SearchBrowseAboutContactDonate
Page Preview
Page 739
Loading...
Download File
Download File
Page Text
________________ થોડી વિગતો લખી હોય તે ઉપરથી કે અનુમાનથી કેટલાક નિર્ણયો લેવાનું અનિવાર્ય બને છે. અલબત્ત આ નિર્ણયો બધા જ સાચા હોય છે એવું માનવાનું નથી. વીતરાગસ્તોત્રના મૂલ શ્લોકમાં અવસ્થિતિ ક્યારથી તે વાત જણાવી જ નથી. હા, ટીકાકારોએ દીક્ષા લીધા પછી વાળનું ન્યૂનાધિકપણું થતું નથી એ વાત જરૂર જણાવી પણ તે વાતને પૂ. હેમચંદ્રાચાર્યજીના ગ્રન્થો જ ખોટી પાડે છે. આ માટે વાંચો આ જ પુસ્તકમાં આપેલો સુવિસ્તૃત લેખ. ૩. અશોકવૃક્ષ, આસોપાલવ અને ચૈત્યવૃક્ષ અષ્ટમહાપ્રાતિહાર્યમાં ત્રણ છત્રની જેમ અશોકવૃક્ષ પણ એક પ્રાતિહાર્ય જ છે. એ પણ તીર્થંકરોની સેવામાં અવિરતપણે જીવનપર્યન્ત રહેલું હોય છે. આ લેખ એટલા માટે લખવો પડ્યો છે કે જૈનસમાજમાં સો વર્ષ પહેલાં શું સમજ હતી તે કેમ જણાવી શકું? પણ છેલ્લા સૈકામાં એટલે ૬૦-૭૦ વરસથી તો હું જાણું છું કે આપણા બધા આચાર્યો, સાધુ, સાધ્વી, શ્રાવક, શ્રાવિકાઓ વગેરેનો ખ્યાલ એવો બંધાઇ ગયો છે કે આસોપાલવનું ઝાડ એ જ અશોક છે. પ્રાયઃ આપણે સહુ કોઇ એ રીતે માનતા આવ્યા છીએ. પરંતુ ભગવાન મહાવીરનાં જીવન પ્રસંગનાં ચિત્રો બનાવવાનાં હોવાથી મારે પાકી ચોકસાઇ કરવી પડી, ત્યારે આછો ખ્યાલ આવેલો કે આસોપાલવ એ અશોક નથી પરંતુ અશોકનું વૃક્ષ એ સ્વતંત્ર વૃક્ષ છે. કેટલાંક વરસો સુધી એ અંગે વધુ સંશોધન થઇ શક્યું નહિ. થોડાં વરસ ઉપર આ વાત હાથ ઉપર લીધી અને વનસ્પતિશાસ્ત્રનાં કોશો તપાસતાં અશોક અને આસોપાલવ જુદાં છે તે વાત નક્કી થઇ, પછી કેરાલા, ગુજરાત, ઉત્તરપ્રદેશના બગીચાના માલિકો પાસેથી પણ તે વાત જાણવા મળી. કોણ જાણે વરસો સુધી મને વિચારવા માટે કોઇ નિમિત્ત ન મળ્યું. પરિણામે ખોટી માન્યતા વરસો સુધી ખેંચાતી રહી. આ ખોટી માન્યતા જડબેસલાક જામી ગઇ, એમાં કારણ એમ માનું છું કે અશોકનાં સ્વતંત્ર ઝાડ ગુજરાતમાં ખાસ નથી એટલે અશોકનું સ્વપ્ન પણ ક્યાંથી હોય ? આ પ્રકરણમાં અશોક અને આસોપાલવ બે જુદાં છે તે વાત જણાવી છે અને સાથે સાથે શાલવૃક્ષ નામના ચૈત્યવૃક્ષનો પરિચય પણ આપ્યો છે. પ્રાચીનકાળમાં ઉપનિષદમાં જણાવ્યું છે કે ઋષિ-મહર્ષિઓ વૃક્ષની નીચે બેસીને વેદોનું ગાન કરતા હતા. વેદો અને મંત્રોચ્ચાર શીખતા હતા અને પોતાના શિષ્યોને વિધાધ્યયન કરાવતા હતા. આપણા તીર્થંકરો પણ લોકોને ધર્મનો બોધ આપે તે (પ્રાયઃ) અશોકવૃક્ષ નીચે બેસીને આપે છે. કોઇપણ તીર્થંકરને કેવલજ્ઞાન થાય તે કોઇને કોઇ ઝાડ નીચે જ થાય છે એટલે મેં લેખમાં એના અંગે વધુ સંશોધન કરવા સંકેત પણ કર્યો છે. તીર્થંકરદેવ જેવી લોકોત્તર વ્યક્તિ પણ કેવલજ્ઞાન પ્રાપ્ત કરવાના સમયે ઝાડ નીચે જ આવી જાય, એ એક અસાધારણ મનનીય બાબત છે. અહીંઆ ઝાડની અનિવાર્યતા કયા કારણે છે તે કોઇ આર્ષદ્રષ્ટા જ્ઞાની જણાવી શકે. એ ચૈત્યવૃક્ષ એ શું છે, તેની પણ સમજ સહુને ન હતી. અશોક ઉપર બીજું વૃક્ષ હોય છે એના પણ ખ્યાલ બહુ ઓછાને હોય છે. એ ચૈત્યવૃક્ષ શું છે તે પણ પ્રસ્તુત લેખમાં જણાવ્યું છે. ચૈત્યનો અર્થ જ્ઞાન થાય છે અને જે તીર્થંકરોને જે ચૈત્ય નીચે જ્ઞાન પ્રાપ્ત થયું હોય તે ઝાડ POCEANOCEA SOCensoc [990 | 09.2009.9OGRAFOGRA
SR No.022874
Book TitlePrastavana Sangraha
Original Sutra AuthorN/A
AuthorYashodevsuri
PublisherMuktikamal Jain Mohanmala
Publication Year2006
Total Pages850
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy