SearchBrowseAboutContactDonate
Page Preview
Page 593
Loading...
Download File
Download File
Page Text
________________ ત લખવી ભૂલથી રહી જવા પામી એટલે છેલ્લે છાપી છે. એ રીતે સાડા ત્રણ રેખા અંગેની ને વાત પણ આ સાથે આપી છે. ની લબ્ધિ-ઋદ્ધિ એટલે શું? લબ્ધિ એટલે શક્તિ. એ શક્તિ આત્માના સહયોગથી ઉત્તમ સંયમ–ચારિત્ર અને ઉગ્રતપ આ ગુણોની સાધના દ્વારા અશુભ કર્મોની બાદબાકી થતાં અને શુભ કર્મોનો સરવાળો જ્યારે એકદમ વધી જાય છે ની છે ત્યારે તે આત્મામાં પ્રાપ્ત થાય છે. આ શક્તિ એક વિશિષ્ટ, અદ્ભુત, આશ્ચર્યજનક અને ચમત્કારિક હોય છે. આવી શક્તિ એક નહિ, અનેક નહિ પણ અનંત હોય છે. એટલે જ આપણે મહર્ષિ ગણધર ગૌતમસ્વામીજીને “અનંત લબ્ધિ નિધાન” તેમજ “લબ્ધિ તણા ભંડાર” તરીકે ઓળખીએ છીએ. આ શક્તિને જૈનશાસ્ત્રો લબ્ધિ અને ઋદ્ધિ આ બે શબ્દોથી ઓળખાવે છે. એમાં શ્વેતામ્બરોએ પ્રધાનપણે તષ્યિ શબ્દ વાપરવો પસંદ કર્યો છે. દિગમ્બરોએ પ્રધાનપણે દિ શબ્દ, ન વૈદિક પરંપરાએ પ્રધાનપણે સિદ્ધિ શબ્દ, યોગદર્શનકારોએ વિભૂતિ શબ્દ અને બુદ્ધપરંપરામાં મજ્ઞા શબ્દ પ્રયોજાયો છે. અલબત્ત આ શબ્દોમાં પણ થોડી અર્થ ભિન્નતા છે. તેને આ શક્તિનું પ્રાગટ્ય કરવામાં માનવ શરીરના અણુઅણુમાં વ્યાપીને રહેલ હોવા છતાં સામાન્ય માનવીથી નહિ જોઈ શકાતા એવા તેજસ નામના સૂક્ષ્મ શરીરનો જ બાહ્ય પ્રભાવ આ કારણ છે. આ પ્રભાવનું નામ જ લબ્ધિ, ઋદ્ધિ, સિદ્ધિ, શક્તિ-Power વગેરે છે. ઉપર કહ્યું કે તેમ શક્તિઓ અનંત છે પણ વધારેમાં વધારે ૬૦ની આસપાસ ઉપલબ્ધ દેખાય છે. એમાં સિદ્ધચક્ર પૂજનમાં ૪૮, ઋષિમંડલ પૂજનમાં ૧૨ અને સૂરિમંત્રમાં ૧૩થી લઈને....સુધી આ લબ્ધિઓનાં નામો મળે છે. આ લબ્ધિઓ ઘણી શક્તિશાળી ગણાય છે. એ પદોનાં જાપ, પૂજન વગેરે પ્રચૂર પ્રમાણમાં ને થાય છે. સૂરિપદે બિરાજમાન આચાર્યો ર૫૦૦ વરસથી હંમેશા આ લબ્ધિપદોના જાપ મુદ્રાઓ આ ની સાથે કરે છે. ત દરેક લબ્ધિ-શક્તિ માનવ જાતની જુદી જુદી અનેક જાતની તકલીફો, કષ્ટો, દુઃખો દૂર છે કરવામાં તથા ઉન્નતિ, કીર્તિ, યશ, ઈષ્ટસિદ્ધિ-કાર્યસિદ્ધિ અને ધર્મપ્રભાવનાની શક્તિ વગેરેના પર પ્રગટીકરણમાં સફળ કામ આપનારી છે. સંયમ અને તપના બળથી શારીરિક, માનસિક અને વાચિક રીતે વિશિષ્ટ શક્તિ જે પ્રાપ્ત કરે થાય છે, એને લબ્ધિ અથવા ઋદ્ધિ કહેવાય છે. આ ઋદ્ધિઓના મૂલ પ્રકારો આઠ બતાવ્યા હતા છે. તે આ પ્રમાણે–૧ બુદ્ધિ ૨. ક્રિયા ૩. વિક્રિયા ૪. તપ ૫. બળ ૬. ઔષધિ ૭. રસ ૧. અજ્ઞાત વ્યક્તિઓ વિક્રિયાને બદલે વક્રિય લખે છે જે બરાબર નથી. தொகையாககாக...
SR No.022874
Book TitlePrastavana Sangraha
Original Sutra AuthorN/A
AuthorYashodevsuri
PublisherMuktikamal Jain Mohanmala
Publication Year2006
Total Pages850
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy