SearchBrowseAboutContactDonate
Page Preview
Page 732
Loading...
Download File
Download File
Page Text
________________ છાપવામાં આવ્યા છે. શ્રી ઋષભદેવ ભગવાનનો પરિચય, તે સમયની યુગલિક વ્યવહારની રસપ્રદ આશ્ચર્યજનક ઐતિહાસિક વિગતો, શત્રુંજય પર્વતની વિશેષતા, તે ઉપરાંત આ તીર્થ સાથે સંબંધ ધરાવતી જાણવા જેવી અનેક વિગતો આપવામાં આવી છે. સહુ કોઇ વાચકો ભાવસભર આ પુસ્તિકા જરૂર વાંચે અને તીર્થ પ્રત્યેના ભક્તિભાવમાં વધારો કરે એ જ શુભકામના ! યશોદેવસૂરિ જૈન્ સાહિત્યમંદિર, પાલીતાણા * આમ તો આ તીર્થનાં ૨૧, ૧૦૮ નામો જાણીતાં છે પરંતુ સૌથી પ્રચલિત અને પ્રસિદ્ધ નામો ૧. શત્રુંજય ૨. સિદ્ધાચલ ૩. વિમલાચલ આ ત્રણ છે. મહાસુશ્રાવક દાદાજીને સમર્પિતભક્ત શ્રી રજનીભાઈના અંતરમાં મહાઅભિષેક કરવા પુણ્યભાવના જે જાગી તેમાં કયું નિમિત્ત કારણ બની ગયું? નીચે છાપેલા ‘સમકાલીન’ દૈનિકપત્રના સમાચાર અંગેની ભૂમિકા— દાદાના દરબારમાં થનારા અભિષેકની વિધિ પ્રસંગે હું, વિદ્વાન મુનિરાજ શ્રી જંબૂવિજયજી તથા પ્રવક્તા મુનિરાજ શ્રી પ્રદ્યુમ્નવિજયજી આદિ મુનિવરો ઉપસ્થિત રહ્યા હતા. અભિષેકની ક્રિયામાં વચ્ચે ત્રણ મુદ્રાઓ બતાવવા દ્વારા ભગવાનને આહ્વાહન કરવાનો વિધિ થાય છે. આહ્વાહન એટલે કલ્પનાથી ભગવાનનું મૂર્તિની અંદર સાક્ષાત્ અવતરણ કરાવવું તે. ઉપસ્થિત સાધુઓમાં હું મોટો હતો એટલે એ વિધિ મારે કરવો પડે તેમ હતો. તે વખતે નિર્ણય કર્યો કે આ વિધિ વિશિષ્ટ પ્રકારે અમુક રીતે થઇ શકે તે રીતે કરવો, કેમકે પાલીતાણા વગેરે સ્થળમાં સખત દુષ્કાળની પરિસ્થિતિ જામી ગઈ હતી. લોકો આકાશ સામું જોઇને નિરાશ થયા હતા. મારી પાસે કેટલાય માણસો આ બાબતની ચિંતા વ્યક્ત કરવા આવતા હતા. અભિષેકની ભક્તિની આ ક્રિયા ઇચ્છિત પરિણામ બતાવે તો કેવું સારૂં? જો વરસાદ ન પડે તો મનુષ્યો, પશુઓ, યાત્રિકો માટે અત્યંત વિકટ પરિસ્થિતિ સર્જાઇ જાય તેમ હતું. આપણે તો માત્ર પ્રાર્થનાના જ અધિકારી હતા એટલે આહ્વાહનની ક્રિયા કરી ભગવાનની કાયા ઉપર નક્કી કરેલા અમુક મંત્રબીજોનું ખાસ સ્થાપન કર્યું. શ્રી રજનીભાઇ અને શ્રી શાંતિભાઇ પાસે પણ અમુક ક્રિયા કરાવરાવી. છેલ્લે મંત્રોચ્ચાર હ્રદયના ઊંડા ભાવથી કર્યો. ક્રિયા કરી નીચે ઉતર્યા ત્યારે વરસાદ એકદમ તૂટી પડ્યો. બીજાઓએ કહ્યું કે વિધિ ચાલતી હતી તે જ વખતે એકાએક જોરદાર વાદળાં ચડી આવ્યાં અને વરસાદની હેલી શરૂ થઇ ગઇ. સર્વત્ર વરસાદની જોરદાર શરૂઆત થઇ ગઇ, પછી લોકોએ કહ્યું કે મહત્ત્વની ક્રિયા શરૂ થતાંની સાથે જ વરસાદ શરૂ થઇ ગયો હતો, ક્રિયા પૂરી થતાં ધોધમાર વરસાદ તૂટી પડ્યો. એવું કેમ બને છે? એ પ્રશ્ન સહેજે સહુને થાય. એનો જવાબ એટલો જ કે કુદરતનાં રહસ્યો કે દૈવિક ચમત્કારો અગમ્ય છે. ત્યાં માનવીનું ગણિત કે તર્ક કશું કામ લાગતું નથી. સાધનાના પ્રભાવે અણકલ્પેલી ઘણી ઘટનાઓ બનવા પામે છે. [ ૭૦૩ ]
SR No.022874
Book TitlePrastavana Sangraha
Original Sutra AuthorN/A
AuthorYashodevsuri
PublisherMuktikamal Jain Mohanmala
Publication Year2006
Total Pages850
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy