SearchBrowseAboutContactDonate
Page Preview
Page 607
Loading...
Download File
Download File
Page Text
________________ ( ૫ ) *** * = " 25 - * * * * ** * * * * * ** ** **** ****** ** છે. * * ન હવે પટ્ટકમાં શું છે તે શ્રમણ સંસ્કૃતિ હોય, વૈદિક યા બૌદ્ધ હોય પણ માનવ સ્વભાવ ન્યૂનાધિકપણે સર્વત્ર છે સમાન હોય છે. કેમકે માનવજાતમાં કષાયભાવ (ક્રોધ, માન, માયા, લોભ) સત્તામાં બેઠેલો જ ન જ હોય છે. આ ચાર પ્રકારમાં ઓછાવત્તા કષાયથી માનવજાત સતત પીડાતી હોય તો તે સહુથી નું વધુ માન કષાયથી જ. એટલે જરાતરા પોતાનો જાણે-અજાણે અનાદર, અપમાન કે ઉપેક્ષા થઈ છે કે થઈ રહી છે એમ લાગે કે તરત જ માનસર્પ ફણા ઊંચી કરી બેઠો થઈ જશે અને તે ફૂંફાડા મારતો થઈ જશે અને આખરે ડંખો મારવાનું પણ કામ કરશે અને અનુચિત, કોમ અનિચ્છનીય, વેશલજ્જક જાતજાતનાં તોફાનો, લવારાઓ, કૌભાંડો ઊભાં કરી ઊતરતી કક્ષાના ની સ્વભાવનો ભાગ ભજવશે. આથી તે પોતાની જ જાતિનું અને સાથે પોતાના સહવાસીઓ અને તેને આખા સમુદાયનું કેટલું અહિત કરતો હોય છે તે માન-કષાયમાંથી ઊભા થયેલા ક્રોધ, રોષ કષાયથી અંધ' બની ગયેલો આત્મા ક્યાંથી જોઈ જ શકે? આમાં પછી સાધુ હોય કે સંસારી. - અહીંયા વાત આપણે શ્રમણસંધની કરવાની છે. શ્રમણ સંસ્કૃતિ તરીકે આજે બે સંસ્કૃતિઓ ઓળખાય છે એક જૈન અને બૌદ્ધ. અનાદિકાળથી જૈન સંસ્કૃતિના મુખ્ય પ્રવર્તક કે પ્રવર્ધક | તરીકે તીર્થકર ભગવાનનો જ હોય છે. જેમાં છેલ્લા તીર્થકર ભગવાન મહાવીર હતા અને બૌદ્ધ સંસ્કૃતિના પ્રવર્તક મહાત્મા બુદ્ધ હતા. કષાયભાવોની નાની-મોટી આગો સર્વત્ર પ્રજ્વલતી જ હોય છે છે. ઈતિહાસના અભ્યાસીઓને ખ્યાલ હશે કે ખુદ મહાત્મા બુદ્ધને ઝેર કે બીજા કોઇ પ્રયોગ છે દ્વારા મારી નાંખવાના ઉપલી સપાટીએથી પ્રયત્નો એકથી વધુ વાર થયા હતા. અને ભગવાન ન મહાવીર માટે શું બન્યું તે તો જૈનોની જાણીતી વાત છે. જે બુદ્ધ ઉપર થયું એ જ મહાવીર નું ક ઉપર થયું. વસવાટની પરિચર્યા એમની એવી હતી કે ઉઘાડી રીતે મહાવીરને ખતમ કરવાનું ઘણું જ મુશ્કેલ હતું. લોકો અગાઉથી ન જાણી શકે એ રીતે જ હુમલો થઈ જાય તો જ નિશાન પાર પડે તેમ હતું. એટલે ગોશાળાએ પોતાના તપથી મેળવેલ (તેય પોતાના જ ગુરુ છે ભગવાન મહાવીરની કૃપાથી જ) તેજોલેશ્યા એટલે મુખમાંથી જ્વાલા કાઢવાની (આધ્યાત્મિક શક્તિ) શક્તિ મહાવીરને ભડથું કરી નાંખવા અગ્નિવાળા ક્યાં છોડી ન હતી? વેષનું ચારિત્રનું અને સાધનાનું બધુંય ચૂકી જનારા આત્માઓ માત્ર વધુ પડતી રીતે માત્ર , અહંકાર, મહત્વાકાંક્ષા, પૂજાવાની વાહવાહની તીવ્ર ભૂખો ન સંતોષાતાં નાની-શી જિંદગી લઈને આવેલા સાધુનો વેશ પહેરી જીવન જીવનારા સંતો મહાત્માઓ શું ને શું ન કરે તેનાં અનેક ઉદાહરણો ઇતિહાસમાં મળે છે અને આજે આપણી નજર સામે પણ જોવા ક્યાં ઓછું મળે છે? માન કષાયના પ્રસંગમાં ઇતિહાસ કહે છે કે તીર્થકર ભગવાન મહાવીર અને મહાત્મા છે. ન બુદ્ધ જેવી વ્યક્તિઓને અન્તિમવાદીઓએ મારી નાંખવા સુધીનાં કેવા દુષ્ટ, નિંદ્ય અને પાશવી . કૃત્યો આચર્યાં હતાં. એ પછી તેમની પરંપરામાં માનવસ્વભાવ તો સદાકાળ (પ્રાય:) એ જ રહેવાનો. અહં, મહત્ત્વાકાંક્ષા અને સત્તાની, પૂજાવાની લાલસાનો ભોગ બનેલા આત્માઓ શું છે ને ન કરે? બધું જ કરે! લગભગ દરેક કાળમાં આવી સ્થિતિ સર્જાતી હોય છે. પણ તે A A A 125 125 5 1
SR No.022874
Book TitlePrastavana Sangraha
Original Sutra AuthorN/A
AuthorYashodevsuri
PublisherMuktikamal Jain Mohanmala
Publication Year2006
Total Pages850
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy