ એકીઅવાજે કહ્યું કે કોઈપણ જાતનો સંકોચ કે , ભીતિ રાખ્યા સિવાય પત્રોનું પ્રકાશન જરૂર કરો. તેમણે જ્યારે પત્રો વાંચ્યા ત્યારે તો વધારે ભાર ! છે. દઈને કહ્યું કે સ્વ. ગુરુદેવની ભાવનાઓ, વિચારો, તેમનું હૃદય અને શિષ્ય સાથેના તેમના મધુર સંબંધો અને ગુરુપદે હોવા છતાં પણ મિત્રતાના સમાનભાવે શિષ્યને જોવાની દૃષ્ટિ, શિષ્યના છે. | વિચારો, બુદ્ધિ પ્રત્યે તેમની અથાગ શ્રદ્ધા, આદર અને માન કેવું હતું? પૂજ્યશ્રીજીના જીવનમાં છે . સરળતા, સમભાવ, તટસ્થતા, નમ્રતા અને લધુતાનો ભાવ કેવો ઝળકતો હતો? એ બધાય / સદગુણોનું દર્શન આ પત્રો હૃદયંગમ રીતે કરાવે તેમ છે, માટે આ પત્રો પ્રગટ થવા જ જોઈએ, તે છે એટલે પૂજ્યપાદ યુગદિવાકર આ.શ્રી વિજયધર્મસૂરીશ્વરજી શ્રદ્ધાંજલિ' વિશેષાંકમાં આ પત્રો છે. છાપવામાં આવ્યા છે. એ અંક થોડા સમય બાદ પ્રગટ થનાર છે, ત્યારે તેમાં પણ આ પત્રો પાંચમા ભાગરૂપે છપાએલા જોવા મળશે પણ સાથે સાથે ખાસ કરીને પૂજયપાદ આચાર્ય શ્રીમદ્ વિજયમોહનસૂરીશ્વરજી મ., પૂજ્યપાદ આચાર્ય શ્રીમદ્ વિજયપ્રતાપસૂરીશ્વરજી મ. તથા પૂજ્યપાદ આચાર્ય શ્રી વિજય ધર્મસૂરીશ્વરજી મહારાજના સંઘાડાના સાધુ-સાધ્વીજીઓને તથા સંઘાડા સાથે | નિકટનો સંબંધ ધરાવતા ભક્તજનોને તેમજ પત્રસાહિત્યમાં રસ ધરાવતા વિદ્વાનોને તથા છે. ચતુર્વિધ સંઘને પ્રેરણાત્મક, બોધક એવા આ અજ્ઞાત પત્રોનો લાભ મળે એ હેતુથી પત્રવિભાગની વધુ નકલો ખેંચાવી તેને પ્રગટ કરવી અત્યંત જરૂરી સમજીને તે પ્રગટ કરી છે. દરેક પત્રો ઉપર તે પત્ર કયા કારણોથી લખવામાં આવ્યા છે તેની ભૂમિકાનો ખ્યાલ લખનાર વ્યક્તિને જ હોય, એટલે સાધુ, સાધ્વીઓ અને વાચકોને યથાર્થ ખ્યાલ રહે એ માટે મેં મારા વિશાળ અનુભવોના આધારે તેના ઉપર વિસ્તૃત નોંધો આપી છે. આ નોધો અનેક દૃષ્ટિએ ઘણી જ મહત્ત્વની છે અને એમાંથી પણ ઘણું ઘણું જાણવાનું, શીખવાનું અને માણવાનું મળે તેમ છે. તે આ બધી નોંધો લખવા માટે જે શાંતિ અને સ્થિરતા હોવી જોઈએ તે મારી નાદુરસ્ત તબિયત છે. તથા અન્યાન્ય રોકાણોના લીધે હતી નહીં એટલે સંભવ છે કે કેટલીક બાબતો, વિચારો કે લખાણમાં છે કયાંક ક્યાંક ક્ષતિ કે ભૂલચૂક પણ હાય! "કેન્ડીડીડડડડડ [ ૭૨૮ ] કડકડડડડડી"
SR No.022874
Book TitlePrastavana Sangraha
Original Sutra AuthorN/A
AuthorYashodevsuri
PublisherMuktikamal Jain Mohanmala
Publication Year2006
Total Pages850
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy