SearchBrowseAboutContactDonate
Page Preview
Page 686
Loading...
Download File
Download File
Page Text
________________ આચાર્યશ્રી યશોદેવસૂરિજી લિખિત ઉણાદિપ્રયોગ યશસ્વિની મંજૂષાની પ્રસ્તાવના CRC KALAK 'UM વિ. સં. ૨૦૪૩ ઇ.સન્ ૧૯૮૭ Cી 7t ( ઉણાદિO મંજૂષાના રચયિતાનું નિવેદન ) : O મારી વાત હું શા માટે ન લખું? બીજાઓ શા માટે લખે? -લે. આ. યશોદેવસૂરિ _ જ્ઞાનાર્જનની કથા માટે ભૂતકાળમાં જરા ડોકિયું કરી લઉં– ૧૯૮૭ની સાલમાં પંદર વર્ષની ઉંમરે મારી દીક્ષા થયા બાદ ગૃહસ્થાવસ્થામાં ભણતાં બાકી રહેલાં પ્રકરણોનો તેના અર્થ સાથેનો અભ્યાસ વગેરે ધાર્મિક બાબતનો ' આવશ્યક કોર્સ પૂરો કર્યો અને એક વર્ષ પછી સંસ્કૃત બે બુકો શરૂ કરી. એ પૂરી કરી તે પછી લઘુ કૌમુદી શરૂ કરી બે વર્ષે એ પૂરી કરી. સાથે પ્રસિદ્ધ પંચકાવ્યો કર્યા. હીર સૌભાગ્ય કાવ્યના કેટલાક સર્ગો કર્યા. વયર્થક ભટ્ટીકાવ્ય પણ કર્યું. તે વખતે સાથે સાથે દ્વાશ્રય કાવ્યનું પણ અવલોકન કર્યું. ચારેક વર્ષ બાદ ૧૯૯૨માં દેવગુરુના આશીર્વાદ સાથે પાણિનીય વ્યાકરણસૂત્રટીકા સિદ્ધાન્ત કૌમુદીનો પ્રારંભ કર્યો. તેનું એક પાનું જે લગભગ ત્રીસેક શ્લોક પ્રમાણ થતું હશે. તેને રોજ કંઠસ્થ કરીને પૂજ્ય ગુરુદેવને કાં તો પંડિતજીને સંભળાવી દેતો, સાડા બાર હજાર શ્લોક પ્રમાણની પૂરી કૌમુદી કંઠસ્થ કરી. પરિશ્રમ વધુ થતાં એ વખતે તબિયતની પ્રતિકૂળતા તો હતી જ એમાં વધારો થયો ન હોવાથી ધરખમ પરિશ્રમ ન કરી શકવાના કારણે મારી દૃષ્ટિએ વ્યુત્પન કક્ષાના સર્વાગી Sઅધ્યયનમાં થોડી ક્ષતિ રહી ગઇ એનો મને મનમાં થોડોક વસવસો રહી ગયો હતો. આ '' ર
SR No.022874
Book TitlePrastavana Sangraha
Original Sutra AuthorN/A
AuthorYashodevsuri
PublisherMuktikamal Jain Mohanmala
Publication Year2006
Total Pages850
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy