SearchBrowseAboutContactDonate
Page Preview
Page 652
Loading...
Download File
Download File
Page Text
________________ વિદ્યાદેવી વગેરેની ૧૧ ઇંચની આસપાસની આરસની મૂર્તિઓ ભરાવી તેના પરિચય સાથે ત્યાં હું પ્રદર્શનરૂપે ગોઠવવાની હતી. ઓર્ડર પણ આપ્યો, ત્રણ-ચાર મૂર્તિ બનાવી પણ પછી મોટી મૂર્તિઓના ઓર્ડરો મળતાં કારીગરોએ નાનું કામ બંધ કરી દીધું. જો મુંબઈમાં હોલ થવા પામ્યો છે હોત તો ત્યાં માટે પ્રયત્ન જરૂર થતે. કુદરતે મને કલ્પનાઓ ઘણી ઘણી વિશાળ મળી છે, ઊંડી છે, પાછી અનેકલક્ષી છે. ચીલાઓથી અનોખી છે. તેથી મારી કલ્પનાના આકાશમાં અનોખા મંદિરનું પણ દર્શન છે. ચાલુ મંદિરોથી અનોખી માંડણી અને બાંધણીવાળા એક વિશિષ્ટ કોટિના મંદિરની અને વિશિષ્ટ પદ્ધતિથી બંધાએલા એક જંગી યુઝીયમની ભાવના વરસોથી સેવતો આવ્યો છે. આ ભાવના છે ત્રીસેક વરસથી જન્મી છે. પરંતુ સર્જિત નહીં હોય એટલે તે બેમાંથી એકે સાકાર થઈ શકી ! નહીં. (મહાકવિ ભવભૂતિની ઉત્પત્ય સોરિ મન સમાનગા (ભવિષ્યમાં મારા જેવો કોઈ જન્મ છે લેશે) ની ઉક્તિ અનુસાર ભવિષ્યમાં કોઈ સ્થાપત્યકલાવિજ્ઞ પુણ્યાત્મા નવું કંઈક કરી બતાવશે. આઠ વરસ પહેલાં અનેક સ્થળોની વિચારણા કર્યા બાદ પાલીતાણામાં મ્યુઝીયમ કરવું જ જોઈએ. થોડીક સુખી અને કલારસિક વ્યક્તિઓનું બહુ દબાણ થતાં પૂર્ણવિરામ કરેલી વાતને જે પુનઃ સજીવન કરી તલાટી પાસે આણંદજી કલ્યાણજીની પેઢીના પ્રદર્શનનો એક હોલ છે, એની શું લાઈનમાં જ પેઢીની જગ્યા હોવાથી મ્યુઝીયમ માટે ૨૦૦ ફૂટ લાંબી અને ૧૦૦ ફૂટ પહોળી છે જગ્યાની દરખાસ્ત-માંગણી શેઠ કસ્તુરભાઈ લાલભાઈ પાસે મૂકી. તેમણે મારો વિશાળ અને * જંગી મ્યુઝીયમનો ચિતાર જાણ્યા પછી તરત જ જગ્યા આપવાની હા પાડી. સાથે સાથે આર્થિક છે સહાય આપવાની ઉદારતા દર્શાવી. પછી મારી પાસે પેપર ઉપર મ્યુઝીયમનું આયોજન મંગાવ્યું. . મેં કાગળ ઉપર વિસ્તારથી લખીને અમદાવાદ મોકલાવ્યું. બે-ત્રણ વખત મીટીંગોમાં તેની ચર્ચા * પણ થઈ. આયોજનથી સહુ પ્રભાવિત પણ થયા. ત્યારપછી કેટલોક સમય વીત્યા બાદ શું પાલીતાણાની પરિસ્થિતિની વિષમતા અને સંચાલન ચલાવનારા મેનેજરો માણસો મેળવવાની છે કપરી મુશ્કેલીઓ, રક્ષક ભક્ષક બને તેવો આવી ગયેલો સમય, તેમજ અન્ય સમગ્ર પરિસ્થિતિનો છે તોલ કરતાં મ્યુઝીયમની યોજના મુલતવી રાખી. બીજી બાજુ સમાજમાં આ અંગે વિશેષ રસ નથી. એકલા પૈસાથી કામ થતું નથી. તન, મન અને ધન ત્રણેયનો ઉત્સાહ ભળે તો જ જંગી કામો પાર પડે, અને પાછળથી પણ તે તે વ્યવસ્થિત ચાલી શકે. મારી છૂટક છૂટક વાતો પ્રથમ નજરે આત્મશ્લાઘા લાગે તેવી હોવા છતાં એટલા માટે લખું છું કે આવતી પેઢી અધૂરું કાર્ય કરવા પ્રેરાય. બસ અત્યારે અહીં જ ઇતિશ્રી કરીએ. જે
SR No.022874
Book TitlePrastavana Sangraha
Original Sutra AuthorN/A
AuthorYashodevsuri
PublisherMuktikamal Jain Mohanmala
Publication Year2006
Total Pages850
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy