SearchBrowseAboutContactDonate
Page Preview
Page 695
Loading...
Download File
Download File
Page Text
________________ ભક્તિ, પૂજાભક્તિ અને ગીતભક્તિ કરનાર આત્મા હ્રદય વિશુદ્ધ અને નિર્મળ ભક્તિ ભાવથી એવું પુણ્ય હાંસલ કરી લે છે કે એ જીવ પોતે જ પૂજનીક બની જાય છે. અર્થાત્ પરમાત્માતીર્થંકર બની જાય છે. પરમાત્માનું ગુણગાન કરતાં પરમાત્માનાં ગુણો આપના અંગમાં એટલે આપણા આત્મામાં આવિર્ભાવ થવા પામે છે. આપણે ત્યાં આ બાબતમાં ઇલિકાભ્રમર ન્યાય મહર્ષિઓએ બતાવ્યો છે. આ ન્યાયનો અર્થ એ છે કે ભમરી ઝાડ ઉપરથી કે ગમે ત્યાંથી ઇયળને લઇ આવે છે અને પોતાનાં બાંધેલાં માટીનાં નાનકડા ઘરમાં મૂકે છે, કાણું બંધ કરી દે છે પછી ભમરી સતત અંદર ગુંજારવ કરતી રહે છે. પરિણામે ઇયળ ભમરીના અવાજમાં તન્મય થાય છે અને એના કારણે મરીને ભમરી થવાનું કર્મ બાંધી લે છે. માટીના દરમાં ને દરમાં જ એ ઇયળનો જીવ ત્યાં ભમરી રૂપે જન્મ લે છે એમ લખ્યું છે. એ પ્રમાણે ભગવાનનો ભક્ત પોતે ભગવાનમાં તન્મય બનીને ભગવાન સ્વરૂપ બનવાનું શુભ કર્મ બાંધે છે. ભગવાન મહાવીરના કથાનકમાં કહેવામાં આવ્યું છે કે બિહારની રાજધાની મગધના રાજા શ્રેણિકે ભગવાન મહાવીરની ઉત્કૃષ્ટ ભક્તિ કરીને તેમની હાજરીમાં જ ઇશ્વરત્વ તીર્થંકર નામકર્મ બાંધી લીધું, એટલે કે આત્માને પરમાત્મા બનવાનું ઇશ્વરત્વ પ્રાપ્ત કરવાનું પુણ્ય બાંધી દીધું. ભગવાન મહાવીરની હાજરીમાં એક માત્ર શ્રેણિકે જ નહીં પણ બીજા નવ-નવ જણાએ ભગવાનની ભક્તિ કરીને ભવિષ્યકાળમાં-આગામી ભવમાં તીર્થંકરપદની પ્રાપ્તિ કરવાનું પુણ્ય બાંધી દીધું હતું. એટલા માટે જ પંડિતપ્રવર શ્રી વીરવિજય કૃત બારવ્રતની પૂજામાં લખ્યું છે કે– સુલસાદિક નવ જણને જિનપદ દીધાંરે, મારા તે કર્મે રે તે વેળા વસીયો હું વેગળો; શાસન દીઠુંને વળી લાગ્યું મીઠું રે, આશાભર આવ્યો રે સ્વામી એકલો.... આ પંક્તિમાં કવિ ખુદ પોતાના જ માટે પોતે અફસોસ કરતાં કહે છે કે ભગવાન સુલસા, રેવતી શ્રાવિકા વગેરે નવ નવ જણાએ તારી ત્રિકરણ યોગે કરેલી ભક્તિથી તમોએ નવેય જણાને તીર્થંકરપદની ભેટ ધરી પણ ભગવાન! હું કેવો કમનસીબ કે તે વખતે હું તારી પાસે હાજર ન હતો. પણ આજે હું એ પદ મેળવવા આપની પાસે આશાભર આવ્યો છું. આ પંક્તિઓ આપણને જણાવે છે કે સર્વગુણસંપન્ન વીતરાગ પરમાત્માની નામ ભક્તિ, વિવિધ સેવાભક્તિ, પૂજાભક્તિ અને ગુણગાન ભક્તિ પરમાત્મા પદને આપે છે. માટે ભક્તિને મુક્તિની દૂતી તરીકે ઓળખાવી છે. દૂતી એટલે સંદેશા લાવવા-લઇ જનાર અને કામ કરનાર તેમ ભક્તિ એ મુક્તિ સાથે સંબંધ બંધાવી આપે છે. T< =} AAT TAT 222 [૩] 2
SR No.022874
Book TitlePrastavana Sangraha
Original Sutra AuthorN/A
AuthorYashodevsuri
PublisherMuktikamal Jain Mohanmala
Publication Year2006
Total Pages850
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy