SearchBrowseAboutContactDonate
Page Preview
Page 68
Loading...
Download File
Download File
Page Text
________________ ઉપરથી જ શાસ્ત્રો રચે છે, પછી એ શાસ્ત્રો દ્વારા તીર્થંકરદેવના જ્ઞાનનો જુદી જુદી રીતે વિસ્તાર માં 3 થતો રહે છે. સમ્યગ્દષ્ટિને પામેલા જીવો, તેઓશ્રીની વાણીને યથાર્થ સર્વથા સત્ય માનીને તે - સ્વીકારે છે. પ્રશ્ન :-તીર્થકરો જે જ્ઞાન આપે અથવા જે કંઈ કહે તે બધું સાચું જ, વિશ્વસનીય અને છે. શ્રદ્ધેય જ હોય છે એવું કહેવામાં આવે છે તેમાં પ્રમાણ શું? ઉત્તર :-પ્રમાણમાં તીર્થકરોનો વિકાસ ક્રમ, સાધના અને સિદ્ધિ. જૈન તીર્થકરો પોતાના અંતિમ ભવમાં તીર્થકરરૂપે ત્યારે જ જાહેર થાય છે કે રાગ-દ્વેષનો એક : ક્ષય કરી વીતરાગ અવસ્થા પ્રાપ્ત કરી કેવલજ્ઞાન, કેવલદર્શન એટલે ત્રિકાલજ્ઞાન પ્રાપ્ત કરી લીધું કે હોય. ત્રિકાલજ્ઞાનનો અર્થ એ કે દશ્ય-અદશ્ય અખિલ બ્રહ્માંડને તેમાં રહેલા દ્રવ્યો-પદાર્થો, તે પિ ક પદાર્થોના પર્યાયો, વિવિધ અવસ્થાઓ, પદાર્થોના ગુણો વગેરેને સંપૂર્ણ આત્મપ્રત્યક્ષ જોવા ને ? જાણવા. આથી જ્ઞાનના બળે સમગ્ર વિશ્વનું યથાર્થ દર્શન તેઓ કરી શકે છે. આ શક્તિ પ્રાપ્ત છે થયા પછી જ તેઓ જાહેર પ્રવચનો આપે છે. જેથી તેમના પ્રવચનમાં અસત્યનો અંશ આવવાની રીત જરાપણ શક્યતા હોતી નથી, અને આથી વિશ્વને હેયોપાદેયનું સાચું જ્ઞાન મળે છે. તીર્થકરો સત્યવાદી જ હોય છે. અસત્ય બોલવાનું તેમને કોઈ કારણ જ હોતું નથી. માનવજાત ત્રણ કારણોથી જુઠું બોલે છે માનવજાત ત્રણ કારણોથી જુઠું બોલે છે. કાં રાગથી, કાં દ્વેષથી, કાં અજ્ઞાનથી. આ ત્રણેય - કર્મો આત્મામાંથી સર્વથા નષ્ટ થઈ જાય પછી કારણનો નાશ થતાં તેના કાર્યરૂપ અસત્ય પણ નષ્ટ ન થઈ જાય છે. આવી રાગ-દ્વેષ વિનાની જે વ્યક્તિ હોય તેને જ વીતરાગ કહેવાય છે, આપ્ત કહેવાય છે. આપ્ત એટલે યથાર્થવક્તા. વ્યક્તિ વિશ્વસનીય હોય તેના વચન ઉપર જરૂર વિશ્વાસ બેસે છે. યથાર્થ વચન જેઓને રાગ-દ્વેષ ન હોય તેવા વીતરાગ પુરુષો જ બોલી શકે છે. પુરુષવશ્વાસે તો વનવિશ્વાસ: એ ન્યાયે. ઉપરની વાત કહેવાનું કારણ એ છે કે આ સંગ્રહણી ગ્રન્થનો સંબંધ તીર્થંકરદેવની વાણી જોડે જોડાયેલો છે. ત્યારે તીર્થકર કેવા હોય છે તેનો ખ્યાલ આપવા ઉપરોક્ત સામાન્ય ઇશારાપૂરતી ભૂમિકા જણાવી છે. સંગ્રહણીરત્ન' નામ શાથી? પ્રસ્તુત ગ્રન્થને લોકો મોટીસંઘયણી, કે સંગ્રહણીના નામથી જાણે છે પણ તેનું એક સ્વતંત્ર નામ “સંગ્રહણીરત્ન છે. આ સંગ્રહણીની રચના બારમી શતાબ્દીમાં *શ્રીચન્દ્ર નામના મુનીશ્વરે કરી છે. સંગ્રહણીનો અર્થ એ કે આગમશાસ્ત્રમાં રહેલા વિવિધ પદાર્થોનો જેમાં સંચય-સંગ્રહ કરાયો હોય તે. * જુઓ સંદi | ગાથા ૩૪૯. આ પ્રક્ષેપ ગાથા છે. sales assessee [૩૯] === = =======
SR No.022874
Book TitlePrastavana Sangraha
Original Sutra AuthorN/A
AuthorYashodevsuri
PublisherMuktikamal Jain Mohanmala
Publication Year2006
Total Pages850
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy