SearchBrowseAboutContactDonate
Page Preview
Page 728
Loading...
Download File
Download File
Page Text
________________ છે તેવી પરિસ્થિતિ ન હતી છતાં પણ પોતાની રીતે કહેવા યોગ્ય કહ્યું પણ તેમને પણ દાદ ન આપી. - પૂજ્ય ગુરુદેવની હયાતીમાં ચેમ્બરમાં સમારોહ કરી પૂજ્ય ગુરુદેવને સમર્પણ કરવાની છે ફૂલચંદભાઇની ઇચ્છા ફળી નહીં. આ સુજ્ઞ મહાત્માએ કોણ જાણે કેટલાક સણો અને સ્વભાવ એવા કેળવ્યા છે કે જેના આ કારણે તેમનું હૃદય કઠોરમાંથી કોમળ ન થયું તે ન જ થયું. ફૂલચંદભાઇએ આ દુનિયામાંથી વિદાય લીધી અને પૂજ્ય ગુરુદેવે પણ વિદાય લીધી. આજે આ ચરિત્ર તેમની પાસે જ છે કે કેમ તે હું જાણતો નથી. આ મહાત્માને આવું શા માટે કરવું પડ્યું ? તેની વિગત જણાવવાનો કોઈ અર્થ નથી. છે પૂ. યુગદિવાકરના ક્રાઉન ૧૬ પેજીમાં બહાર પડેલા ખાસ અંકની વાત એક બીજી વાતની ખાસ નોંધ લેવી જરૂરી હોવાથી ઘણી જ સાવ ટૂંકમાં ઇશારા પૂરતી વાત જણાવું કે–ઉપરોક્ત જે વાત કરી એ જ મહાત્માએ શ્રદ્ધાંજલિ વિશેષાંકનું કામ પોતાને ન મળતાં તે મને સોપવામાં આવ્યું. તેથી તે હતાશ અને નિરાશ થઈ ગયા, અને મારા હસ્તકની શ્રદ્ધાંજલિ વિશેષાંક બહાર પડે તે પહેલાં જ જાણીજોઇને વિદ્વેષ અને વિરોધભાવથી ભાવનગરથી નીકળતા છે જેન છાપાનાં તંત્રીને પૂજ્ય યુગદિવાકરશ્રી માટેનો નવો અંક તૈયાર કરાવી જલદી બહાર પાડી છે દેવા માટે કામ સોંપ્યું. તેને બધી રીતે મદદ પણ કરી. ક્રાઉન સોળ પેજીની સાઇઝમાં ઝડપથી - અંક બહાર પાડી દીધો. છે એ પુસ્તકની પ્રસ્તાવનામાં પ્રકાશક ગુરુદેવના નામે પાયા વિનાની તદ્દન જુઠી વાત લખતાં શું લખે છે કે “અમારા આ અંકમાં એમની સાધ્વીઓને લેખો લખવા માટે મનાઇ કરી હતી.” આવું હડહડતું જુદું લખનાર પ્રસ્તુત અંકના પ્રકાશક અને તેને બધી રીતે સહાયક થનાર તેમજ ગુરુદેવની છેવારંવાર અવહેલના થાય એવું લખવા માટે પ્રોત્સાહન આપનાર મહાત્મા, એ બંનેને ધન્યવાદ જ ન આપવા રહ્યા. ખાસ કરીને પ્રકાશકની દુ:ખદ, શરમજનક, વિદ્રોહી કથા ઘણી લાંબી છે જેને અહીં સ્થાન આપવું ઉચિત નથી. જાણતાં-અજાણતાં, સ્મૃતિચૂકથી જે કંઈ ભૂલો રહી ગઈ હોય, 2 અનુપયોગથી જૂનાધિક વિધાન થયું હોય તો તે બધાયનું મિચ્છામિ દુક્કડ સહુને પહોંચે! નોધ–મારા પૂજ્ય ગુરુદેવ અને વડગુરુદેવો સાથે મારા ગૃહસ્થજીવન અને સંયમજીવન તે દરમિયાન અનેક ઘટનાઓ બની છે. આજે જીવનની અંતિમ સંધ્યાએ અનેક ઘટનાઓ તથા જે ભૂતકાળનાં અનેક સંસ્મરણોની સ્મૃતિઓ ઓછી થઈ છે, છતાં તાજેતરમાં એક નાનકડી ઘટના સ્મૃતિપથ ઉપર ઉપસી આવી ને અહીં મુદ્રિત કરી છે. કારણ કે આ ઘટના પૂજ્ય ગ્રન્થનાયક સાથે ખાસ સંબંધ ધરાવતી અને પ્રાથમિક કાળની છે. પ્રસ્તુત પ્રતિ (પોથી)ની પ્રસ્તાવનામાં લેખકશ્રીએ ત્રણ ત્રણ જગ્યાએ પોતાના શિષ્યને યાદ કર્યા છે. તેમાંય પ્રતિના દશમાં પાનાંમાં લખેલી છેલ્લી નોધ ખાસ અગત્યની છે. એમાં પોતાના શિષ્ય અંગે ઉલ્લેખ કરતાં– ‘ઉમ્મરમાં બાલ છતાં બુદ્ધિમાં અબાલ, તત્ત્વ જિજ્ઞાસુ” . * જેમ ભગવાન વર્ધમાનને વાઈપ વાનપરામ: વર્ણવ્યા છે તે રીતે.
SR No.022874
Book TitlePrastavana Sangraha
Original Sutra AuthorN/A
AuthorYashodevsuri
PublisherMuktikamal Jain Mohanmala
Publication Year2006
Total Pages850
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy