SearchBrowseAboutContactDonate
Page Preview
Page 655
Loading...
Download File
Download File
Page Text
________________ ***<+>*&*+>& વળી ચિત્રકારો પાસે કામ લેવાની અસાધારણ મુશ્કેલીઓ એટલે મારાથી હવે બનવું અશક્ય લાગે છે. આ બધી મારી વાતો બીજાને જણાવવાની કશી જરૂર ન હોવા છતાં જણાવું છું, એટલા માટે કે કોઈપણ કલારસિક મુનિરાજ કે શ્રાવકને કદાચ આ મારી ઇચ્છા જાણીને તમામ ચિત્રોને રંગીન-કલરીંગ બનાવવાનું મન થાય. —આ ચિત્રોને સુવ્યવસ્થિત રીતે ગોઠવી સુંદર કલાત્મક રીતે મુદ્રિત કરાવી શકાય છે. —તેને જોઈતો પરિચય ચિત્ર નીચે લખે અને પછી તે ક્રાઉન સાઈઝની ૮ કે ૧૬ પેજી બુકમાં છપાવે તે બહુ જ ઉપયોગી પ્રકાશન બની રહેશે, નકલોની સંખ્યા ઉત્સાહના અતિરેકમાં આવ્યા સિવાય સમજીને નક્કી કરવી તેથી નકલો ઘરજમાઈ થઈ ન પડે. —તમામ ચિત્રો ૧૫૦ વરસની ગેરંટીના બ્રીટીશ હેન્ડમેડ કાગળ ઉપર પોથી આકારનાં પાનાં બનાવીને સાદા તેમજ રંગીન બંને પ્રકારે ચિતરાવવા જોઈએ જેથી ૨૦૦-૪૦૦ વરસ બાદ પણ તે ચિત્રો સુરક્ષિત રીતે જોવા મલે, તો ભાવિ પેઢી તેનો વિવિધ રીતે ઉપયોગ કરવા હોય તો કરી શકે. આ કાર્ય મુનિરાજો જ કરી શકશે. —કલાના સર્જકો-શોખીનો આ ચિત્રોની પ્લાસ્ટરના, પથ્થરના, લાકડાના, હાથીદાંત તથા ધાતુના વગેરેનાં માધ્યમો દ્વારા સીરીઝ ઊભી કરી શકે છે. એ ચિત્રોને કલાત્મક અને રંગબેરંગી બનાવી આકર્ષક બનાવી શકે છે. —મ્યુઝીયમ-પ્રદર્શન માટે ૬ થી ૧૨ ઈંચ, વચ્ચેની સાઈઝમાં હિન્દી, ગુજરાતી, અંગ્રેજ ત્રણેય ભાષાના પરિચય સાથે તેને અનુરૂપ કાચનું શોકેશ બનાવી જૈન જનતાના શિક્ષણ માટે મૂકી શકાય છે. ---સિદ્ધચક્ર કે ઋષિમંડલ વગેરેનાં પૂજન પ્રસંગે પૂજન કરનારા મોટાભાગના ભાઈઓબહેનોને મુદ્રા આસનોનું કશું જ્ઞાન હોતું નથી એટલે એ લોકો પણ પૂજન વખતે મુદ્રા અને આસનો કેમ કરવા ચિત્રો જોઈને કરી શકે, એ માટે સારા સુંદર અને આકર્ષક વસ્ત્રના પડદા બનાવી ચિત્રો ચિતરાવી મંદિરના મંડપમાં અથવા જ્યાં પૂજન હોય ત્યાં બાંધવાની સગવડ હોય તો ચારે બાજુએ ઊંચે બાંધવા જોઈએ. સચિત્ર ફોલ્ડર બનાવીને અથવા છૂટક કાર્ડ દ્વારા પણ કાર્ય થઈ શકે. તમામ ચિત્રોનો રોલ વાળીને જેમ એક બાજુથી ફિલ્મ નીકળે અને બીજી બાજુથી વીંટાય એવું સાત ફૂટથી ઊંચું સ્ટેન્ડ કરાવીને આયોજન કરી શકાય. જેથી પડદા વારંવા૨ે બદલવાન પડે. ૨૫ વર્ષ પહેલાં આવું ઓટોમેટિક આયોજન કરવાનું કામ કારીગરોને સોંપ્યું હતું પરન્તુ તેઓ કરી શક્યા નહિ. પછી વાત ખોરંભે પડી ગઈ. જાપના મંત્રો માટે કાચનું શોકેસ બનાવી અંદર પ્રકાશની વ્યવસ્થા અને મંત્રની પટ્ટીઓ એક પછી એક સરકતી રહે એવી જાતનું ૭ ફૂટ ઊંચું યાંત્રિક સાધન કારીગરે શરૂ કરેલું પણ તેય કારીગરે પૂરું ન કરી આપ્યું. જનતાને કંઇક માર્ગદર્શન આપવા ખાતર ઉપરની નોંધો ન છૂટકે લખવી પડી છે. <>>>*&* [૬૨૬] ***< p&Ke <>
SR No.022874
Book TitlePrastavana Sangraha
Original Sutra AuthorN/A
AuthorYashodevsuri
PublisherMuktikamal Jain Mohanmala
Publication Year2006
Total Pages850
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy