SearchBrowseAboutContactDonate
Page Preview
Page 719
Loading...
Download File
Download File
Page Text
________________ ૫. આકાશવર્તી અષ્ટકૃષ્ણરાજીની વ્યાખ્યા તે પહેલા માં ચોદરાજરૂપ જૈન વિશ્વ કેવું છે? કેવા આકારે છે? સુપ્રસિદ્ધ ત્રણેય લોક કેવા છે? ક્યાં આવ્યા છે? એક રાજ કોને કહેવાય? વગેરે અનેક વિગતો, બીજામાં કાળની ગણતરી * જૈનશાસ્ત્રોમાં જે બતાવી છે તેવી બીજાં કોઈ શાસ્ત્રો કે દર્શનકારીએ જણાવી નથી. સંખ્યાત, અસંખ્યાત, અનંતનું માન કોને કહેવાય તેની વિશદ સમજ, ત્રીજામાં જૈનધર્મમાં ઇશ્વર કે તીર્થકર ન તરીકે ઓળખાતી વ્યકિતનો તથા તે તે કાળે થતા ચક્રવર્તી, વાસુદેવ, પ્રતિવાસુદેવ, બલદેવાદિ વગેરે - વ્યકિતઓનો પરિચય, ચોથામાં તમસ્કાય અને પાંચમામાં અષ્ટકૃષ્ણરાજી, આ બંને વસ્તુઓનું સ્થાન - આકાશવર્તી છે. તે બધાનો પરિચય આપવામાં આવ્યો છે. આ પુસ્તિકામાં શાસ્ત્ર વિરૂદ્ધ વિધાન થઇ ગયું હોય તો મિચ્છામિ દુક્કડમ્. પરિશિષ્ટોની નકલો બહુ ઓછી છપાવવાના કારણે પુસ્તિકા ૧૫ રૂા. પડવા છતાં કિંમત ૧૨ - રૂા. રાખી છે. – યશોદેવસૂરિ 十十十十十十十十十十十十十十十十十十十十十十十十十十十十十十十十十十十十十十十十十十十十十十十十十十十十十十十十十十十十十米米米米米米米米 આગ જેવા ઉગ્ર રાજાની સેવા નકામી કારણકે એના આવેશની અગનજ્વાળા ક્યારે સેવકોને સળગાવી દે તે કહેવાય નહીં. ચમડી છુટે પણ દમડી ના છુટે તેવા કૃપણ સ્વામીની સેવા પણ વ્યર્થ કારણ કૃપણ વ્યક્તિ કયારેય કદર કરી શકતી નથી. રાજા, વાજાં ને વાંદરા આ ઉક્તિને સાર્થક કરનારા રાજાની ચાકરી પણ નિષ્ફળ ગણાય છે. કેમકે વિશેષ જ્ઞાન વિનાના એ કાચા કાનના રાજાઓ ક્યારે ખીજાઈને ખેદાન મેદાન કરી દે તેનો ભરોસો નહિ અને વફાદારીને વિસરી જતાં કૃતની રાજાની સેવાય નિરર્થક કારણકે છેલ્લા શ્વાસ સુધી સેવા કરનારને પણ સન્માનવાનું સૌજન્ય એમનામાં હોતું નથી એમની સેવાથી ફૂલોની મજા નહીં પણ શૂલોની સજા મળે છે. ----------- --- [ ૬૯૦] - --------------------
SR No.022874
Book TitlePrastavana Sangraha
Original Sutra AuthorN/A
AuthorYashodevsuri
PublisherMuktikamal Jain Mohanmala
Publication Year2006
Total Pages850
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy