SearchBrowseAboutContactDonate
Page Preview
Page 614
Loading...
Download File
Download File
Page Text
________________ - છાપી છે. આ પ્રતિની પ્રેસકોપી મેં સં. ૨૦૧૧માં કરાવી હતી. નું આ કૃતિ સ્વોપજ્ઞ છે એટલે મૂલકાર અને ટીકાકાર બંને પોતે જ છે. એક જ કર્તા હોવા છતાં તેમને આ કૃતિનાં બે નામ ઈષ્ટ હતાં એટલે ટીકાના મંગલાચરણમાં તત્તવિવેક નામ દર્શાવ્યું છે. જ્યારે મૂલગ્રન્થની આદ્ય ગાથામાં જ ટ્રાન્ત વિશરીરનામ દર્શાવ્યું છે. એટલે એમના ગ્રન્થોની સૂચિમાં બંને નામોનો ઉપયોગ થયો છે પણ હું મૂલગાથાગત આપેલાં નામને પ્રાધાન્ય આપી આ ગ્રન્થનું સહુએ ઉદાત્ત વિશરીરનું નામ રાખ્યું છે એટલે પણ તે જ નામ માન્ય રાખું છું. પાલિતાણા ૨૦૩૮ - યશોદેવસૂરિ ૫. કાયસ્થિતિ સ્તવનનું ઊડતું અવલોકન - પૂ. ઉપાધ્યાયજી મહારાજશ્રીએ સત્તરમા અઢારમા સૈકામાં પાંચ ઢાળ અને વિવિધ છંદોમાં બનાવેલ ૬૭ પદ્યો દ્વારા જૂની ગુજરાતી ભાષામાં રચેલી આ કૃતિ છે. અને આ પાંચગ્રન્થી ગ્રન્થના અત્તમાં યશોભારતી પ્રકાશનના આઠમાં પુષ્પરૂપે પ્રકાશિત કરી છે. નવ ગ્રન્થપુષ્પોમાં ગ્રન્થભંડારોમાંથી શોધી કાઢવામાં આવેલી તમામ કૃતિઓ પ્રસિદ્ધિના પ્રકાશને પામે છે અને મારી વર્તમાનની મોટી જવાબદારી પૂર્ણ કરતાં અનહદ સંતોષ થાય છે. કાયસ્થિતિ એટલે શું? કાયસ્થિતિ એ ટૂંકું નામ છે પણ એને વધુ સમજવા માટે આગળ “સ્વ” મૂકીને સ્વય આ સ્થિતિ આવું પૂરું નામ સમજી લેવું. હવે જૈનધર્મના પ્રકરણ કે તત્ત્વજ્ઞાનની વૈજ્ઞાનિક પરિભાષામાં છે. તેનો શું અર્થ થાય છે તે જોઈએ. a એટલે પોતાની, એટલે કાયા, અને તેની સ્થિતિ એટલે તેનો કાળ. આટલો . શબ્દાર્થ કરી તેનો સળંગ અર્થ સમજીએ તો જીવ-આત્મા પોતાની એકની એક જાતિની વિરક્ષિત કાયામાં-દેહમાં (એને એ જ કાયા દ્વારા) અવિરતપણે ઉત્પન્ન થવા વડે અને મૃત્યુ પામવા - વડે કરીને પસાર થતો જીવનો કાળ તેને “સ્વકાય સ્થિતિ' કહેવાય છે. ૮૪ લાખ જીવાયોનિમાં એક ઈન્દ્રિયવાળા જીવોથી માંડીને પંચેન્દ્રિય સુધીના (૨૪ દંડકના) છે. જીવો પરત્વેનો કાયસ્થિતિ એટલે પસાર થનારો કાળ કે ભાવો કેટલા હોય છે તે. આ વાત છે. ત્રિકાળજ્ઞાની ભગવંતોએ અનંત જીવાયોનિઓનું જ્ઞાનથી પ્રત્યક્ષ દર્શન કરીને જાણી હતી. તે વાત શાસ્ત્રમાં ગૂંથાણી અને તેનો લાભ સર્વ સામાન્ય જીવોને મળે તે હેતુથી ઉપાધ્યાયજીએ પદ્ય- કવિતા દ્વારા ત્યાગ, વૈરાગ્ય અને જીવનના વિકાસ ક્રમના તાણાવાણા સાથે જણાવી છે. કાયસ્થિતિ આગળ ૩ ન સમજીએ તો એકલા એ શબ્દનો અર્થ કોઈપણ જીવના શરીરના માપ અંગેનું સ્તવન છે એવું કોઈ સમજી ન જાય માટે 4 શબ્દ લગાડવો. પ્રશ્ન – કોઈ પ્રશ્ન કરે કે શું મનુષ્ય મરીને મનુષ્ય જ થાય ખરો? (સાપેક્ષભાવે કહીએ)
SR No.022874
Book TitlePrastavana Sangraha
Original Sutra AuthorN/A
AuthorYashodevsuri
PublisherMuktikamal Jain Mohanmala
Publication Year2006
Total Pages850
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy