SearchBrowseAboutContactDonate
Page Preview
Page 736
Loading...
Download File
Download File
Page Text
________________ s કેવલી–સર્વજ્ઞ થયા એટલે દેવો વડે વિશેષ પ્રકારે પૂજાતા થયા એટલે દેવો તીર્થંકરના લોકોત્તર પુણ્યપ્રભાવથી અને પોતાની ભક્તિથી અષ્ટમહાપ્રાતિહાર્યની રચના કરે છે. પ્રાતિહાર્ય એટલે ચોકીદારની જેમ તીર્થંકરની સેવામાં અવિરત રહેતી આઠ વસ્તુઓ. એમાં ચોથા પ્રાતિહાર્ય તરીકેનાં ત્રણ છત્રો દેવો ભગવાન ઉપર કાયમ માટે ધરતા હોય છે. કેવલી અવસ્થાથી લઇને નિર્વાણ પર્યન્ત પ્રભુના મસ્તક ઉપર દેવનિર્મિત ત્રણ છત્રોનું અસ્તિત્વ રહે છે. આ ત્રણ છો એક સરખાં આકાર-પ્રકારનાં છે કે ભિન્ન ભિન્ન પ્રકારનાં છે? એ પ્રશ્નની છણાવટ પહેલા લેખમાં વિસ્તારથી કરવામાં આવી છે. ત્રણ છત્ર સરખાં નથી પરંતુ નાનાં-મોટાં છે. અમુક આચાર્યો ભગવાનના માથા ઉપર દેવો ત્રણ છત્રો લટકાવે છે તેનાં ક્રમમાં માથા ઉપર પ્રથમ નાનું, પછી બીજું મોટું અને તે પછી ત્રીજું એથીય મોટું, આ રીતે માને છે જેને હું ‘અવળાં’ છત્રો કહું છું. જ્યારે બીજા આચાર્યોના મતે ભગવાનના માથા ઉપર પ્રથમ મોટું, પછી બીજું તેથી નાનું અને ત્રીજું તેથીય નાનું આ રીતે માને છે, જેને હું ‘સવળાં' છત્રો કહું છું. સવળાં છત્રોની તરફેણમાં સહુથી વધુ સંખ્યામાં આચાર્યો છે, આ પુસ્તકથી જાણવા મળશે. આ બંને પ્રકારોમાં બંને પ્રકારો સાચાં છે કે બેમાંથી કોઇ એક પ્રકાર સાચો છે? એ બાબતની વિસ્તારથી ચર્ચા આ પુસ્તકમાં કરી છે. એમાં મને એક જ પ્રકાર સાચો લાગ્યો છે. બીજો વિકલ્પ મને દેખાયો જ નથી, એ વાત મને બરાબર સમજાણી છે, એટલે શાસ્ત્ર, શિલ્પ અને પ્રત્યક્ષપ્રમાણનાં બળને લીધે હું ભાર દઇને કહી શકું કે— છત્રમાં સવળો એ એક જ વિકલ્પ છે બીજો કોઈ વિકલ્પ છે જ નહિ (એટલે જ પુણ્યદ્ધિથી સમવસરણની ઋદ્ધિ લેવી જોઈએ જેથી એક જ મત રહે.) આ છત્રનો પ્રશ્ન મેં ત્રીસેક વર્ષ પહેલાં છાપામાં પ્રગટ કરાવ્યો હતો. કેમકે સમગ્ર ભારતના જૈનમંદિરો માટે ચંદરવા, પુઠિયાંઓની રચનામાં આ પ્રશ્ન ભલે નાનો પણ અનિવાર્ય રીતે નિર્ણય માગતો એક મહત્ત્વનો પ્રશ્ન હતો. શા માટે આ પ્રશ્નો ચર્ચ્યા અને લેખો લખ્યા? ભગવાન મહાવીરનાં જીવનપ્રસંગોનાં ચિત્રો પ્રસિદ્ધ ચિત્રકાર ગોકુલભાઇ કાપડીયા પાસે કરાવી રહ્યો હતો. કેવલજ્ઞાન થયાં પછીનાં ચિત્રો જ્યારે કરાવવાનાં આવશે ત્યારે ચિત્રોમાં ત્રણ છત્ર બતાવવાનાં આવશે જ, તે વખતે ત્રણ છત્રો કેવાં ક્રમે બતાવવાં એનો નિર્ણય કરી લેવો જ પડે એટલે મેં આ પ્રશ્ન ચર્ચો હતો. આ પ્રશ્ન માટે વાચકો પાસેથી જવાબ પણ માગ્યા હતા. પરંતુ આપણે ત્યાં સંઘમાં આવા અગત્યના પ્રશ્નોના પણ જવાબ ન આપવાના જાણે સોગંદ લીધા હોય તેવી પરિસ્થિતિ વરસોથી પ્રવર્તે છે. ફક્ત પાંચ-સાત જણાએ જવાબ આપ્યા હતા. કેટલાક આચાર્ય ભગવંતો સાથે મુંબઇ વગેરે સ્થળે આ પ્રશ્ન રૂબરૂમાં ચર્ચો હતો, પણ સહુ વીતરાગસ્તોત્રના આધારે અવળાં રાખવાનો ખ્યાલ ધરાવતાં હતાં. ત્યારબાદ વરસો સુધી આ પ્રશ્ન પેન્ડીંગ પડી રહ્યો. જાણે એને ચર્ચવાનું મુહૂર્ત જ નહિ હોય. હવે યથાર્થ નિર્ણય કરવા ફરીથી બહુશ્રુત વિદ્વાનો સામે જાહેરપત્રોમાં એટલે સુઘોષા અને કલ્યાણ તેમજ પ્રબુદ્ધજીવન વગે૨ે ASTROCZANOC [900] ocenocEA VOCEANOCEANOGRA
SR No.022874
Book TitlePrastavana Sangraha
Original Sutra AuthorN/A
AuthorYashodevsuri
PublisherMuktikamal Jain Mohanmala
Publication Year2006
Total Pages850
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy