SearchBrowseAboutContactDonate
Page Preview
Page 573
Loading...
Download File
Download File
Page Text
________________ ess release માં સ્વતંત્ર દેવીઓનું (૮૪૩=૨૪) ૨૪ ખાનાનું છે. આ વલયમાં દેવીઓનાં નામો છે, એ નામો ને આ પૈકી સોળેક નામો નવાં છે. આપણે ત્યાં સિદ્ધચક્ર આદિ ચાલુ પૂજનોમાં બાકીનાં નામો જોવા ન મળે છે. એકાં કાં ( આ છ વલય પૈકી પ્રથમ વલયનું પૂજન અહીંથી પ્રથમ વલયના પૂજનની શરૂઆત થાય છે. ૩૪ ટાક્ષરોનું પૂજન અત્યાર સુધી ન કરવાની કોઈ પ્રથા નથી, પણ માત્ર એકસ્વર અને જોડાણ સાથેના છ વ્યંજન અક્ષરોથી નિર્માણ થતો ક્ટાક્ષર એ એક વિશિષ્ટ રચનાવાળી બાબત છે. (અર્ધચન્દ્ર, અનુસ્વાર અને રેફ ઉમેરીએ તે તો નવ થાય) છ અક્ષરો જુદા જુદા પ્રકારનાં ફળો-લાભોનું નિર્માણ કરનારા છે અને સમગ્ર ના કૂટાક્ષરનું પણ કોઈ સામૂહિક ફળ હોવું જોઇએ પણ પૂરેપૂરી નહીં પણ શકય એટલી વધુ આ આ માટે તપાસ કરવા છતાં પણ આ અંગેની માહિતી મને ઉપલબ્ધ થઈ નથી. પણ આઠ પ્રકારના ના કૂટાક્ષરોનું પૂજન પ્રથમ વલયમાં જ્યારે આવે જ છે તો પછી ૩૪ કૂટાક્ષરોનું પૂજન કરવામાં જ કશો ગેરલાભ નથી એટલે ૩૪ ફૂટાક્ષરોનું પૂજન રાખવામાં આવ્યું છે. આ વલયના આઠ ના ખાનામાં સ્વરો અને વ્યંજનોની સ્થાપના કરવામાં આવી છે. સામાન્ય રીતે ઘણા મહત્વના આ સાત્ત્વિક જૈન અજૈન મંત્રોમાં સ્વરો અને વ્યંજનોને ખાસ સ્થાન આપવામાં આવ્યું છે પણ સાથે આ સાથે મહત્ત્વના ઉપયોગી આઠ પિંડાક્ષરોને પણ સ્થાન આપવામાં આવ્યું છે. અહીં આપેલા એ આઠ પિંડાક્ષરોના આદિ અક્ષરો ક્રમશઃ ૧. ૨ ૨.૩ ૩.૫ ૪. ર ૫. ૧ ૬. 7 ૭. સ અને ૮. રઘ છે. કૂટાક્ષરો ભેગી ખાનામાં વર્ણમાલા પણ આપવામાં છે આવી છે. વર્ણમાલાના સ્વરો અને વ્યંજનોનું શું સ્થાન છે? એ માટે “અહું ઉપરનો મારો લેખ આ પ્રતમાં જુઓ. બીજા અને ત્રીજા વલયમાં નવગ્રહ અને દશ દિગુપાલનું પૂજન છે. દરેક પૂજનમાં ન આહ્વાહન, સ્થાપન અને સંનિહિત-સંનિધાન આ ત્રણ ક્રિયાઓ ખાસ ગોઠવવામાં આવી છે. આ પહેલું પૂજન દિગ્પાલનું રાખવું કે ગ્રહનું? આ બાબતનો વિકલ્પ જાણકારોમાં પ્રવર્તે છે. નવગ્રહો અને દિગુપાલો જાણીતા છે. ગ્રહોને તો સારુંય વિશ્વ જાણે છે. ગ્રહોની સારી અને ખરાબ અસરો વિશ્વના સમગ્ર તંત્ર ઉપર પડતી હોય છે. એથી માનવજાતને પણ એની અસરો થાય ન છે. પનોતીની ભયંકર અસરોનો અનુભવ કોને નથી થતો? ગ્રહની વાતો લાખો માણસોની જાણીતી છે. લાખો માઇલ દૂર રહેલા ગ્રહોની શુભાશુભ અસર કેવી રીતે થાય? આ પ્રશ્નના જવાબ માટે ઘણું લખવું પડે. જે અહીં શક્ય નથી. | ગ્રહો દિગુપાલોને જૈનો સંપૂર્ણ રીતે માને છે, તેઓ સમષ્ટિઓ છે. આગમમાં પણ પૂરતું વર્ણન છે. દરેક ધાતુની કે પરિકરવાની મૂર્તિઓમાં ગ્રહો મૂકેલા જ હોય છે, એટલે જૈનધર્મમાં તેનું પૂરેપૂરું સ્થાન છે. આ બધાય સમ્યગ્દષ્ટિ હોય છે. અહીં વધુ વિસ્તાર કરતો નથી. ઋષિમંડલના અધિષ્ઠાયક દેવોનું પૂજન કરવાની પ્રથા આપણે ત્યાં નવગ્રહોના પૂજન પછી a view tim [૫૪૪] = mirime me - -
SR No.022874
Book TitlePrastavana Sangraha
Original Sutra AuthorN/A
AuthorYashodevsuri
PublisherMuktikamal Jain Mohanmala
Publication Year2006
Total Pages850
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy