SearchBrowseAboutContactDonate
Page Preview
Page 639
Loading...
Download File
Download File
Page Text
________________ નક સંસ્થામાં સુંદર હસ્તાક્ષરોવાળા ઓછામાં ઓછા સોએક તો સાધ્વીજીઓ નીકળી આવે. આવા ન શિક્ષિત સાધ્વીજીઓને દેવનાગરી-સંસ્કૃતલિપિમાં લખવાની તાલીમ આપી હોય તો જ્ઞાનભંડારો માટે કે ભાવિ પેઢી માટે હસ્તલિખિત પ્રતિઓ-કૃતિઓનો વિશાળ સંગ્રહ થવા પામે. - એક સાધ્વીજી વધુ નહીં તો ઓછામાં ઓછા ૧૦ થી ૨૫ શ્લોકો જો નિયમિત લખે તો મહિનામાં વીસ દિવસમાં ૩૦૦ થી ૭૫૦ શ્લોકો લખી શકાય. તો બાર મહિને ૧૦ લખવાવાળા સાધ્વીજી ૩૬૦૦ શ્લોક લખી શકે અને ૨૫ લખવાવાળા ૧૨ મહિને ૯ હજાર નું શ્લોક લખી શકે. એક સાધ્વીજી જો આવું કામ કરે તો ૧૦૦ સાધ્વીજીઓ બાર મહિને એક લાખથી વધુ શ્લોકો લખી શકે. આ વાત કેવી મોહક, ગણત્રી કેવી આકર્ષક! પણ અમલમાં મૂકાય તો કામ થાય અને સંતોષ થાય...ખૂબ વિચારવા જેવી વાત છે. આ માટે આપણા સાધ્વીજીઓને પ્રેરણા આપી ઉત્સાહી બનાવવા જોઈએ. દરેક સંઘાડાના શ્રદ્ધેય આચાર્ય મહારાજોને મારું આ નમ્ર સુચન - વ્યાજબી લાગે તો પોતપોતાના સંઘાડામાં યથાશક્તિ શક્ય હોય તો શરૂઆત કરાવી શકે! - લખાણ પ્રતાકાર પાનામાં અથવા ઊભી બાંધેલી નોટોમાં પણ લખાવી શકાય. ફક્ત કાગળો રેગકન્ટ્રી-વધારેમાં વધારે રૂ વાળા અને હેન્ડમેડ વાપરવા જોઈએ. એસીડથી ધોયેલા છે પ્રિન્ટીંગ પેપરો ન વાપરવા. જો એસીડવાળા-કાગળ વપરાશે તો એસીડ અતિ ગરમ હોવાથી તે લખેલાં કે છાપેલાં આ કાગળો કદાચ વધુ ઊંચા હશે તો પણ વધુમાં વધુ ૫૦ થી ૬૦ વરસ નું સુધી ટકશે. કેટલાંક ૩૦ વરસના અન્ને સડી જશે અને પાનું ફેરવતાં જ બટકી જશે. માટે - કાગળની પસંદગી, લાઈનો દોરાવવાની અને ઉત્તમ સ્યાહીની વ્યવસ્થા ઉત્તમ કરી આપવી પડે. આ લખાણ ઉત્તમ રીફીલવાળી બોલપેનથી લખાવવું. આ શાહી પાણીથી કદી ભુંસાતી નથી. રેલાતી રે નથી. આ ફાયદો ઘણો મોટો છે. શક્ય હોય તો–સુંદર હસ્તાક્ષરવાળા સાધ્વીજીઓએ ગુરુ પાસે જ્યારે પ્રાયશ્ચિત માંગ્યું , કી હોય ત્યારે, પ્રાયશ્ચિતમાં ૫૦ થી ૨૦૦ કે વધુ શ્લોક લખી આપવાનું પ્રાયશ્ચિત આપવાનું શરૂ - કરાય તો આવી પ્રથા દ્વારા પણ આ કાર્યને વેગ આપી શકાય. કહેવાનો આશય એ કે આપણા ઘણા ઘણા સાધ્વીજીઓની ભણવાની શક્તિ ઓછી હોય છે છે. ઘણાને રસ નથી હોતો. આવા વિશાળ સંખ્યક સાધ્વીજીઓની શક્તિ અણવપરાએલી રહે છે. તુ તેના કરતાં શ્રુતભક્તિ-જ્ઞાનભક્તિના કાર્યમાં ઉપયોગ કરાશે તો જ્ઞાનાવરણીય તેમનું કર્મ ખપે, ને લેખન શક્તિ ખીલે, શ્રદ્ધા બળ વધે, મન પ્રફુલ્લિત અને પ્રસન્ન રહેશે અને અંદરોદરનાં આંતરિક સંઘર્ષો હશે તો તેથી વિમુખ બનશે. પરિણામે સાધ્વી સંસ્થા વધુ તન્દુરસ્ત અને તે આત્માર્થી બનીને વધુ કલ્યાણ કરી શકશે. - તેરાપંથી સાધુ-સાધ્વીજીઓમાં તો સંઘનું એક નેતૃત્વ હોવાથી હંમેશા નેતાજીના આદેશથી ? - સેકડો સાધુ-સાધ્વીજીઓને ફરજીયાત ૫૦૦ની આસપાસ શ્લોકો લખાવવામાં આવે છે. આ જ આ વાત ખાસ ધ્યાનમાં લેવી ઘટે. તે ઉપર જણાવેલી અને નીચે જણાવાતી બાબતો વિસ્તારથી છાપામાં જ આપવી જરૂરી છતાં તે
SR No.022874
Book TitlePrastavana Sangraha
Original Sutra AuthorN/A
AuthorYashodevsuri
PublisherMuktikamal Jain Mohanmala
Publication Year2006
Total Pages850
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy