SearchBrowseAboutContactDonate
Page Preview
Page 752
Loading...
Download File
Download File
Page Text
________________ કું એટલે ભારતના આર્યધર્મોની માન્યતાને ખોટી પાડવા માટે પશ્ચિમ વૈજ્ઞાનિકોએ આ બધી માન્યતા $ ખોટી રીતે ફેલાયેલી છે એવું માનીને તે માન્યતાનો સખત વિરોધ કરતા રહ્યા પણ ખરેખર! આ માન્યતા પશ્ચિમની હરગીજ નથી. આ તો ભારતની જ ધરતીની માન્યતા છે. ભારતના જ ગ્રંથોમાં પૃથ્વી ગોળ છે અને તે ફરતી છે એમ સ્પષ્ટ લખ્યું છે. અરે! દસમી સદીમાં થયેલી આચારાંગ છે નામના જૈનશાસ્ત્રની રચાયેલી ટીકામાં ટીકાકાર શીલાંકાચાર્યે પૃથ્વી ગોળ છે અને તે ફરે છે અને સૂર્ય સ્થિર છે એવી આર્યભટ્ટ આદિ અજેન વૈજ્ઞાનિકોની માન્યતાને પોતાનો કોઈપણ અભિપ્રાય છે વ્યક્ત કર્યા વિના કેટલાક પૃથ્વીને ગોળ માને છે એવો ઉલ્લેખ કર્યો છે. આ લખીને ચાલી આવતી છે આર્યભટ્ટની માન્યતાને તાજી કરી છે. આર્યભટ્ટ વગેરે ભારતીય વૈજ્ઞાનિકોએ પોતાનો પૃથ્વી અંગેનો અનુભવ પુસ્તકમાં ઉતાર્યો ત્યારે તે અમેરિકા દેશનું તો અસ્તિત્વ લગભગ ન હતું. ત્યાં વિજ્ઞાનની હવા ન હતી. તેમજ યુરોપમાં એટલો ? વિજ્ઞાનનો વિકાસ થયો ન હતો. જો કે યુરોપમાં ગ્રીસ આ વિદ્યા માટે પ્રસિદ્ધ હતું. પશ્ચિમના શું વિજ્ઞાનિકો હંમેશા કહેતા જ રહ્યા છે કે અમારા નિર્ણયો બધા જ સત્ય છે એમ ના સમજવું. આજનું ! સત્ય આવતીકાલે ખોટું પડે, વિજ્ઞાન તો વહેતું જ્ઞાન છે. વૈજ્ઞાનિકો કહે છે કે આજના અમારા નિર્ણયો કાલે બદલાય, કાલનો નિર્ણય પરમદિવસે બદલાય. | હું છેલ્લાં ત્રીશ વર્ષની વાત કરું. સેકડો વૈજ્ઞાનિકો પૃથ્વીને બરાબર ગોળ દડા જેવી માનતા કે { આવ્યા હતા. એ લોકોએ આ કેવી રીતે નક્કી કર્યું તે આપણે જાણતા નથી પણ પહેલવહેલો ઉપગ્રહ છે છોડ્યો અને પૃથ્વી ઉપરની ટોચ પાસે જઈને સીધો જ ઉતરી જવો જોઈએ એના બદલે વૈજ્ઞાનિકોએ શું પોતાનાં યાંત્રિક સાધનોથી જોયું કે ઉપગ્રહને સરકતા કંઈક વધુ વિલંબ થયો એટલે એમને લાગ્યું છે કે પૃથ્વી ઉપરના ભાગે બરાબર ગોળ નથી લાગતી પણ વચમાં ઊંચી છે, અને જમરૂખની જેમ હું ઉપરથી ગોળાકાર છે. આ રીતે સેંકડો વર્ષથી ચાલી આવતી માન્યતાની ઈમારત કકડભૂસ થઈ $ બૂ ગઈ અને નવી માન્યતાનો આવિષ્કાર થયો, પણ વૈજ્ઞાનિકોને તેનો અફસોસ થતો નથી. તે તો એમ બે તે જ સમજે છે કે આપણને એક નવું સત્ય લાગ્યું. એક રોકેટની શોધે સેંકડો વરસોથી વિશ્વવ્યાપી વૈજ્ઞાનિકોની માન્યતાને ઉથલાવી નાખી. ચાલ્યા ? આવતા એક સત્યને ફેરવી નાંખી પૃથ્વી ગોળ છે તે બાબતમાં આ ઉપગ્રહે ફેરફાર બતાવ્યો, પણ ? પૃથ્વી ફરતી નથી, સ્થિર છે એવું કોઈ એંધાણ હજુ જાણવા મળ્યું નથી. - ગુરુત્વાકર્ષણ જેવી બાબત વિદ્યમાન છે એ વાત પણ ૩૦૦-૪૦૦ વરસની નથી પણ એ વાત પણ આર્યભટ્ટે જ કરી છે. કોઈ જેને પંડિત, જૈન સાધુ આ શોધ પશ્ચિમની છે એવી તદ્દન ખોટી ગેરસમજ ધરાવે છે. આટલું પ્રાથમિક વિવેચન કરીને લેખકના લેખમાંથી એમની મંજૂરી લઇને જે અંશો વધુ વિવાદાસ્પદ હતા તે તે અંશો કેન્સલ કર્યા છે, પણ મને આશ્ચર્ય સાથે નવાઈ એ લાગી કે એમને જૈન માન્યતાનો જે અઢીદ્વીપ છે એ અઢીદ્વીપને આજની વિદ્યમાન પૃથ્વી ઉપર શમાવવાનો પ્રયત્ન છે કેમ કર્યો? તે સમજાયું નહીં. *- બ્રેફર - --- % --- ----- ૩૬ [ ૭૨૩] ----- ૩૪ --- $$ --- ૩૪ --*
SR No.022874
Book TitlePrastavana Sangraha
Original Sutra AuthorN/A
AuthorYashodevsuri
PublisherMuktikamal Jain Mohanmala
Publication Year2006
Total Pages850
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy