SearchBrowseAboutContactDonate
Page Preview
Page 693
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૦ વરસ ઉપર એ બધા ગ્રન્થોના આધારે નામો અને આયુધોમાં આવતા નજીવા મત મતાંતરો છે છે સાથે એક કોષ્ટક બનાવ્યું હતું. જે અહીં પ્રગટ કરવું હતું પણ નથી આપી શકાયું. ૨૫ વરસ પહેલાં અનેક પ્રસંગોમાં ઉપયોગી એવા સેંકડો ચિત્રો રંગીન, સાદી લાઈને છે છે વર્કની ડિઝાયનો બનાવી તેનું પુસ્તક પ્રગટ કરવું હતું. કુશળ ચિત્રકાર શ્રી પ્રીતમ ત્રિવેદીને એ છે તે કામ સોંપ્યું પણ હતું પણ તે કરી શક્યો નહિ. જો થયું હોત તો સમાજને એક સુંદર કલાકૃતિ છે છે સંગ્રહ પ્રાપ્ત થાત. આ દેવ-દેવીઓ ક્યાં રહે છે, તે મદદ કેવી રીતે કરે છે, કયું જ્ઞાન છે એ વિગત અહીં છે જ આપી શકતા નથી. અમારા શાસક પ્રભાવક, અનોખી પદ્ધતિના પ્રખર વક્તા પરમપૂજ્ય ગુરુદેવ આચાર્ય શ્રી છે & વિજય મોહનસૂરીશ્વરજી મહારાજે વડોદરામાં સ્થાપેલી શ્રી મુક્તિ કમલ જૈન મોહન જ્ઞાનમંદિર છે. સંસ્થા તરફથી, વ્યવસ્થાપકોના સુંદર સાથ સહકારથી, એલાઈડ પ્રકાશન સંસ્થાવાળા ભાઈશ્રી કુમુદભાઈ, શ્રી બકુલભાઈ તથા શ્રી દીપકભાઈએ પૂરી લગનથી પાર પાડી શક્યું છે. અલબત્ત મારી ધારણા પ્રમાણે કામ થવા નથી પામ્યું તે પૂરતો અસંતોષ છે પણ જનતાને એ ગમ્યું છે છે છે તેથી સંતોષ છે. પત્રો દ્વારા તો જનતાએ ચિત્રોની ઘણી પ્રશંસા કરી કલાકારને અને સંસ્થાને છે ધન્યવાદ આપ્યા છે. અમારા સહવર્તી એક યા બીજી રીતે સહાયક ભક્તિવંતા મુનિરાજો. ૫. મુનિશ્રી વાચસ્પતિવિજયજી, મુનિશ્રી જયભદ્રવિજયજી, ભક્તિવંત રોહિતભાઈ, તેમજ અમારાં મુદ્રણના કાર્યો આત્મીય લાગણીથી સુંદર રીતે કરી રહેલા કહાન પ્રેસના સંચાલક ધર્માત્મા ભાઈશ્રી જ્ઞાનચંદજી વગેરેને ધન્યવાદ ઘટે છે. -અમારા આ સત્કાર્યને ચતુર્વિધ સંઘની અનેક વ્યક્તિઓએ આવકાર્યું છે, તે આનંદનો વિષય છે. -મુદ્રણમાં કે લખાણમાં જે કંઈ ઊણપો કે જૂનાધિકપણું રહ્યું હોય તે બદલ દિલગીર છીએ. સં-૨૦૪૩, ચૈત્ર સુદિ બીજ -યશોદેવસૂરિ
SR No.022874
Book TitlePrastavana Sangraha
Original Sutra AuthorN/A
AuthorYashodevsuri
PublisherMuktikamal Jain Mohanmala
Publication Year2006
Total Pages850
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy