SearchBrowseAboutContactDonate
Page Preview
Page 715
Loading...
Download File
Download File
Page Text
________________ પત્ર રીપોર્ટરો શું કહે છે? તે જ દિવસે હું રાતના દશ વાગ્યા ત્યારે પત્રકારોની રાહ જોઈ રહ્યો હતો. માંગરોળમાં » ત્રણ રિપોર્ટરો રહે છે. તેઓ બપોરના મને મળીને તપાસે ઉપડી ગયા હતા. માંગરોળમાં ચંદનના તે એ ચાંલ્લાઓની વૃષ્ટિમાં તથ્ય શું છે? શું આની પાછળ કોઈ દેવિક કારણ છે કે કેમ? તેની જાતે છે તપાસ કરી પછી આગળ વધવું એ ઈરાદાથી. રાતના સાડા દશ પછી ત્રણેય રિપોર્ટરો મને મલ્યા, મેં કહ્યું કે બીજા બધા નિર્ણય આપે છે અને તમો રિપોર્ટ આપો એમાં તમારા રિપોર્ટનું વજન થોડું વજનદાર ગણાય. માટે તમને જે છે. લાગ્યું હોય તે જ વિના સંકોચે જણાવો. તેઓએ કહ્યું કે અનેક ઘરોની અગાસી જોઈ આવ્યા, તે » રોડ જોયા, પાંચ કિલોમીટર સુધી બેટરી લઈને જઈ આવ્યા, નવા બાંધકામો છૂટથી જોયા. પt. એમણે એમ કહીને મારી આગળ એક ઓશીકું મૂક્યું, રૂનો ઢગલો મૂક્યો અને એક લાકડાનો છે. કટકો મૂકયો. પછી માહિતી રજૂ કરતાં બોલ્યા કે આ ઓશીકું મુસલમાનની ઘરની અગાસીનું છે » છે. 'રૂ' છે તે હિન્દુના ઘરની અગાસીનું છે અને લાકડું છે તે ખારવા વિભાગનું છે. આ ત્રણેય છે, ચીજો પીળા રંગના ચાંલ્લાઓથી ભરાઈ ગયેલી હતી. મેં પૂછ્યું કે તમારું જજમેન્ટ શું છે? તે છે જ કહો. એટલે તે બોલ્યા કે, આની પાછળ કોઈ દિવ્ય શક્તિ કામ કરી રહી છે એમ અમને લાગે છે છે છે. વધુમાં કહ્યું કે રસ્તે ચાલતા માણસના કપડાં ઉપર, મોટર ઉપર, ઘરોની અંદર પણ પીળા રે છે રંગના છાંટાઓ પડ્યા છે. સહુથી વધુ વર્ષા ખારવા વિભાગમાં થઈ છે. તેથી ખારવાઓએ બે દિવસ માટે માંગરોળ બંદર ઉપર માછલી ન પકડવાનો નિર્ણય કર્યો, અને બે દિવસની લાખો માં છે. રૂપિયાની કમાણી જતી કરી. માંગરોળની જનતાએ બીજા દિવસે નીકળનારી પાલખી યાત્રામાં સમસ્ત જનતા ભાગ લેવા એ આગ્રહ કરતી જાહેરાત લાઉડસ્પીકર દ્વારા કરતાં કહ્યું કે પૂજ્ય સૂરીશ્વરજી માત્ર જૈનોના ન હતા, આપણા હતા, સહુના હતા, યાવત સમગ્ર જનતાના હતા માટે તમામ પ્રજાએ અંતિમયાત્રામાં ભાગ ", લેવો. તે ઉપરાંત ક્યારેય ન પડી હોય એવી સખત હડતાલ પણ પાડી હતી. રાતની શોકસભામાં તમામ પ્રજાએ શ્રદ્ધાંજલિ આપી અને પાલખી યાત્રમાં અજેનોએ છૂટથી લાભ લીધો હતો. બીજા પ્રસંગો + અગ્નિસંસ્કારની જગ્યાએ દિવસો સુધી ચંદનની વૃષ્ટિ ચાલુ રહી હતી. * પાલીતાણામાં તેઓશ્રીની દહેરી ફરતી ચંદનવૃષ્ટિ પહેલા જ વરસની કાળધર્મની તિથિએ એક કલાક સુધી ચાલી હતી, સેકડો લોકોએ તે ઘટના જોઈ હતી. (૩) આચાર્ય પદવી પ્રસંગે અમારી આચાર્યપદવીનો નિર્ણય થયા બાદ પાલીતાણા અને મુંબઈ ખાતે સર્વોદય અને તે
SR No.022874
Book TitlePrastavana Sangraha
Original Sutra AuthorN/A
AuthorYashodevsuri
PublisherMuktikamal Jain Mohanmala
Publication Year2006
Total Pages850
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy