SearchBrowseAboutContactDonate
Page Preview
Page 717
Loading...
Download File
Download File
Page Text
________________ バババババ આંકડો લગભગ સવાબે લાખનો થવા પામ્યો. પાલીતાણા જેવા સ્થળમાં અને મારા માટે કોઈનેય પ્રેરણા ન કરવાની કાયમી મારી નીતિ મુજબ મારા એક પણ ભક્તને બોલી બોલવા માટે કે બોલીમાં ભાગ લેવા માટે સૂચના કરી ન હોવા છતાં તેઓશ્રીએ ભાખેલી ભવિષ્યવાણી સાચી થઈને ઊભી રહી હતી. આ એક ઘણી જ આશ્ચર્યજનક, ઐતિહાસિક આ કાળમાં અકલ્પનીય અને અભૂતપૂર્વ કહી શકાય તેવી ઘટના હતી. ૐન * મારા તારક ગુરુદેવનો એકાએક કાળધર્મ એટલે અવસાન થવા પામ્યું, આથી હું અત્યંત વ્યથિત બની ગયો હતો. સ્વર્ગસ્થ ગુરુદેવે જ્ઞાનથી મારા હૃદયની પરિસ્થિતિ જાણી, મુંબઈમાં પોતાના અંગત ભક્તજનને રાતના મને આપવા માટેનો આશ્વાસનનો સંદેશો લખાવરાવ્યો. જેમાં તેઓશ્રીએ મને જલદી સ્વસ્થ બની જવા તથા બીજી કેટલીક સૂચનાઓ જણાવેલી. તે લખાણ મને તાબડતોડ પહોંચાડવા ભક્તજનને સૂચના કરી અને તેઓ તરત જ પાલીતાણા આવ્યા. સંદેશો વાંચવા આપ્યો. આવનાર ભક્તે કહ્યું કે મને વહેલામાં વહેલી તકે આપને સંદેશો આપવા કહ્યું છે. એ ભાઈ રાત પાલીતાણા રહ્યા ત્યારે ફરી મને જાણ કરવા માટે લખાણ લખાવ્યું. તે લખાણ પણ તે ભાઈએ બપોરે વિદાય થતાં પહેલાં મને વંચાવ્યું. બીજા પણ અનુભવો થયા જેની નોંધ અહીં આપતો નથી. આમ પૂજયશ્રીની આવી અકલ્પનીય અને અનહદ કૃપા જોઈ હું ભાવાવેશમાં આવી મારી જાતને ધન્ય માની આશ્ચર્ય અનુભવતો. હું એક અદની, સામાન્ય વ્યક્તિ અને આ બધું શું? આની પાછળ વાસ્તવિક કારણ શું? આના સૂચિતાર્થો શું હશે? તે બધી બાબત મારા માટે એક રહસ્ય જ બની ગઈ છે. જો કે મેં પૂજ્ય ગુરુદેવને અને ભગવતીજી પદ્માવતીજીને પ્રાર્થના કરી કે આવી આગિયા જેવા ચમકારા જેવી ઘટનાઓથી મને સંતોષ ન થાય. સંતોષ તો ત્યારે થાય કે મારા દ્વારા કોઈ શાસન કે સમાજનું શ્રેષ્ઠ કાર્ય થવા પામે! નોંધ :—ઘણાં સમય પહેલાં આ ઘટના જાહેરમાં મૂકવી હતી પણ યોગ નહિ હોય. આજે પણ પ્રગટ થઈ શકત કે કેમ? તે સવાલ હતો છતાં ઝટપટ લખીને ઝટપટ છપાવીને પ્રસિદ્ધિ આપી છે. સામાન્ય રીતે આવી બાબતો આ કાળમાં કોઈ માને નહિ, ઉલટી હાંસીપાત્ર--ચર્ચાપાત્ર બને અને જાતજાતની કલ્પનાઓ કરે પણ લખેલી હકીકતમાં લેશમાત્ર અતિશયોક્તિ કરી નથી. - ચમત્કારોની વાતો જાતજાતની મારા કાને આવતી રહી પણ જે ઘટના અનુભવી, જે જાણી એની જ નોંધો અહીં આપી છે. ખોટી મહત્તા વધારવા લખ્યું નથી, વાહવાહ કરવા જણાવ્યું નથી. આ પ્રસંગની પ્રસિદ્ધિ પાછળનો હેતુ આ કાળમાં પણ સ્વર્ગે જનારા પુણ્યાત્મા સ્વર્ગે ગયા બાદ જાગૃત રહી ગત જન્મના પરિવારને યાદ કરી, સહાય કરી શકે છે, પોતે કયાં ગયા છે તે જણાવી શકે છે એવી વિશ્વાસ બેસે તેવી ઘટના જાણવા મળે તો આજના વૈજ્ઞાનિક યુગના યુવાનોની શ્રદ્ધાને નવું જોમ બક્ષી શકે છે. આવી સત્બુદ્ધિથી જાહેરમાં મૂકી છે. जैनं जयति शासनम् – યશોદેવસૂરિ
SR No.022874
Book TitlePrastavana Sangraha
Original Sutra AuthorN/A
AuthorYashodevsuri
PublisherMuktikamal Jain Mohanmala
Publication Year2006
Total Pages850
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy